કારગિલ વિજય દિવસ: પાકિસ્તાનના છળ અને સેંકડો ભારતીય સૈનિકોના બલિદાનનું પ્રતિક

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

આજથી 23 વર્ષ પહેલા કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપ્યો હતો. કારગિલ વિજય દિવસ દર વર્ષે 26 જુલાઈએ 1999માં બંને દેશો વચ્ચે લડાયેલા યુદ્ધની જીતની યાદમાં ઉજવવામાં આવે છે . જે સ્થળોએ પાકિસ્તાની સેનાએ ઘૂસણખોરી કરીને કબજો કર્યો હતો, તે દુર્ગમ સ્થળોએ ભારતના બહાદુર સૈનિકોએ ફરી ત્રિરંગો ફરકાવ્યો હતો. 60 દિવસથી વધુ ચાલેલી આ લડાઈને ઓપરેશન વિજય નામ આપવામાં આવ્યું હતું.
કારગિલ યુદ્ધમાં ભારતના 527 જવાનો શહીદ થયા હતા. સિમલા કરાર હેઠળ, બંને દેશો શિયાળા દરમિયાન ફોરવર્ડ પોસ્ટ્સ પરથી તેમના સૈનિકોને પાછા ખેંચી લે છે, પરંતુ પાકિસ્તાને આ કરારનો ખોટો ફાયદો ઉઠાવીને ભારતના પ્રદેશો પર કબજો જમાવી લીધો. આની જાણ થતાં જ ભારતીય જવાનોએ જવાબી કાર્યવાહી કરી હતી. ભારતે આ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો.
‘હું તિરંગા સાથે આવીશ કે તેમાં લપેટાઇને, પણ ચોક્કસ આવીશ.’ આ શબ્દો છે ભારતમાતાના એ લાલ વિક્રમ બત્રાના, જેણે કારગિલના યુદ્ધમાં હસતા હસતા પોતાના પ્રાણની આહુતિ આપી. કહેવાય છે કે કારગિલ યુદ્ધમાં વધુ સારી સ્થિતિમાં તૈનાત પાક સૈનિકોએ ટોણો મારયો હતો કે અમને માધુરી દિક્ષીત આપો અને અમે તમને તમારા પ્રદેશ પાછા આપી દઇશું, એના જવાબમાં વિક્રમ બત્રાએ પાક સૈનિકો પર ગોળીઓની બૌછાર કરી દીધી અને જણાવ્યું, ‘માધુરીના પ્રેમ સાથે’ કારગિલના બહાદુર સેનાની વિક્રમ બત્રા અને અન્ય શહિદોને સલામ.

“>

કારગિલ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ ભારતમાતાની રક્ષા માટે પોતાનો જીવ આપનારા તમામ શહિદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે કારગિલ વિજય દિવસ માતા ભારતીના ગૌરવનું પ્રતિક છે. દેશના તમામ બહાદુર સપૂતોને શત શત નમન.
કારગિલ દિવસ નિમિત્તે દિલ્હીમાં રાષ્ટ્રીય સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, નેવી ચીફ એડમિરલ આર. હરિકુમાર અને વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વી આર ચૌધરીએ યુદ્ધ સ્મારક પર પહોંચી શહીદનો શ્રદ્ધાંજલિ આપી હતી.
1999ના કારગિલ યુદ્ધમાં જીવ ગુમાવનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ સમારોહ યોજાયો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.