છોટે નવાબની બેગમ કરિના કપૂર-ખાન છાશવારે કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં રહેતી જ હોય છે અને હાલમાં પણ આ એક્ટ્રેસ લાઈમલાઈટમાં આવી હતી. વાત જાણે એમ છે કે કોઈ ફૂટવેર બ્રાન્ડને પ્રમોટ કરવા પહોંચી હતી અને ત્યાં કંઈક એવું થયું કે બેબોના એક્સપ્રેશન જોઈને તે ડરી ગઈ હતી એવું લાગી રહ્યું છે.
બી-ટાઉનની ગ્લેમરસ ક્વીન કરીના કપૂર ખાન તાજેતરમાં જ એક શૂઝની દુકાનના પ્રચાર માટે પહોંચી હતી. અહીં તેણે પોતાના અનોખા અંદાજમાં સ્ટાઈલમાં શૂઝનો પ્રચાર કર્યો હતો. આ ઈવેન્ટનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ અસલી અને નકલી શૂઝ વચ્ચે કન્ફ્યુઝ થતી જોવા મળી રહી છે.
ઈવેન્ટમાં પહોંચેલી કરીના કપૂરે પણ કેક કાપી હતી અને આ દરમિયાન શૂઝના આકારનો કેક પણ કટ કર્યો હતો. બસ આ જ દરમિયાનની એક્ટ્રેસના રિએક્શને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ઈવેન્ટમાં કેક કટ કરતી વખતે કરીના કપૂર હાયપર રિયાલિસ્ટિક શૂ-શેપ કેક અને રિયલ શૂઝમાં ખૂબ જ કન્ફ્યુઝ્ડ દેખાય છે. જૂતાના આકારની કેક કાપતી વખતે તે ડર પણ અનુભવી રહ્યો છે. બારીકાઈથી નિરિક્ષણ કર્યા બાદ અને પછી અસલ શૂઝ ચેક કર્યા પછી, અભિનેત્રીએ આખરે ડરીને કેક કાપી હતી જૂતાના આકારની કેક કાપ્યા બાદ તે પણ આશ્ચર્યચકિત દેખાતી હતી અને તેણે કહ્યું કે તે આ કેક ખાવાથી ડરી રહી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર છેલ્લે આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળી હતી. હવે તે ટૂંક સમયમાં તે તબ્બુ અને કૃતિ સેનન સાથે રિયા કપૂરની ફિલ્મ ‘ધ ક્રૂ’માં જોવા મળશે. આ સિવાય તે OTTની દુનિયામાં પણ ડેબ્યુ કરવા જઈ રહી છે. આ સિવાય ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’ પર આધારિત સુજોય ઘોષની આગામી ફિલ્મમાં પણ જોવા મળશે.