Homeઉત્સવમૌલાનાઓને વેતન: સુપ્રીમની ઉપરવટ માહિતી આયુક્ત

મૌલાનાઓને વેતન: સુપ્રીમની ઉપરવટ માહિતી આયુક્ત

કારણ-રાજકારણ – ડૉ. હરિ દેસાઈ

સંઘસુપ્રીમો સુદર્શન મૌલાનાઓના પક્ષે હતા – ચુકવણી સરકારમાંથી નહીં, વકફ બોર્ડમાંથી- રાવ અને વાજપેયી સરકારે પણ માન્ય કર્યું

હમણાં કેન્દ્ર સરકાર નિયુક્ત માહિતી આયુક્ત ઉદય માહુરકરે દિલ્હી રાજ્યની કેજરીવાલ સરકાર થકી મૌલાનાઓને દર મહિને વેતન ચૂકવવામાં આવવાના નિર્ણયને બંધારણ વિરુદ્ધનું કૃત્ય ગણાવતો ચુકાદો આપીને દેશભરમાં સનસનાટી ફેલાવી. સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ આ પ્રકારના ચુકાદાનો ઉપયોગ સત્તાપક્ષ કરે એ સ્વાભાવિક છે.જોકે આમાં બધું આંધળે બહેરું કુટાયું છે: માહિતી આયુક્તને ૧૯૯૩ના સુપ્રીમ કોર્ટના બે જજની ખંડપીઠના મૌલાનાઓને પગાર ચૂકવવામાં આવે એવા ચુકાદાની ઉપરવટ જઈ ચુકાદો આપવાનો અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે મૌલાના એ ધાર્મિક નેતા છે અને ૨૪ કલાક માટે પોતાના આ કામમાં વ્યસ્ત રહેતા હોવાથી એમને મુસ્લિમ ધર્માદા સંપત્તિનો વહીવટ કરતા વકફ બોર્ડ થકી યોગ્ય સ્કીમ બનાવીને વકફની આવકમાંથી પગાર ચૂકવવામાં આવે એ અપેક્ષિત હતું. સરકાર વકફ બોર્ડની સંપત્તિની માલિક નથી, માત્ર વહીવટ કરે છે. બીજું, આ પગાર ચુકવણી સરકારી તિજોરીમાંથી કે પ્રજાના કરનાં નાણાંમાંથી નહીં,પણ વકફ બોર્ડનાં નાણાંમાંથી થાય છે. ત્રીજું, નરસિંહ રાવની કૉંગ્રેસ સરકારના વખતમાં આ નાણાં ચૂકવાય છે એટલું જ નહીં ભાજપનેતા વાજપેયીની સરકારના સમયગાળામાં તો પગારની રકમમાં વધારો કરાયો હતો. રાવ સરકાર વખતે મૌલાનાઓને મહિને માત્ર ૫૦૦ રૂપિયા પગાર મળતા હતા. એ વાજપેયી શાસન દરમિયાન વધારાના હતા. અત્યારે દિલ્હીમાં મૌલાનાઓને ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ રૂપિયા પગાર મળે છે.
આર.એસ.એસ.નું સમર્થન
આજે ભાજપનેતા નરેન્દ્ર મોદીના શાસનમાં પણ મૌલાનાઓને ૧૯૯૩ના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પગાર ચૂકવવામાં આવે છે. નવાઈ તો એ વાતની છે કે ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)ના સરસંઘચાલક રહેલા સુદર્શનજીએ પણ મૌલાનાઓને પગાર ચૂકવવામાં આવે એ વાજબી હોવાનું લેખિત આપેલું છે. ગુજરાતમાં ભાજપનું શાસન ૧૯૯૫માં આવ્યું ત્યારથી આજે ભૂપેન્દ્ર પટેલ શાસન લગી વકફ બોર્ડની આવકમાંથી ૨૬,૦૦૦ મૌલાનાઓને મહિને ૯,૦૦૦ રૂપિયા ચૂકવાય છે.આ માહિતી અમોને મૌલાનાઓના રાષ્ટ્રીય સંગઠનના અધ્યક્ષ અને દિલ્હીના મૌલાના ઇલ્યાસી સાથેની વાતચીતમાંથી મળી હતી. અત્રે સ્મરણ રહે કે આ જ મૌલાના ઇલ્યાસીએ હમણાં આર.એસ.એસ.ના વર્તમાન વડા ડૉ. મોહન ભાગવતને મસ્જિદમાં તેડાવીને મૌલાનાઓ સાથે બેઠક કરાવી હતી.
મૌલાના ઇલ્યાસીની ભૂમિકા
અત્યારે દેશભરના મૌલાનાઓના સંગઠનના નેતા મૌલાના ઇલ્યાસીના પિતા ૧૯૯૦માં સુપ્રીમ કોર્ટે ગયા હતા. ચુકાદો ૧૯૯૩માં આવ્યો. રાવ સરકારે એને સ્વીકારી મૌલાનાઓને વકફ બોર્ડની આવકમાંથી વેતન ચૂકવવામાં આવે એવા આદેશો બહાર પાડ્યા. આ રકમ સરકારી તિજોરીમાંથી ખર્ચાવાની નહોતી પણ મુસ્લિમ ધર્માદા સંપત્તિની આવકમાંથી ખર્ચાવાની હતી. વડા પ્રધાન રાવે ઉચ્ચ સ્તરીય સમિતિ નિયુક્ત કરી સુપ્રીમ કોર્ટના ચુકાદામાં જણાવ્યા મુજબ પગાર અંગે સ્કીમ કરવાની તૈયારી કરી પણ આ જ દિવસ સુધી એ શક્ય બન્યું નથી એટલે દરેક રાજ્યમાં મૌલાનાઓને અલગ અલગ પગાર ચૂકવવામાં આવે છે. મૌલાના ઇલ્યાસીને અમે સીધું પૂછ્યું કે તમે માહિતી આયુક્તના આદેશ સામે કોર્ટે જવાના કે? તો એમણે કહ્યું કે અમારા પગાર બંધ કરવામાં આવે તો અમે વિચારીશું. માહિતી આયુક્તે સુપ્રીમ કોર્ટના ચુકાદાની અવગણના કરીને ચુકાદો આપ્યો છે. તેમનો ચુકાદો મૌલાનાઓના પગાર બાબત અમલને પાત્ર નથી. તેમણે વધુમાં કહ્યું કે અમને દિલ્હી સરકાર અત્યારે મહિને ૧૫,૦૦૦ રૂપિયા મળે છે. હકીકતમાં આમને પ્રથમ વર્ગના અધિકારી તરીકે મહિને ૮૦,૦૦૦ રૂપિયા મળવા જોઈએ. ગુજરાતમાં મૌલાનાઓને મહિને ૯,૦૦૦ રૂપિયા મળે છે. પશ્ચિમ બંગાળમાં તો માત્ર બે હજાર રૂપિયા મહિને અને હરિયાણામાં ૧૦,૦૦૦ રૂપિયા મહિને મળે છે. દેશભરમાં ૭૫,૦૦૦ કરતાં વધુ મૌલાનાઓ છે. રાજકીય દાવપેચમાં હિંદુ અને મુસ્લિમ વચ્ચે એખલાસની ભાવનાનો ભોગ લેવાય છે ત્યારે શાસકોએ પરિપકવતા દાખવી નિર્ણય કરવા જોઈએ. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular