બોલીવૂડ સ્ટાર સલમાન ખાનને ધમકી આપવાના મામલે એક નવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મશહૂર પંજાબી સિંગપ અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાની હત્યા પ્રકરણે હવે પુણેનું કનેક્સન સામે આવ્યું છે. આ મામલે આરોપી સંતોષ જાધવ અને સૌરભ મહાકાલની ધરપકડ કરવામાં આવી હતી. પુણે પોલીસે કરેલી પુછપરછમાં આરોપી સૌરભ મહાકાલે સનસનીખેજ ખુલાસા કર્યા હતાં. સૌરભે જણાવ્યું હતું કે, સલમાન ખાન બાદ પ્રખ્યાત ફિલ્મ મેકર કરણ જોહર પાસેથી પણ પાંચ કરોડ વસૂલ કરવાની પ્લાનિંગ કરવામાં આવી હતી.
લોરેન્સ બિશ્નોઈ ગેંગના હિટલિસ્ટમાં બોલીવૂડ અભિનેતા સલમાન ખાન સિવાય ફિલ્મ મેકર કરણ જોહરનું નામ પણ સામેલ હતું. મહત્ત્વની વાત તો એ છે કે બિશ્નોઈ ગેંગ એક્ટર સુશાંત સિંહ રાજપુતની મોતના જવાબદાર કરણ જોહરને માને છે. તેથી કરણ જોહર બિશ્નોઈ ગેંગના ટાર્ગેટ લિસ્ટમાં હતાં. સૌરભ મહાકાલે જણાવ્યાનુસાર તે વિક્રમ બરાર માટે કામ કરતાં હતાં. વિક્રમ સિગ્નલ એપના માધ્યમથી જોડાયેલો હતો. વિક્રમ બિશ્નોઈ ગેંગનો મહત્ત્વપૂર્ણ સભ્ય છે.
પુણે પોલીસે કરેલી પુછપરછ મામલે સિદ્ધુ મુસેવાલાની હત્યા સાથે સંબંધ હોવાની વાતનો ઈનકાર સંતોષ જાધવ અને સૌરભ મહાકાલે કર્યો હતો. સંતોષે જણાવ્યું હતું કે પંજાબ પોલીસે તેને શૂટર બતાવીને ફસાવ્યો છે. 29 મેના દિવસે જ્યારે સિદ્ધુની હત્યા થઈ ત્યારે તે ગુજરાતમાં હોવાનો દાવો કર્યો હતો.