છેલ્લાં ઘણા સમયથી બોલીવૂડની ફિલ્મો દર્શકોને પસંદ આવી રહી ન હોવાને કારણે ઈન્ડસ્ટ્રીને આર્થિક નુકસાન થઈ રહ્યું છે ત્યારે ફિલ્મ મેકર કરન જોહરે આ અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, હિંદી સિનેમાની મોટી સમસ્યા એ છે કે હવે અમને પોતાની ઓરિજિનલ કહાનીઓ પર વિશ્વાસ રહ્યો નથી. પહેલા સલીમ જાવેદના રૂમમાં એક અવાજ હતો જે સિનેમામાં જીવંત પાત્રો દર્શાવતા હતાં. 70ના દાયકા સુધી સલીમ જાવેદે જે વાર્તાઓ અને પાત્રોને સાચવીને રાખ્યા હતાં અને અમે 80ના દાયકામાં સાઉથની ફિલ્મોની રિમેક બનાવવાની શરૂઆત કરી હતી. આ સિવાય 90ના દાયકામાં અમે ‘હમ આપ કે હૈ કોન’ જેવી લવસ્ટોરી દર્શાવતી ફિલ્મને સફળતા મળ્યા બાદ લવ સ્ટોરીઝ બનાવવાની શરૂઆત કરી હતી. આમ જોવા જઈએ તો 70ના દાયકાના મૂળને ગુમાવવામાં દોષી હું છું. અમે પોતાની ઓરિજિનલ કહાનીઓ પર વિશ્વાસ ન કરીને રિમેક બનાવવાની પસંદગી કરી હતી.
બોલીવૂડની કથળેલી દશાનો દોષી હું છું! જાણો કરન જોહરે આવું શા માટે કહ્યું
RELATED ARTICLES