મુંબઈઃ મહારાષ્ટ્રમાં એક સૌથી મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે, જેમાં મહારાષ્ટ્ર રાજ્યની આર્થિક સલાહકાર પરિષદમાં ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણી અને મૂકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીનો પણ સમાવેશ છે. એક સરકારી પ્રસ્તાવમાં સોમવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની રાજ્ય આર્થિક સલાહકાર પરિષદ (ઈએમસી) નેતૃત્વ ટાટા સન્સના પ્રમુખ એન. ચંદ્રશેખર કરશે, જેમાં કરણ અદાણી અને અનંત અંબાણીનો સમાવેશ થાય છે.
અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ લિમિટેડના સીઈઓ કરણ અદાણી, ગૌતમ અદાણીના પુત્ર છે, જે હિંડનબર્ગ રિસર્ચ દ્વારા ઉઠાવવામાં આવેલા અદાણી ગ્રૂપના સ્ટોકમાં ગેરરીતિ અને છેતરપિંડી કરવાના આરોપોનો સામનો કરે છે. જોકે અદાણી ગ્રૂપે તેનું ખંડન કર્યું હતું અને રાજકીય પક્ષોએ પણ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્રમાં કરણ અદાણીને 21 સભ્યની સંસ્થામાં પોર્ટ અને એસઈઝેડ ક્ષેત્રના નિષ્ણાત તરીકે નામ આપવામાં આવ્યું છે. સરકારના પ્રસ્તાવમાં જણાવાયું છે કે આર્થિક અન્ય સંબંધિત મુદ્દા અંગે સ્વતંત્ર એકમના ભાગરુપે આર્થિક સલાહકાર પરિષદમાં કામ કરશે. આ આર્થિક પરિષદમાં કાપડ, ફાર્માસ્યુટિકલ, આર્થિક ક્ષેત્ર, બેંકિંગ, કૃષિ અને એન્જિનિયરિંગ ક્ષેત્રના પણ નિષ્ણાતોનો સમાવેશ થાય છે. અહીં એ જણાવવાનું કે અનંત અંબાણી ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર છે, જ્યારે અદાણુ ગ્રૂપના માલિક અને અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પુત્ર છે કરણ અદાણી. સૌથી આશ્ચર્યની વાત એ છે કે દુનિયાના બીજા નંબરના શ્રીમંત બન્યા પછી અદાણી હવે બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સમાં 21મા ક્રમે રહ્યા છે. બે અઠવાડિયામાં ગૌતમ અદાણી ગ્રૂપના શેરમાં જોરદાર ધોવાણ રહ્યું હતું.
બોલો, મહારાષ્ટ્રની આર્થિક પરિષદમાં આ ઉદ્યોગપતિના પુત્રોનો સમાવેશ
RELATED ARTICLES