કપૂર પરિવાર કરશે આલિયા-રણબીરના બાળક માટે પૂજા

ફિલ્મી ફંડા

બોલીવૂડના સૌથી ફેવરિટ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે આ વર્ષે 14 એપ્રિલે પરિવાર અને મિત્રોની હાજરીમાં વાસ્તુ હાઉસમાં સાદાઇથી લગ્ન કર્યા હતા. લગ્ન પછી આ કપલે સોશિયલ મીડિયા પર સારા સમાચાર શેર કર્યા હતા અને જણાવ્યું હતું કે તેઓ જલ્દી જ માતા-પિતા બનવાના છે. ચાહકો માટે તે એક મોટું આશ્ચર્ય હતું. લગ્નના ત્રણ મહિના પછી જ્યારે આલિયાએ પોતાની પ્રેગ્નન્સીનો ખુલાસો કર્યો તો લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી હતી, તો બીજી તરફ લોકોએ તેના પર પ્રેમની વર્ષા પણ કરી હતી.
હવે આ કપલના બાળક વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપૂર પરિવારમાં આવનાર બાળક માટે એક ખાસ પૂજા કરવા જઈ રહ્યો છે. આ પૂજા ગણેશ ચતુર્થીના અવસર પર નીતુ કપૂરના ઘરે થશે. જે આવનાર બાળક સ્વસ્થ રહે એ માટે કરવામાં આવશે. આ વખતે નીતુ કપૂર બાપ્પાને પોતાના ઘરે લાવશે.
એક સમય હતો જ્યારે ‘કપૂર પરિવાર’ ગણેશ ચતુર્થીને જોરશોરથી ઉજવતો હતો. આરકે સ્ટુડિયોમાં ગણપતિ બાપ્પાની વિશાળ મૂર્તિની સ્થાપના કરવામાં આવતી હતી. એટલું જ નહીં આરકે સ્ટુડિયોને દુલ્હનની જેમ સજાવવામાં આવતો હતો. આ પ્રસંગે સમગ્ર કપૂર પરિવાર એકત્ર થતો અને ઢોલ-નગારાં વડે ગણેશજીની સ્થાપના કરતો હતો. કપૂર પરિવારના લોકો ચેમ્બુરથી નાચતા-ગાતા આરકે સ્ટુડિયો પહોંચતા હતા. જોકે છેલ્લા કેટલાક સમયથી આવું થતું નથી. શોમેન તરીકે જાણીતા દિવંગત રાજ કપૂરની યાદો સાથે સંકળાયેલો 70 વર્ષ જૂનો આરકે સ્ટુડિયો વર્ષ 2019માં વેચી નાખવામાં આવ્યો હતો. આરકે સ્ટુડિયોની સ્થાપના રાજ કપૂર દ્વારા 1948માં કરવામાં આવી હતી. હોળી અને ગણેશોત્સવ પર અહીં યોજાયેલી ઈવેન્ટ્સ બોલિવૂડમાં ઘણી લોકપ્રિય હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.