‘કંતારા’ ફિલ્મને બોક્સઓફિસ પર સારો પ્રતિસાદ મળતાં અભિનેતા ઋષભ શેટ્ટીની લોકપ્રિયતા વધી ગઈ છે. તેણે સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંધાના વિશે આપેલા નિવેદનની ચોમેર ચર્ચા થઈ રહી છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન ઋષભે જણાવ્યું હતું કે, રશ્મિકા સાથે કામ કરવાની ઈચ્છા નથી. હું સ્ક્રિપ્ટ પૂરી થયા બાદ એક્ટર્સની પસંદગી કરું છું. નવોદિતો સાથે કામ કરવાને પ્રાથમિકતા આપું છું, કારણ કે તેઓ કોઈ બંધને બંધાયેલા નથી હોતા. જ્યારે કોઈ મોટા સ્ટાર સાથે કામ કરવાની વાત આવે ત્યારે તેમણે કરેલી ફિલ્મોને ટાંકીને એ હિસાબે પસંદગી કરવામાં આવે છે, જેમાં હું માનતો નથી. સાઈ પલ્લવી અને સમંથાનું કામ પસંદ છે.
નેશનલ ક્રશ રશ્મિકા સાથે કામ કરવા નથી ઈચ્છતો ‘કંતારા’ સ્ટાર!
RELATED ARTICLES