કાનપુરઃ PM મોદીની મુલાકાત સમયે વાતાવરણ બગાડવાનું ષડયંત્ર, પોલીસ ફોર્સ તૈનાત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીના પ્રવાસે છે ત્યારે કાનપુરમાં ફરી એકવાર વાતાવરણ બગાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાની માહિતી મળી છે. બિલ્હૌરમાં રાહુલ નામના યુવક પર હુમલો થયો હતો. હુમલાખોરો કયા સમુદાયના હતા તેની તપાસ કરવામાં આવી રહી છે. સ્થળ પર  પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

કાનપુરના બિલ્હૌર નગરના પંતનગર વિસ્તારમાં જૂની અદાવતને લઈને બે પક્ષો વચ્ચે ખૂબ મારપીટ થવાનો બનાવ બન્યો હતો. બંને પક્ષોએ  છરી, તલવાર અને ઈંટ પથ્થરોથી એકબીજા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં  બે યુવકોને ગળા, હાથ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ છે. પીડિત પક્ષની ફરિયાદના આધારે 7 જાણીતા અને 15 થી વધુ અજાણ્યા લોકો સામે રમખાણ સહિતની ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પંતનગર મોહલ્લામાં રહેતા મોહર સિંહનો પુત્ર પ્રથમ તેના પાર્ટનર રાહુલ કુમાર સાથે કોઈ કામ માટે જઈ રહ્યો હતો. ત્યારે પૂર્વ સભ્ય ટોની અને ભાજપ લઘુમતી સેલના પૂર્વ જિલ્લા પ્રમુખ ડો. રહેમાનના ઘરની સામેની ગલીમાં બાઇક પર આવેલા કેટલાક લોકોએ બંનેને ઘેરી લીધા હતા. તેમના પર તલવાર, છરી, સળિયા વગેરે વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં રાહુલને ગંભીર ઇજાઓ થઇ હતી અને પ્રથમને માથા, છાતી, હાથ અને પગમાં ઉંડા ઘા થયા હતા. બંનેની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ ઘટના સંદર્ભે અનેક લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. રાયોટિંગના ચાર આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઘટનાસ્થળે સુરક્ષા માટે અનેક પોલીસ સ્ટેશનોના પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.