આ અભિનેત્રીને સર્જરી કરાવવાનું પડ્યું ભારે, હવે હાલત થઇ એવી કે ઓળખવી પણ મુશ્કેલ બની

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

ફિલ્મ અને ટીવી સ્ટાર્સ માટે તેમનો ચહેરો અને સુંદરતા કેટલી જરૂરી છે એ તો આપણે જાણીએ જ છીએ અને જો કોઇ કારણસર તેમનો દેખાવ ખરાબ થઇ જાય તો તેમની આખી કારકિર્દી બરબાદ થઇ જાય છે. અનેક સ્ટાર્સ સુંદર દેખાવવા માટે વિવિધ પ્રકારની સર્જરી કરતા હોય છે ત્યારે એક એકટ્રેસને રૂટ કેનલ સર્જરી કરાવવાનું ભારે પડ્યું છે. ખોટી ટ્રીટમેન્ટને કારણે કન્નડ એકટ્રેસ સ્વાતિ સતીશનો ચહેરો બગડી ગયો છે.

બેંગ્લુરુની રહેવાસી સ્વાતિની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તેનો ચહેરો સૂજેલો દેખાઇ રહ્યો છે. સ્વાતિએ તાજેતરમાં જ રૂટ કેનલની થેરેપી કરાવી હતી, જે પછી તેના ચહેરા પર સોજો આવી ગયો હતો. ડોકટર્સે તેને આશ્વાસન આપ્યુ હતુ કે બે-ત્રણ દિવસમાં સોજો ઉતરી જશે અને ચહેરો સરખો થઇ જશે. જોકે, ત્રણ અઠવાડિયા પછી પણ સ્વાતિના ચહેરાનો સોજો ઉતર્યો નથી કે નથી દુખાવો ઓછો થયો. આ જ કારણે સ્વાતિએ ઘરની બહાર પણ નીકળવાનું બંધ કરી દીધું છે. અભિનેત્રીએ ડોક્ટર પર કથિત રીતે આરોપ લગાવ્યો છે કે તેમણે તેને ટ્રીટમેન્ટ અને દવાઓ અંગે ખોટી અને અપૂરતી માહિતી આપી. આ અંગે સ્વાતિને ત્યારે ખબર પડી જ્યારે તે સારવાર માટે બીજી હોસ્પિટલમાં ગઇ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.