અમદાવાદનું જાણીતું કામલા નહેરુ ઝૂઓલોજીકલ ગાર્ડ્ન એટલે કે કાંકરિયા ઝૂ ઔરંગાબાદથી આવનારા બે મહેમાનોના સ્વાગતની તૈયારી કરી રહ્યું છે. આ મહેમાનોનું નામ છે પ્રતિભા અને રંજના. આ બે નું ઝૂમાં શું કામ……..તો જાણાવી દઈએ આ નામ છે ૨૬ મહિનાની બે વાઘણના. ઔરંગાબાદથી બે વાઘણ અહીં લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ઔરંગાબાદના સિદ્ધાર્થ ઝૂમાંથી આ વાઘણ રવિવારે અહીં લાવવામાં આવશે અને બદલામાં ઈમુ (ઓસ્ટ્રેલિયાનું એવું પક્ષી જે ઉડી શકતું નથી), શાહુડી, જેકલ (શિયાળ) અને હોર્નબિલ ઔરંગાબાદ મોકલવામાં આવશે. સિદ્ધાર્થ ઝૂમાં હાલમાં દસ વાઘ છે, જેમાં ત્રણ સફેદ વાઘ છે. કાંકરિયામાં એક બંગાળી વાઘ અને સફેદ વાઘણ છે.
૧૯મીએ અહીં લાવ્યા બાદ વાઘણને પંદર દિવસ માટે કોરન્ટીન કરવામાં આવશે. અમદાવાદ કાંકરિયા ખાતે મુલાકાતીઓ કોઈપણ પ્રાણીના ખાવાપીવાની જવાબદારી ઉઠાવી શકે, તેવી વ્યવસ્થા છે. આ વાઘણો માટે પણ આવી વ્યવસ્થા કરવામા આવશે, તેમ જાણવા મળ્યું છે.
ભલે પધાર્યાઃ કાંકરીયા ઝૂ સ્વાગત કરવા તૈયાર છે આ બે મહારાષ્ટ્રીયન મહેમાનોનું
RELATED ARTICLES