મુંબઈઃ કારચાલકે ટ્રાફિક પોલીસને દોઢ કિલોમીટર સુધી ઘસડીને લઈ ગયો હોવાની ઘટના વસઈમાં બની હતી અને આ ઘટનાને પગલે લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પ્રકરણે ટ્રાફિક પોલીસની ફરિયાદ બાદ માણિકપુર પોલીસે ગુનો નોંધીને કારચાલકની ધરપકડ કરી હતી. સાવેશ સિદ્દીકી એવું ધરપકડ કરાયેલા કારચાલકનુંનામ છે અને તેની સાથે ઘટના સમયે કારમાં હાજર મિત્રને પણ પોલીસે તાબામાં લીધો હતો. આ ઘટનાની વધુ તપાસ પોલીસ દ્વારા કરાઈ રહી છે.
આ બાબતે પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વસઈમાં એક કારચાલકે સિગ્નલ તોડ્યું હતું તેથી ટ્રાફિક પોલીસે તેને ઊભો રહેવાનું જણાવ્યું હતું. પરંતુ કારચાલકે કાર રોકવાને બદલે ટ્રાફિક પોલીસને અડફેટે લઈને તેને દોઢેક કિલોમીટર સુધી કાર સાથે ઘસડીને લઈ ગયો હતો. રવિવારે સાંજના સમયે વસઈના વસંત નગરી સિગ્નસ પાસે આ આઘાતજનક બનાવ બન્યો હતો.
ટ્રાફિલ પોલીસ સોમનાથ ચૌધરી રવિવારે સાંજે વસંત નગરી સિગ્નલ પાસે ફરજ બજાવી રહ્યા હતા અને એ વખતે એક કારે સિગ્નલ તોડ્યું હતું. સોમનાથે કારચાલકને કાર સાઈડમાં લેવાનું જણાવ્યું હતું પરંતુ ડ્રાઈવરે કાર બાજુમાં લેવાને બદલે સોમનાથને જ અડફેટે લીધા હતા. સોમનાથ સમયસૂચકતા વાપરીને કારના બોનેટ પર ચઢી ગયા હતા.
દરમિયાન આસપાસમાંથી પસાર થઈ રહેલાં વાહનચાલકોએ બોનેટ પર ટ્રાફિક પોલીસને જોઈને કારચાલકને કાર રોકવા જણાવ્યું હતું, જેના જવાબમાં કારચાલકે મરને દો સાલે કો એવું જણાવ્યું હતું. સોમનાથે ફરિયાદ નોંધાવ્યા બાદ ચાલક સાવેશ સિદ્ધિકી અને તેના મિત્ર પ્રિતમ ચવ્હાણની પોલીસે ધરપકડ કરી હતી અને તેમની સામે આઈપીસીની ધારા 353, 307,308 હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી સાવેશ 19 જ વર્ષનો છે અને તેની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ ન હોવાનું પોલીસે વધુમાં ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરુઆતમાં જ દિલ્હીમાં યુવતીને કાર સાથે 12-13 કિલોમીટર ઘસડી જવાની ઘટના બની હતી, જેમાં યુવતીનું મૃત્યુ થઈ ગયું હતું.
બોલો હવે કંજાવાલા કાંડ બન્યો મુંબઈમાં!
RELATED ARTICLES