વિવાદોની ક્વીન કંગના રનોટના ફેન્સ માટે એક ગુડ ન્યુઝ છે, કારણ કે તેમની ફેવરેટ સ્ટાર ટ્વીટર પર પાછી ફરી છે. કંગનાએ ટ્વીટ કરતાં લખ્યું હતું કે હેલો મિત્રો, પાછા આવીને સારું લાગી રહ્યું છે. એટલું જ નહીં પણ કંગનાએ પોતાના ટ્વીટની સાથે તેની આગામી ફિલ્મ ઈમર્જન્સીનો બિહાઈન્ડ ધ સીન વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. કંગનાએ અડધા કલાકની અંદર બે ટ્વીટ કર્યા હતા.
Hello everyone, it’s nice to be back here 🙂
— Kangana Ranaut (@KanganaTeam) January 24, 2023
દોઢ વર્ષ બાદ કંગનાએ ટ્વીટર પર કમબેક કર્યું છે. ટ્વીટમાં કંગનાએ ફિલ્મની રિલીઝ ડેટની એનાઉન્સમેન્ટ પણ કરી છે. કંગનાએ લખ્યું છે કે ઈમર્જન્સીનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને 20મી ઓક્ટોબર, 2023ના થિયેટરમાં તમારી સાથે મુલાકાત થશે. કંગનાના કમબેકના સમાચાર સાંભળીને તેના ફેન્સ ભલતાં જ ઘેલમાં આવી ગયા છે.
ટ્વીટ પર કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું હતું કે વેલકમ બેક કવીન… બીજા એક ફેને તેની આગામી ફિલ્મ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે કંગનાની આ ફિલ્મ અત્યાર સુધીની બેસ્ટ ફિલ્મ સાબિત થશે. ક્વીનને પણ કદાચ આ ફિલ્મ કમાણીના મામલામાં પાછળ મૂકી દે છે… કંગના તું ખરેખર ખૂબ જ સારું કામ કરી રહી છે જય હો…
And it’s a wrap !!!
Emergency filming completed successfully… see you in cinemas on 20th October 2023 …
20-10-2023 🚩 pic.twitter.com/L1s5m3W99G— Kangana Ranaut (@KanganaTeam) January 24, 2023
અત્રે ઉલ્લેખનીય છે કે 2021માં કંગના રનોટનું ટ્વીટર એકાઉન્ટ Jસસ્પેન્ડ થઈ ગયું હતું. વાત જાણે એમ છે કે એક્ટ્રેસ બંગાળ ઈલેક્શન વખતે થયેલા હિંસાચાર બાબતે વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. જેને કારણે તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. આ સિવાય કંગના પર એવો આક્ષેપ પણ મૂકવામાં આવ્યો હતો કે તે ટ્વીટરની પોલિસીઝ ખરાબ કરી રહી છે અને તેના દ્વારા કરવામાં આવી રહેલાં અપમાનજનક અને વિવાદાસ્પદ ટ્વીટને કારણે ટ્વીટરની પોલીસીને નુકસાન થઈ રહ્યું છે.