ખૂલવા જઈ રહી છે કંગનાની જેલ.

79

આ વખતે લોકઅપમાં હશે બે જેલર! ટીવીની આ ફેમસ વહુ બનશે વોર્ડન

વિશેષ -અમિત આચાર્ય

હાલમાં ‘લોકઅપ- ૨’ને લઈને એક જબરદસ્ત અપડેટ સામે આવ્યું છે. પહેલી સીઝનમાં જેલર બનીને કરણ કુન્દ્રાએ વોર્ડનની જગ્યા લીધી છે, જે પહેલી સીઝનમાં જેલર બન્યો હતો. આ શોમાં એક નહીં પરંતુ બે વોર્ડન જોવા મળશે. ખૂલવા જઈ રહી છે કંગનાની જેલ, આ વખતે લોકઅપમાં હશે બે જેલર! ટીવીની આ ફેમસ વહુ બનશે વોર્ડન. પોપ્યુલર શો રહી ચૂકેલ ‘લોકઅપ’ ફરી એકવાર ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે ‘લોકઅપ’ની પહેલી સીઝન એટલી સફળ રહી હતી કે નિર્માતાઓએ તેની બીજી સીઝન વિશે વિચાર્યું છે. આ સાથે જ કંગના રનૌતની જેલ ફરી એકવાર ખૂલવાની છે, પરંતુ આ વખતે શોના કેટલાક ફોર્મેટ બદલવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી આ વિશે કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નથી. રિપોર્ટ મુજબ આ વખતે શોમાં જેલરની જગ્યા વોર્ડને લઈ લીધી છે. હવે તમે વિચારતા હશો કે કરણ કુન્દ્રાની જગ્યાએ કોણ આવી રહ્યું છે? તો તે તમને જણાવી દઈએ.
આ સમયે ‘લોકઅપ-૨’ માટે જેલરના નામની ચર્ચાએ જોર પકડ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીવીની બે પોપ્યુલર વહુ પણ વોર્ડન તરીકે જોવા મળશે, પરંતુ આ વખતે પહેલાથી આ વાતને જ ક્ધફર્મ કરવામાં આવી હતી કે કરણ કુન્દ્રા જેલર તરીકે શોમાં નહીં હોય, પરંતુ તાજેતરના રિપોર્ટ મુજબ રૂબીના દિલૈક અને હિના ખાન કંગનાની જેલમાં વોર્ડન તરીકે જોવા મળશે. આ પહેલા શહનાઝ ગિલનું નામ પણ સામે આવી રહ્યું હતું, પરંતુ હવે તે ‘લોકઅપ- ૨’નો ભાગ નહીં હોય. રિપોર્ટ મુજબ અત્યાર સુધી માત્ર રૂબીના અને હિનાના નામ ક્ધફર્મ થયા છે. હવે બન્નેના નામ સામે આવ્યા પછી, શોને લઈને ફેન્સનું એક્સાઈટમેન્ટ વધી ગયું છે. આ બન્ને રિયાલિટી શો બિગબોસમાં જોવા મળી ચૂક્યા છે. હવે જોવાનું રસપ્રદ રહેશે કે આ બન્ને વહુ લોકઅપમાં વોર્ડનનો રોલ કેવી રીતે નિભાવે છે.
હવે અત્યાચારી જેલની રમતમાં જે નવો ટ્વિસ્ટ આવ્યો છે તે હિના ખાન અને રૂબીના દિલૈકની એન્ટ્રી છે. આ બન્નેએ શોમાં કરણ કુન્દ્રાનું સ્થાન લીધું છે અને કેદીઓનો ક્લાસ લેવા માટે વોર્ડન તરીકે આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!