જયારે પાપ વધી જાય છે ત્યારે સર્વનાશ નિશ્ચિત છે- કંગના રણોટનો ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ

ફિલ્મી ફંડા

મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યપ્રધાન પદ છોડી દીધુ છે. એક તરફ ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાને બચાવવાની કવાયત હાથ ધરી છે, બીજી બાજુ દેવેન્દ્ર ફડણવીસ આગળની રણનીતિ ઘડવામાં લાગી ગયા છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે કંગના રણોટે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો જાહેર કરીને ઉદ્ધવ ઠાકરે અને તેની સરકાર પર નિશાનો સાધ્યો છે. કંગના રણોટે એક મિનિટના વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે કે જયારે પાપ વધે છે ત્યારે સર્વનાશ થાય છે અને તે પછી સર્જન થાય છે. વીડિયોમાં કંગના કહે છે કે જે લોકો સત્તાના ઘમંડમાં આવીને જનતાનો વિશ્વાસ તોડે છે તેમનો ઘમંડ તૂટવો નિશ્ચિત છે. કંગના એમ પણ કહે છે કે હનુમાનજીને શિવના 12મા અવતાર માનવામાં આવે છે અને શિવસેના જ હનુમાન ચાલીસા પર પ્રતિબંધ મૂકી દે ત્યારે તેમને શિવ પણ ન બચાવી શકે. હર હર મહાદેવ, જય હિન્દ, જય મહારાષ્ટ્ર. કંગના રણોટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.