Homeટોપ ન્યૂઝકંગના ફરી ત્રાટકીઃ હવે નિશાના પર આવી બચ્ચન-ટાઈગરને ચમકાવતી ફિલ્મ ગણપથ

કંગના ફરી ત્રાટકીઃ હવે નિશાના પર આવી બચ્ચન-ટાઈગરને ચમકાવતી ફિલ્મ ગણપથ

કંગના રનૌત શાંત બેસે તો બોલીવૂડમાં શાંતિ છવાઈ ગયેલી લાગે, પણ તે જો બોલે તો સમજવાનું કે તોફાન આવી રહ્યું છે. કંગના આમ તો ફિલ્મ સિવાયના વિષયો પર પણ વાત કરી તોફાન લાવી શકે છે, પરંતુ તાજેતરમાં તેણે ફિલ્મની રીલિઝને લઈને ટ્વીટ કરી સીધા અમિતાભ બચ્ચન, ટાઈગર શ્રોફ અને ભુષણ કુમારને ટાર્ગેટ કર્યા છે. વાત એમ છે કે કંગનાએ તેની મહત્વાકાંક્ષી ફિલ્મ ઈમરજન્સીની રીલિઝ ડેટ 20 ઓક્ટોબર જાહેર કરી હતી. જ્યારે હવે ભુષણ કુમારની ગણપનીથ ડેટ પણ આ જ જાહેર થઈ છે. આથી કંગનાએ સીધું હાથમાં ટ્વીટર નામનું હથિયાર લીધું ને ટ્વીટ કરી રણશીંગુ ફૂક્યું છે.
કંગના રનૌતે ટ્વીટ કર્યુ હતું કે ‘જ્યારે હું મારી ફિલ્મ ઈમરજન્સીની રિલીઝ ડેટ શોધી રહી હતી ત્યારે મેં જોયું કે આ વર્ષનું કેલેન્ડર લગભગ ફ્રી છે. કદાચ આનું કારણ એ છે કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બનેલી ફિલ્મો સારી નથી ચાલી રહી. મારી પોસ્ટ પ્રોડક્શન ટાઇમલાઇન અનુસાર મેં 20 ઓક્ટોબરની તારીખ પસંદ કરી હતી. આના એક સપ્તાહની અંદર ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારે 20 ઓક્ટોબરે તેમની ફિલ્મ રિલીઝ કરવાની જાહેરાત કરી દીધી.’
કંગનાએ આગળ કહ્યું, ‘આખો ઓક્ટોબર ફ્રી છે. નવેમ્બર અને ડિસેમ્બર પણ ફ્રી છે. સપ્ટેમ્બર પણ ફ્રી છે. પરંતુ આજે અમિતાભ બચ્ચન અને ટાઇગર શ્રોફે તેમના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની રિલીઝ ડેટ 20 ઓક્ટોબર કરી છે. હાહા, લાગી રહ્યું છે પેનિક મીટિંગ્સ થઈ રહી છે. બોલિવૂડ માફિયા ગેંગમાં. પોતાના છેલ્લા ટ્વીટમાં કંગનાએ લખ્યું, ‘હવે હું ઈમરજન્સીની રિલીઝ ડેટ તેની રિલીઝના એક મહિના પહેલા જાહેર કરીશ, તે પણ ટ્રેલરની સાથે. જ્યારે આખું વર્ષ ફ્રી છે તો ક્લેશની શું જરૂર છે ભાઇ? આ ઈન્ડસ્ટ્રીની હાલત આટલી ખરાબ છે, શું ખાઓ છો તમે બધા, આટલા આત્મ વિનાશકારી કેવી રીતે છો?’


વિકાસ બહલ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ગણપથ‘નું ટીઝર બુધવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. ટાઈગર શ્રોફે બુધવારે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું ટીઝર શેર કરતા જાહેરાત કરી હતી કે ફિલ્મ દશેરા 2023ના અવસર પર 20 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં ટાઇગર કૃતિ સેનન સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ એક્શન ડ્રામા કરતા જોવા મળશે.
આ ફિલ્મનું ટીઝર રિલીઝ થતાની સાથે જ કંગના રનૌતે પોતાનો રોષ ટ્વીટર પર ઠાલવ્યો હતો. ફિલ્મ ઈમરજન્સીમાં કંગના રનૌત અભિનય ઉપરાંત ફિલ્મનું ડાયરેક્શન પણ કરી રહી છે, તેણે ફિલ્મ લખી પણ છે. આ ફિલ્મમાં કંગના રનૌત સ્વર્ગસ્થ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહી છે.
ફિલ્મ રીલિઝ થશે ત્યારે શું થશે તે ખબર નહીં, પણ હાલમાં તો કટોકટી જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular