Homeટોપ ન્યૂઝશ્રદ્ધા મર્ડર કેસ પર કમાલ આર ખાને આપી આકરી પ્રતિક્રિયા

શ્રદ્ધા મર્ડર કેસ પર કમાલ આર ખાને આપી આકરી પ્રતિક્રિયા

શ્રદ્ધા વોકરની ઘાતકી હત્યાના સમાચારે સૌને આઘાતમાં મૂકી દીધા છે. આ કેસમાં લોકો આરોપી આફતાબ અમીન પૂનાવાલાને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે. સામાન્ય માણસથી લઈને સેલેબ્સ પણ સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધા માટે ન્યાયની માંગ કરી રહ્યા છે હવે ફિલ્મ ક્રિટિક અને એનાલિસ્ટ કમાલ આર ખાને પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. એમણે સાઉદી અરેબિયામાં આપવામાં આવેલી સજાનો ઉલ્લેખ કર્યો છે.
શ્રદ્ધા વોકરની હત્યા પર પ્રતિક્રિયા આપતા, કેઆરકેએ તેના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું, “સાઉદી અરેબિયામાં આફતાબ અમીન પૂનાવાલા જેવા ગુનેગારોની સજા એ છે કે તેમને રસ્તાની વચ્ચે ઊભા રાખવામાં આવે છે અને લોકો ત્યાં સુધી એના પર પથ્થરમારો કરે છે જ્યાં સુધી તે મરી ન જાય, તેથી ત્યાં લોકો આવા કામ કરતા અચકાય છે.” યુઝર્સ પણ KRKના આ ટ્વીટ પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. ઘણા તેની સાથે સહમત જણાય છે અને ઘણા કહે છે કે સાઉદી અરેબિયામાં શરિયા કાયદો છે, જ્યારે ભારત ધર્મનિરપેક્ષ દેશ છે, તેથી જ આપણા દેશમાં આવી ઘટનાઓ નોંધાય છે.

“>

RELATED ARTICLES

Most Popular