એક કેસમાંથી છુટકારો મળ્યો નથી ત્યાં બીજો કેસ થયો, KRKની મુશ્કેલીઓ વધી

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

બોલીવૂડ એક્ટર અને ફિલ્મ ક્રિટિક KRK (કમાલ રાશિદ ખાન)નની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. મળતી માહિતી અનુસાર વર્ષ 2019માં યૌન શોષણના કેસમાં મુંબઈની વાર્સોવા પોલીસે KRKની ધરપકડ કરી છે. નોંધનીય છે કે કમાલ ખાન 2020માં ઋષિ કપૂર અને ઈરફાન ખાન માટે કરેલી વિવાદિત પોસ્ટને કારણે પહેલેથી જ જેલમાં બંધ છે.
પોલીસે આપેલી માહિતી અનુસાર 27 વર્ષીય એક મહિલાએ KRK વિરુદ્ધ ફરિયાદ હતી. 2017માં તે એક્ટિંગ માટે મુંબઈ આવી હતી. KRKને તે હાઉસ પાર્ટીમાં મળી હતી. અહીંયા KRKએ પોતાને ફિલ્મ પ્રોડ્યૂસર કહ્યો અને બંનેએ એકબીજાને ફોન નંબર લીધા હતા. FIR પ્રમાણે, KRKએ પીડિતાને એક ફિલ્મ ‘કેપ્ટન નવાબ’માં લીડ રોલ આપવાનું વચન આપ્યું હતું. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી હોવાનું વાત કહી હતી. 2019માં કમાલ ખાને બર્થડે સેલિબ્રેશન માટે મુંબઈના ચાર બંગલા સ્થિત ઘર પર પીડિતાને બોલાવી હતી, પરંતુ તે ગઈ નહોતી. બે-ત્રણ દિવસ બાદ જ્યારે પીડિતા કમાલ ખાનના ઘરે ગઈ તો તે પીડિતાને બેડરૂમમાં લઈ ગયો હતો અને દારૂની ઑફર કરી હતી. પીડિતાએ ના પાડી તો ઓરેન્જ જ્યૂસ ઑફર કર્યો હતો. જ્યૂસ પીધા બાદ પીડિતાને ઊંઘ આવવા લાગી હતી. ત્યારબાદ KRKએ પીડિતા સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. મુંબઈ પોલીસે હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.