બોલીવૂડના જાણીતા કપલ પૈકી અભિનેતા અજય દેવગન અને કાજોલ દેવગનનું નામ મોખરે લેવાય છે, પરંતુ તેની દીકરીના બોલ્ડ અવતારને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. રવિવારે સવારના કાજોલ અને દીકરી ન્યાસા સિદ્ધિ વિનાયક મંદિરે ગણપતિ બાપ્પાના દર્શન કરવા પહોંચ્યા ત્યારે લોકોની ટીકાનો ભોગ બનવું પડ્યું હતું, જેમાં એક યૂઝર્સે રોકડું પરખાવ્યું હતું કે ‘પાર્ટી પછી મંદિરે દર્શન કરવા પહોંચી’ છે.
સિદ્ધિ વિનાયક મંદિરના દર્શને પહોંચેલી કાજોલે પ્રિન્ટેડ કુર્તા અને વ્હાઈટ પાયાજોમા પહેર્યો હતો, જ્યારે ન્યાસા વ્હાઈટ સલવારમાં હતી. બંનેના વાળ ખુલ્લા અને ચહેરા પર ખુશી જોવા મળતી હતી, જેમાં કાજોલે ચશ્મા પહેર્યા હતા. મંદિરે પહોંચેલા મા-દીકરીના ફોટોગ્રાફ અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયા હતા. વ્હાઈટ ડ્રેસમાં સજ્જ ન્યાસાની સોશિયલ મીડિયા પર લોકોએ તેની નેગેટિવ ટીકા-ટિપ્પણી કરી હતી. નેટિઝન્સે નેગેટિવ કમેન્ટ કરતા લખ્યું હતું ‘ન્યાસા નહીં નશા’, જ્યારે બીજા લોકોએ લખ્યું હતું કે ‘પૂ બની પાર્વતી કા પૂરા ફિલ આ રહા હૈ.’
Kajol and daughter Nysa Devgan Seek Blessings At Siddhivinayak Temple#DNPINDIA #NysaDevgan #KajolDevgan #SiddhivinayakTemple #BollywoodNews pic.twitter.com/jmWdgbbzl9
— DNP ENTERTAINMENT (@dnpentertain) January 8, 2023
અન્ય યૂઝર્સે લખ્યું હતું કે ‘ગાંજો ફૂંક્યા પછી મંદિર.’ સોશિયલ મીડિયા પર ટોલ કરતાં લોકોએ લખ્યું હતું કે ‘વ્હાઈટ ડ્રેસમાં શા માટે?’ ત્રીજા યુઝર્સે તેના ચહેરાને જોઈ લખ્યું હતું કે ‘તેને પૂરા કપડાં પહેરવાનું પસંદ નથી.’ ચોથાએ લખ્યું હતું કે ‘તેને બળજબરીપૂર્વક લઈ આવ્યા છે મંદિર, ચહેરો તો જુઓ!’
અન્ય એક યૂઝર્સે લખ્યું હતું કે ‘બેડ પબ્લિસિટી પછી હવે સારા બનવાના પ્રયાસ કરે છે.’
દુબઈના બોલ્ડ અવતારને જોયા પછી પણ લોકોએ ન્યાસાને લોકોએ બહુ ટ્રોલ કરી હતી. તાજેતરમાં ન્યાસાએ સેક્સી અને રિવલિંગ ડ્રેસ પહેરીને નવા વર્ષની ઉજવણી કરતી જોવા મળી હતી, ત્યાર બાદ બાપ્પાના દર્શને વ્હાઈટ ડ્રેસમાં જોવા મળ્યા પછી લોકોએ તેની જોરદાર ટિપ્પણી કરી હતી.