બોલીવૂડની બ્લેક બ્યુટીની વાત કરીએ તો કાજોલનું નામ ચોક્કસ જ તેમાં સામેલ કરવું પડે. પોતાની સુંદરતાની સાથે સાથે જ કાજોલ પોતાના અભિનયથી લાખો દિલોની ધડકન બની ચૂકી છે. હાલમાં આ અભિનેત્રી ચર્ચામાં આવી છે તેન દીકરી ન્યાસાને કારણે. ન્યાસા સોશિયલ મીડિયા પર ખાસી એક્ટિવ છે અને તે અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટો અને પોસ્ટ નાખતી જ હોય છે.
બીજી બાજુ લોકોના ન્યાસાના આ ગજબના ટ્રાન્સફોર્મેશન વિશે સોશિયલ મીડિયા પર જાત જાતની ચર્ચા કરી રહ્યા છે ત્યારે માતા દીકરીના બચાવમાં આવી છે. કાજોલે દીકરી ન્યાસાની લોકપ્રિયતા અને ટ્રાન્સફોર્મેશન વિશે ખૂલીને વાત કરી છે.
કાજોલ અને સુપરસ્ટાર અજય દેવગનની પુત્રી ન્યાસા દેવગનની લેટેસ્ટ તસવીરો ઘણીવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે, જેમાં ન્યાસા ક્યારેક તેના મિત્રોની પાર્ટીઓ અને આઉટિંગ કરતી હોય છે. આ ફોટા અને વીડિયોને લઈને નેટીઝન્સ ન્યાસા દેવગન વિશે સતત ગપસપ થતી જ હોય છે.
દરમિયાન, એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કાજોલને સવાલ પૂછવામાં આવ્યો છે- ‘ન્યાસાની લોકપ્રિયતા વિશે તમને કેવું લાગે છે?’ આ સવાલના જવાબમાં કાજોલે કહ્યું હતું કે ‘મને તેના પર ગર્વ છે અને મને એ વાત સૌથી વધુ ગમે છે કે તે જ્યાં પણ જાય છે ત્યાં તે પોતાની જાતને એકદમ ગ્રેસફૂલી હેન્ડલ કરે છે. હું એટલું જ કહી શકું છું કે તે હજી 19 વર્ષની જ છે અને મજા કરી રહી છે. જે કરવાનો તેને સંપૂર્ણ અધિકાર છે. ન્યાસા જે પણ કરવા માંગે છે તેના માટે હું તેને હંમેશા સપોર્ટ કરીશ.
ન્યાસાની વાત કરીએ તો હાલમાં તે પોતાના લુકથી બધાનું ધ્યાન ખેંચી રહી છે. ન્યાસાનું લાઈમલાઈટનો હિસ્સો બનવું ક્યાંકને ક્યાંક એ તરફ ઈશારો કરે છે કે અજય દેવગણ અને કાજોલની આ લાડલી ટૂંક સમયમાં જ બોલીવુડમાં ડેબ્યુ કરશે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેની છબિ ઊભી કરી શકે છે.