હિન્દી સિનેમાના જાણીતા ગાયક કૈલાશ ખેર પર કર્ણાટકમાં એક મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન હુમલો થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાતે કૈલાશ ખેર કર્ણાટકના હમ્પીમાં એક મ્યુઝિક કોન્સર્ટમાં હાજર થયા હતા. આ દરમિયાન ભીડમાં હાજર એક શખ્સે કૈલાશ ખેર પર બોટલ ફેંકીને હુમલો કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
અહેવાલો અનુસાર, કૈલાશ ખેર હમ્પી ફેસ્ટીવલ ધ્યાનમાં આયોજિત મ્યુઝિક કોન્સર્ટ માટે કર્ણાટક પહોંચ્યા હતા. કોન્સર્ટ દરમિયાન કૈલાશ ખેરને સ્થળ પર હાજર લોકો તરફથી ખરાબ પ્રતિસાદ મળ્યો હતો. ભીડમાં હાજર 2 લોકોએ તેમની પાસે કન્નડ ગીત ગાવાની માંગણી શરૂ કરી, ત્યાર બાદ મામલો ગરમાયો હતો. આ પછી બંને શખ્સો ઉગ્ર બની ગયા અને કૈલાશ ખેર પર બોલોટ ફેંકીને તેમના પર હુમલો કર્યો. ઘટનાસ્થળે હાજર પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને હુમલાખોરને ઓળખીને તેની ધરપકડ કરી હતી.
જો કે આ હુમલામાં કેટલા કૈલાશ ખેર ઘાયલ થયા છે તેની માહિતી હજુ સામે આવી નથી.