ભારતીય સિનેમા જગતને શુક્રવારે વધુ એક ખરાબ સમાચાર મળ્યા છે. દક્ષિણ ભારતના સિનેમાજગતના પીઢ અભિનેતા કૈકલા સત્યનારાયણનું તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેમની 87 વર્ષની ઉંમર હતી અને છેલ્લા કેટલાક મહિનાથી આરોગ્ય સંબંધિત અનેક બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. સત્યનારાયણના નિધનના સમાચાર મળતાં સમગ્ર સિનેમા ઉદ્યોગ શોકમાં ડૂબી ગયો હતો.
મળતા અહેવાલ મુજબ અભિનેતાના અંતિમસંસ્કાર મહાપ્રસ્થાનમ ખાતે થશે.વામશી અને શેખરે ટ્વિટર હેન્ડલ દ્વારા અભિનેતા કૈકલા સત્યનારાયણના અવસાનની માહિતી આપી છે. ‘પીઢ અભિનેતા કૈકલા સત્યનારાયણ ગારુનું નિધન થયું છે. તેમના આત્માને ભગવાન શાંતિ આપે. કૈકલા સત્યનારાયણે શુક્રવારે સવારે હૈદરાબાદના ફિલ્મનગર સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. વર્ષ 1960માં તેમણે નાગેશ્વરમ્મા સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે પુત્રી અને બે પુત્ર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના નિધન અંગે દુઃખ વ્યક્ત કરીને ટ્વીટર પર શ્રદ્ધાંજલિ આપી હતી. સત્યનારાયણજીના અવસાનથી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે મોટો ફટકો છે.
Pained by the passing away of noted film personality Shri Kaikala Satyanarayana Garu. He was popular across generations for his remarkable acting skills and diverse roles. My thoughts are with his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) December 23, 2022
ફેન્સ અને સેલિબ્રિટીઝે સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
કૈકલા સત્યનારાયણને તેલુગુ સિનેમાના સૌથી સફળ અભિનેતા પૈકીના એક શ્રેષ્ઠ અભિનેતા હતા. તેમણે 750થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. તેમણે મહેશ બાબુ સાથે એનટીઆર અને યશ ફિલ્મમાં પણ કામ કર્યું છે. તેઓ અભિનેતા હોવાની સાથે સાથે ફિલ્મ નિર્માતા પણ હતા.