ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી
જો દેખેગા રોતે મુઝે, તુમ કો હસતે,
મેરી બાત છોડો, તુમ્હેં ક્યા કહેગા?
ઝમાને સે નાઝ અપને ઉઠવાનેવાલે,
મોહબ્બત કા બોઝ આપ ઉઠાના પડેગા.
છીના થા છલકતા હુવા જામ, ઉસને ઝટક કર,
કયા મુફ્ત કા ધબ્બા મેરે દામન મેં લગા હૈ.
ગુમ નીંદ કી આગોશ મેં હોને નહીં દેતા,
રાતોં કા તસવ્વુર તેરા સોને નહીં દેતા.
– આરઝૂ લખનવી
દિલ્હી, હૈદરાબાદ, રામપુરા, ઔરંગાબાદના પ્રતિષ્ઠિત શાયરોમાં લખનોની ગઝલ સ્કૂલના શાયર આરઝૂનું નામ વિવેકપૂર્વક લેવામાં આવે છે. આ ઉમદા શાયરે લખનઊની શાયરીના કાલ્પનિક-દંભી રંગનો બહિષ્કાર કર્યો હતો. તેમણે કિશોરાવસ્થામાં લેખનનો આરંભ કરી
દીધો હતો. તેમનામાં કુદરતી પ્રતિભા
અને કોઠાસૂઝ જોઈને વિદ્વાનોએ ભવિષ્યવાણી કરી હતી કે આરઝૂનું નામ તેમના સમકાલીન શાયરોમાં શ્રેષ્ઠ ગણવામાં આવશે.
તેમનું મૂળ નામ સૈયદ અનવરહુસૈન હતું. તેમના પૂર્વજો ઔરંગઝેબના શાસન કાળમાં અફઘાનિસ્તાનના હિરાત નામના ગામથી હિન્દુસ્તાન આવી અજમેરમાં રહ્યા હતા. ઈ.સ. ૧૮૫૭ના વિપ્લવ પહેલાં તેમના પરિવારે અજમેરથી લખનઊ સ્થળાંતર કર્યું હતું.
આરઝૂનો જન્મ લખનઊમાં ૧૮ ફેબ્રુઆરી ૧૮૭૨ના દિવસે થયો હતો. તેમણે માત્ર પાંચ વર્ષની વયે અરબી-ફારસીનું શિક્ષણ લેવાનો આરંભ કર્યો હતો.
આરઝૂના પિતા મીર ઝાકિર હુસૈન ‘યાસ’ અને મોટા ભાઈ યુસુફ હુસૈન ‘કયાસ’ ઊંચા દરજ્જાના શાયરો હતા. ઘરના સાહિત્યિક માહૌલના રંગથી ‘આરઝૂ’ રંગાઈ ગયા હતા. તેઓ ખાનગીમાં શાયરી રચવા લાગ્યા હતા. એક દિવસ તેમના પિતાએ તેમના એક શિષ્યની ગઝલ ‘કયાસ’ને સુધારવા આપી ત્યારે આરઝૂ ત્યાં હાજર હતા. આરઝૂએ તે ગઝલમાં કેટલાંક સુધારા સૂચવ્યા. તે રચના ‘કયાસે’ તેમના પિતાજી ‘યાસ’ને આપતા જણાવ્યું કે તે ગઝલ આરઝૂએ મઠારી આપી છે. આ હકીકતનો ખયાલ આવતા તેમના પિતા આરઝૂએ ગુરુ શાયર ‘જલાલ’ સાહેબ પાસે શાયરીના પાઠ ભણવા લઈ ગયા. તે વખતે આરઝૂની વય માત્ર ૧૩ વર્ષની હતી.
આરઝૂએ ગઝલો ઉપરાંત નઝમ, કસીદા, મરશિયા, રૂબાઈ અને મસનવીનું સર્જન કર્યું છે. તેમની દરેક રચનામાં ઓતપ્રોત થયેલું કોમળતા અને કરુણતાનું તત્ત્વ તેમને ઉચ્ચ કક્ષાના શાયર ઠેરવે છે. ‘ફુગાને આરઝૂ’, ‘જહાને આરઝૂ’, ‘બયાને આરઝૂ’ અને ‘સૂરીલી બાંસુરી’માં સરળ ભાવ અને ભાષા ધરાવતાં તેમનાં કાવ્યો માણવા મળે છે.
ઉર્દૂ ભાષાના વિદ્વાન અને મમર્ર્જ્ઞ ‘આરઝૂ’એ ‘નિઝામે ઉર્દૂ’ નામનું વ્યાકરણનું પુસ્તક ૨૦ વર્ષની મહેનતને અંતે તૈયાર કર્યું હતું. તેમણે લખેલાં નાટકોમાં ‘મતવાલી જોગન’, ‘દિલજલી બૈરાગન’ અને ‘શરારે હુસ્ન’ને જબરી લોકચાહના મળી હતી. ૧૯૫૧ની સાલમાં તેમનું અવસાન થયું હતું.
તેમના કેટલાક વીણેલા શે’રનું રસદર્શન કરીએ:
* આશિકીને મત પલટ દી, હુસ્નને ખોયે હવાસ,
ઉસને જિતની દુશ્મની કી ઔર પ્યારા હો ગયા.
આશિકીએ અભિપ્રાય બદલી નાખ્યો અને સૌંદર્યએ ઈન્દ્રિયો પરનો કાબૂ ગુમાવ્યો, ભાન પણ ગુમાવ્યું. છતાં એમણે જેટલી દુશ્મનાવટ કરી તેટલો (તેમના પર) પ્રેમ વધતો ગયો.
* બાત અપની હી નહીં થી, દો દિલોં કા રાઝ થા;
દોશ્ક મેં સૌ બાર નાલા આ કે લબ તક રહ ગયા.
મારો પોતાનો પ્રશ્ર્ન હોત તો તે જુદી બાબત હતી. પણ આ તો બે હૃદયનું રહસ્ય હતું. તેથી તો પ્રેમ વિશેની વાત હોઠ સુધી આવતા જ મેં તેને રોકી લીધી.
* ઝાહિદ! વોહ ઉન આંખોં કી ટપકતી હુઈ મસ્તી,
પત્થર મેં ગડા ડાલ કે પૈમાના બના દે.
અરે ઓ તપસ્વી! (તારી) આંખોમાંથી મસ્તી ટપકી રહી છે. તે પથ્થરમાં ખાડો કરીને તેની જ પ્યાલી બનાવી નાખે એવું મને લાગે છે.
* આંખ જિસ દિન સે લગી હૈ, આંખ લગના જુર્મ હૈ;
ઉસ કી વૈસી હી સઝા ભી હોગી, જૈસા જુર્મ હૈ.
તેના (પ્રિયતમા) પર જ્યારથી મારી આંખ ચોંટી ગઈ છે ત્યારથી આંખ લાગવી તે ગુનો બની ગયો છે. (હવે તો હું એવું વિચારું છું કે) જેવા મારા પાપ હોય એવી એની સજા પણ હોય. હવે એની આંખ લાગી જાય તો કેવું સારું!
* જિસને ઉડા દી રાતોં કી નીંદ ઔર દિન કા ચૈન;
જિસ સે ન ફિર ભી ‘આરઝૂ’ ઉસ કી લલક ગઈ.
જેણે રાતોની ઊંઘ હરામ કરી અને દિવસની શાંતિ છીનવી લીધી તે પછી પણ એની લાલસા જરાયે ઓછી થઈ નહીં.
જો દર્દ મિટતે-મિટતે ભી મુઝ કો મિટા ગયા,
ક્યા ઉસ કા પૂછના કિ કહાં થા, કહાં ન થા.
જે વેદના જતા જતા મારા પર ઘા કરતી ગઈ તે વેદના ક્યાં હતી ને ક્યાં ન હતી! આવી વાત પૂછવાથી હવે મને શો ફાયદો થવાનો છે! (તેને તો ભૂલી જવી સારી!)
* થાહ મેં ઝિક્રે-વફા પર આહ કરના ક્યા જરૂર?
સાદગી દેખી કિ દિલ કા રાઝ ખુદ અફશા કિયા!
તળિયે પહોંચીને પ્રતિજ્ઞા પાલન પર શોક કરવાની કોઈ જરૂર ખરી? (અમોએ તો) સાદગી જોઈને જ હૃદયના રહસ્યને જાતે જ ખુલ્લું કરી દીધું.
* દફઅતન તર્કે-મોહબ્બત મેં ભી રુસ્વાઈ હૈ;
ઉલઝે દામન કો છુડાતે નહીં ઝટકા દે કર.
પ્રેમનો ત્યાગ અચાનક જ કરાય તો તેમાં બદનામી મળતી હોય છે. કાંટામાં ફસાયેલા પાલવને ઝટકો દઈને કાઢી શકાય નહીં. તેમ કરવાથી પાલવ ફાટી જતો હોય છે. આવી બાબતમાં તો કળથી કામ લેવું જોઈએ.
* દિલ કી કશિશ કો અબ ભી, ગુલશન સે હૈ તઅલ્લુક;
કુછ પત્તિયા કફસ તક ઉડ ઉડ કે આ રહી હૈ.
(ગમે તે સ્થિતિમાં પણ) હૃદય અને બગીચા વચ્ચેનો સંબંધ અતૂટ રહ્યો છે. થોડાંક પાંદડાં ઊડી ઊડીને પિંજરા તરફ આવી રહ્યાં છે તે તેની સાબિતી છે.
* ઐ ‘આરઝૂ’! ઈસ બાગ મેં ફૂલોં કે કફસ સે,
બેહતર હમેં અપના વોહ નશેમન કિ હૈ ખસ કા.
ઓ ‘આરઝૂ’! મેં મારો માળો ઘાસતરણાંથી બનાવ્યો છે. બગીચાનાં ફૂલોનાં પિંજરા કરતાં તે મને વધારે પ્રેમાળ લાગે છે.
* જા ગર્દ મેં મોતી, કહીં હૈ ગર્દ મોતી મેં,
તેરી રાહોં કો ઐ તકદીર! હમને ખૂબ છાના હૈ.
ક્યાંક મોતી ધૂળમાં સંતાયેલું હોય છે તો ક્યાંક વળી મોતી પર ધૂળ છવાયેલી હોય છે. એ નસીબ, તારી આ રીતભાતને મેં બરાબર સમજી લીધી છે.
* કુછ તંગયિ-ઝિન્દાં સે દિલ તંગ નહીં વેહશી,
ફિરતા હૈ નિગાહોં મેં, વીરાના-હી-વીરાના.
જેલની સાંકડી જગ્યાને લીધે તારું દિલ સાંકડું નથી થઈ ગયું. પણ ખરી વાત એ છે કે તારી નજરોમાં તને બધે વીરાની (નિર્જનતા) દેખાઈ રહી છે.
* ઉલ્ફત ભી અજબ શય હૈ, જો દર્દ વહી દરમાં;
પાની પે નહીં ગિરતા, જલતા હુવા પરવાના.
એ જ વેદના અને એ જ સારવાર. આ પ્રેમ અજબ વસ્તુ છે. પરવાનો બળી મરે છતાં તેને આપણે કદી પણ પાણી પર પડતો જોવા મળતો નથી. (આશિક-માશૂકાનું આવું જ હોય છે.)
* આઝારે-જુદાઈ સે વાકિફ ન થા દિલ પહલે;
જબ તલ્ખ હુવા જીના, ઉલ્ફત કા મઝા જાના.
પહેલાં તો (મારું) દિલ વિયોગની બીમારી વિશે કશું જાણતું ન્હોતું. પણ જ્યારે જીવતર કડવું ઝેર થઈ ગયું ત્યારે જ પ્રેમનો આનંદ કેવો હોય છે તેની મને ખબર પડી.
* ગુબાર ઉઠતા હૈ યે કહતા હુઆ ગોરે-ગરીબાં સે,
‘જહાં મેં એક દિન સબ કા યહી અંજામ હોતા હૈ.
ગરીબોની કબર પર ઉડતી ધૂળ સૂચવે છે કે છેવટે તો એક દિવસ બધાનો અંત આવો જ થવાનો છે. (તેમાં કોઈ મીનમેખ નથી.)
* ઉઠ ખડા હો તો બગૂલા હૈ, ન બૈઠે તો ગુબાર;
ખાક હો કર ભી વહી શાન હૈ, દીવાને કી.
તે ધૂળ ભેગો થઈ ગયો છતાં તે પાગલની શાન જોવા જેવી છે. તે ભલે ભોંય પર પડ્યો, પણ જો તે ઊભો થઈ જાય તો તે વાઝડી જેવો થઈ જાય છે. ઉ