Homeફિલ્મી ફંડાકચ્ચા બાદામ ગીત પર ઠાકરેના આ ઠુમકા ના જોયા હોય તો જોઈ...

કચ્ચા બાદામ ગીત પર ઠાકરેના આ ઠુમકા ના જોયા હોય તો જોઈ લો…

હેડિંગ વાંચીને તમે ચોક્કસ જ ચમકી ગયા હશો કે મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ આટલો તંગ તંગ છે અને તેમ છતાં ઠાકરે શનિવાર રાતે પાર્ટી કરી રહ્યા છે તો ભાઈસાબ અહીંયા જરા સરખી સરનેમને કારણે લોચા પડ્યા છે. અહીં નેતા ઠાકરે નહીં પણ અભિનેતા ઠાકરેની વાત થઈ રહી છે.

જી હા, ‘બિગ બોસ 16’ના રનર અપ શિવ ઠાકરેએ શનિવારે રાતે રાત્રે એટલે કે 18 માર્ચ, 2023ના રોજ તેના મિત્રો માટે એક પાર્ટી રાખી હતી. બાંદ્રાના અંગ્રેજી ઢાબા ખાતે યોજાયેલી આ પાર્ટીમાં અનેક ટીવી સ્ટાર્સે હાજરી આપી હતી. ‘બિગ બોસ’ની ટીમમાંથી તેના મિત્રો પણ શિવની સાથે આ પાર્ટીમાં જોડાયા હતા. એમસી સ્ટેન અને નિમૃત કૌર અહલુવાલિયા સિવાયના અન્ય મિત્રો પણ શિવની પાર્ટીમાં જોવા મળ્યા હતા.
શિવ ઠાકરેની આ પાર્ટીમાં સાજીદ ખાન, અબ્દુ રોજિક, સુમ્બુલ તૌકીર ખાન, ‘બિગ બોસ બુલેટિન’ના હોસ્ટ શેખર સુમન, સૌંદર્યા શર્મા ઉપરાંત ‘કચ્ચા બદમ ગર્લ’ તરીકે જાણીતા અંજલિ અરોરા, મુન્નવર ફારુકી સહિતના અનેક સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો.

હાલમાં શિવ ઠાકરેની પાર્ટીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. આવા જ એક વાઈરલ વીડિયોમાં શિવને બ્લેક આઉટફિટમાં ગ્લેમરસ દેખાતી અંજલિ અરોરા સાથે ડાન્સ કરતા જોઈ શકાય છે. તેની સાથે સૌંદર્યા શર્મા પણ જોવા મળી રહી છે, જે બ્લેક મિડીમાં અદભૂત લાગી રહી છે. અન્ય વીડિયોમાં શિવ ઠાકરે, શેખર સુમન અને સુમ્બુલ તૌકીર સાથે ડાન્સ કરતા જોવા મળે છે. અન્ય વીડિયોમાં શિવને અબ્દુ રોજિક સાથે ડાન્સ કરતા પણ જોઈ શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે ‘આઈકોનિક ગોલ્ડ એવોર્ડ્સ 2023’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં શિવે સૌથી લોકપ્રિય વ્યક્તિ તરીકે એવોર્ડ જીત્યો હતો અને આ એવોર્ડ સમારોહ પછી જ શિવે પોતાના ખાસ લોકો સાથે પાર્ટી કરી હતી અને ઠુમકા લગાવતો જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular