જસ્ટિસ ઉદય ઉમેશ લલિત બન્યા ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ, જાણો એમના જીવન અને કાર્ય વિષે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Delhi: આજે ન્યાયમુર્તિ ઉદય ઉમેશ લલિતે(U.U. Lalit) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ(Draupadi Murmu) રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં જસ્ટિસ લલિતને શપથ લેવડાવ્યા(Oath taking) હતા. આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર(Jaideep Dhankhad), વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) અને અનેક કેન્દ્રીય પ્રધાનોએ હાજરી આપી હતી. ગઈકાલે જ સેવા નિવૃત થયેલા ચીફ જસ્ટિસ એન.વી.રમના(N.V.Raamana) પણ આ પ્રસંગે હાજર હતા.
નવા મુખ્ય ન્યાયાધીશ યુ યુ લલિતનો કાર્યકાળ માત્ર 74 દિવસનો રહેશે 8 નવેમ્બરના રોજ તેઓ રીટાયર થશે. ઓછા સમયમાં તેમને સામે મોટા પડકારો છે. બંધારણીય બેંચ સમક્ષ વર્ષોથી પડતર રહેલા કેસોના નિકાલને તેમણે પ્રાથમિકતાઓમાંની એક ગણાવી છે. 29 ઓગસ્ટથી બંધારણીય બેંચ બેસવા જઈ રહી છે, જે એક પછી એક 25 મહત્વપૂર્ણ મામલાઓની સુનાવણી કરશે. CJI તરીકે જસ્ટિસ લલિત કૉલેજિયમનું નેતૃત્વ કરશે જેમાં જસ્ટિસ ચંદ્રચુડ, જસ્ટિસ કૌલ, જસ્ટિસ નઝીર અને જસ્ટિસ ઈન્દિરા બેનર્જી સામેલ હશે.

“>

લલિત પરિવાર 102 વર્ષથી વકીલાતના વ્યવસાયમાં છે. જસ્ટિસ ઉદય ઉમેશ લલિતના દાદા મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં કાયદાની પ્રેક્ટિસ કરતા હતા. તેમના પિતા ઉમેશ રંગનાથ લલિત જેઓ હવે 90 વર્ષના છે તેઓ જાણીતા વકીલ છે, જેઓ બોમ્બે હાઈકોર્ટમાં જજ રહી ચૂક્યા છે. જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની પત્ની અમિતા લલિત એજ્યુકેશનિસ્ટ છે જે નોઈડામાં બાળકોની સ્કૂલ ચલાવે છે. જસ્ટિસ લલિતને બે પુત્રોમાંથી એક શ્રીયસ પણ વ્યવસાયે વકીલ છે.
એવું નથી કે ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતને વકીલાતમાં સફળતા વારસામાં મળી હતી. તેઓ જયારે દિલ્હી આવ્યા ત્યારે મયુર વિહારમાં બે રૂમના ફ્લેટમાં રહેતા હતા. પરંતુ ત્યાર બાદ મહેનત અને લગનથી તેઓ દેશના ટોચના ક્રિમિનલ વકીલોમાંનો એક બન્યા. તેમણે ઘણા હાઈ પ્રોફાઈલ કેસમાં લડ્યા છે. 2જી કૌભાંડ કેસમાં પણ સુપ્રીમ કોર્ટે તેમને સ્પેશિયલ પબ્લિક પ્રોસીકયુટર તરીકે નિયુક્ત કર્યા હતા.
2014માં તેમને વકીલમાંથી સીધા જ સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા. અત્યાર સુધીના ઈતિહાસમાં તેઓ બીજા એવા CJI છે, જે સીધા વકીલમાંથી સુપ્રીમ કોર્ટના જજ બન્યા હોય. સખત મહેનત અને ફોજદારી કેસોમાં તેમની તજજ્ઞતાએ તેમને હવે દેશની ન્યાયતંત્રના વડા બનાવ્યા છે.
જસ્ટિસ યુ યુ લલિતે સુપ્રીમ કોર્ટમાં તેમના કાર્યકાળ દરમિયાન ઘણા મોટા નિર્ણયોના ભાગ રહ્યા છે. 22 ઓગસ્ટ 2017 ના રોજ ત્રિપલ તલાકને ગેરબંધારણીય ઠેરવવાના ચુકાદાની પાંચ જજની બેંચના તેઓ સભ્ય હતા.
10 જાન્યુઆરી 2019 ના રોજ, જસ્ટિસ યુ યુ લલિતે અયોધ્યા કેસની સુનાવણી કરતા 5 જજની બેન્ચમાંથી પોતાને અલગ કરી લીધા હતા. તેમણે કારણ આપતા જાણવું હતું કે લગભગ બે દાયકા પહેલા તેઓ અયોધ્યા વિવાદ સંબંધિત ફોજદારી કેસમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહના વકીલ તરીકે હાજર થયા હતા.
30 એપ્રિલ 2021ના રોજ જસ્ટિસ લલિતની આગેવાની હેઠળની બેંચે રાજદ્રોહના કેસમાં આઈપીસીની કલમ 124Aની માન્યતા પર કેન્દ્રને નોટિસ જારી કરી હતી.
તાજેતરમાં જસ્ટિસ લલિતે ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાને અવમાનના કેસમાં 4 મહિનાની સજા સંભળાવી હતી. કોર્ટે માલ્યા પર 2000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
જસ્ટિસ લલિતે બાળકોને યૌન શોષણથી બચાવવા પર પણ મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. તેમની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે જાતીય ઉદ્દેશ્ય સાથે શરીરના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરવો એ પોક્સો એક્ટ અતર્ગત ગુનો છે; એવું કહી શકાય નહીં કે બાળકને કપડાંની ઉપર સ્પર્શ કરવો એ જાતીય શોષણ નથી.
જસ્ટિસ લલિત પણ બેન્ચમાં હતા જેણે 2019માં આમ્રપાલીના લગભગ 42,000 ફ્લેટ ખરીદનારાઓને મોટી રાહત આપી હતી.
SC/ST એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપીની તાત્કાલિક ધરપકડ ન કરવાનો આદેશ પણ જસ્ટિસ લલિતની આગેવાની હેઠળની બેન્ચે આપ્યો હતો. કોર્ટે આ કાયદા હેઠળ આવતી ફરિયાદોની પ્રાથમિક તપાસ બાદ જ કેસ નોંધવાનો આદેશ પણ આપ્યો હતો. જોકે, બાદમાં કેન્દ્ર સરકારે કાયદામાં ફેરફાર કરીને તાત્કાલિક ધરપકડની જોગવાઈ પુનઃસ્થાપિત કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.