ભારતના 49મા ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ ઉદ. ઉમેશ લલિતની વરણી કરવામાં આવી છે. ગયા અઠવાડિયે ભારતના વર્તમાન ચીફ જસ્ટિસ એન. વી. રમણાએ ચીફ જસ્ટિસ તરીકે ઉદય ઉમેશ લલિતના નામની ભલામણ કરી હતી, જેને હાલમાં સ્વીકારી લેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

હાલના સીજેઆઈ 26 ઓગસ્ટના દિવસે નિવૃત્ત થશે. સુપ્રીમ કોર્ટમાં સૌથી સિનિયર જજ એવા જસ્ટિસ ઉદય ઉમેશ લલિતને બારમાંથી સીધા જ સર્વોચ્ચ અદાલતમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. ચીફ જસ્ટિસ તરીકે લલિતાનો કાર્યકાળ ફક્ત 3 મહિના રહેશે. જસ્ટિસ લલિત આઠમી નવેમ્બરે નિવૃત્ત થશે. મળતી માહિતી અનુસાર તેઓ 27 ઓગસ્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ લેશે.

પોતાના સૌમ્ય સ્વભાવ માટે જાણીતા લલિત બીજા એવા ચીફ જસ્ટિસ હશે જે સુપ્રીમ કોર્ટના જજ બનતા પહેલા કોઇ પણ હાઇકોર્ટમાં જજ ન હતા. તે વકીલથી સીધો જ આ પદ પર પહોંચ્યો હતો. તેમના પહેલા 1971માં દેશના 13મા મુખ્ય ન્યાયાધીશ એસ.એમ.સીકરીએ આ સિદ્ધિ મેળવી હતી.

Google search engine