જીવન ખૂબ જ સુંદર છે, દરેક વ્યક્તિ તેને અંત સુધી જીવવા માંગે છે, પરંતુ કેટલીકવાર વ્યક્તિ એક યા બીજા કારણોસર એટલો પરેશાન થઈ જાય છે કે તે જીવનનો અંત લાવવાના રસ્તે જ જાય છે. આવું જ કંઈક 20 વર્ષની તુનિષા શર્મા સાથે થયું. આજે તુનીશાનો 21મો જન્મદિવસ છે. તુનિષાએ 10 દિવસ પહેલા શોના સેટ પર મેક-અપ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ દુર્ઘટનાથી માત્ર તેનો પરિવાર જ નહીં, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પણ મોટો આંચકો લાગ્યો છે.
તુનિષાના અંગત જીવનની વાત કરીએ તો, તુનિષા શર્માએ 14 વર્ષની ઉંમરે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેણે સોની ટીવીની પ્રથમ સીરિયલ મહારાણા પ્રતાપ કરી હતી. તે પછી તેણે તેની બીજી સિરિયલ ચક્રવર્તી અશોક સમ્રાટ કરી. આમાં તેણે રાજકુમારી અહંકારાની ભૂમિકા ભજવી હતી.
આ પછી, વર્ષ 2016 માં, તુનિષાએ ફિતુર ફિલ્મમાં યંગ ફિરદૌસની ભૂમિકા ભજવી હતી. આ સાથે તેની બોલીવૂડ કરિયરની શરૂઆત થઈ હતી. તે જ વર્ષે તેને ફિલ્મ બાર બાર દેખોમાં કામ મળ્યું હતું, જેમાં તેણે કેટરીના કૈફના બાળપણનો રોલ કર્યો હતો. આ પછી તેણે કહાની-2 માં કામ કર્યું, જેમાં તેણે દુર્ગા રાણી સિંહનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં તેનો રોલ ઘણો નાનો હતો. આ પછી તેને કલર્સ ટીવી શો ઈન્ટરનેટવાલા લવમાં આરાધ્યા વર્માનો રોલ મળ્યો. વર્ષ 2019માં, તુનિષાએ ઝી ટીવીના શો ઈશ્ક સુભાન અલ્લાહમાં ઝારાની ભૂમિકા ભજવી હતી. આ પછી તેને વર્ષ 2021 માં હીરો-ગાયબ મોડ ઓનમાં કામ મળ્યું. વર્ષ 2022માં તેણે સોની ટીવીનો શો અલી બાબા-દાસ્તાન-એ-કબુલ સાઈન કર્યો હતો. આ તેની છેલ્લી સિરિયલ હતી.