Homeટોપ ન્યૂઝઆવતીકાલે મીન રાશિમાં ગુરુ થશે અસ્ત, જાણો કઈ રાશિ પર શું થશે...

આવતીકાલે મીન રાશિમાં ગુરુ થશે અસ્ત, જાણો કઈ રાશિ પર શું થશે અસર

જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહને જ્ઞાન અને શુભ કાર્યોના કારક માનવામાં આવે છે. હવે આવતીકાલે એટલે કે પહેલી એપ્રિલના ગુરુ મીન રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે. લગભગ એક મહિના સુધી આ રાશિમાં અસ્ત રહ્યા બાદ ગુરુનો ત્રીજી મેના રોજ ફરીથી ઉદય થશે. એટલું જ નહીં પણ જ્યોતિષશાસ્ત્રમાં ગુરુના અસ્ત થવાની ક્રિયાને શુભ માનવામાં આવતી નથી. ગુરુ અસ્ત થયા પછી શુભ કાર્યો કરવાનું વર્જ્ય હોય છે. આ દરમિયાન શુભ ફળ સરળતાથી પ્રાપ્ત થતું નથી, તો ચાલો જાણીએ કે ગુરુના અસ્ત થવાથી બધી રાશિઓ પર શું અસર જોવા મળશે અને તેની આડ અસરોથી બચવાના ઉપાયો શું છે…

મેષઃ- ગુરુની અસ્તથી મેષ રાશિના લોકોના કામ પર અસર જોવા મળશે અને ત્રીજી મે સુધી આ રાશિના જાતકોના કામમાં ઘણી અડચણો આવી શકે છે. આ દરમિયાન, તમારા બનતા કામ બગડી શકે છે. ભાગ્યનો પૂરો સાથ નહીં મળે. તમારી નોકરીની શોધ પણ ત્રીજી મે પછી જ પૂર્ણ થશે. આ સમયગાળા દરમિયાન તમારે તમારા બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે.
ઉપાયઃ- માતા-પિતા અને ગુરુની સેવા કરો અને મા દુર્ગાની પૂજા કરો.

વૃષભઃ- ગુરુનું અસ્ત થવાથી વૃષભ રાશિના લોકોની આર્થિક સ્થિતિ પર અસર થશે. તમારી આવકમાં પહેલાંની સરખામણીએ ઘટાડો થઈ શકે છે. મોટા કાયદાકીય વિવાદમાં પણ ફસાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. પિતા સાથેના તમારા સંબંધોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.આ સમયે કોઈપણ કામ ખૂબ જ સમજી-વિચારીને કરો.
ઉપાયઃ- ગુરુવારે ગુરુના મંત્રોનો જાપ કરો.

મિથુનઃ– ગુરુ ગ્રહની અસરને કારણે તમારા દાંપત્ય જીવનમાં કેટલીક સમસ્યાઓ પેદા થઈ શકે છે. આ ઉપરાંત કામના સ્થળે કે નોકરીમાં પણ તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સામાજિક કાર્યો કરવાથી તમારું સન્માન વધશે. જો તમે સખત મહેનત કરતા રહેશો તો તમને સફળતા ચોક્કસ મળશે.
ઉપાયઃ- ભગવાન વિષ્ણુની પૂજા કરો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો.

કર્કઃ- ગુરુના અસ્તની અસર કર્ક રાશિના લોકોના કાર્યક્ષેત્ર પર જોવા મળશે. આ દરમિયાન તમારે તમારા વ્યવસાયમાં સખત મહેનત કરવી પડશે. શક્ય છે કે તમારા ઘણા કાર્યો બગડી જાય. આગામી એક મહિના સુધી તમારી લવ લાઈફમાં પણ અવરોધો આવી શકે છે. આ સમયે તમારે ધીરજથી કામ લેવું જોઈએ.
ઉપાયઃ- દર ગુરુવારે વ્રત રાખો અને સત્યનારાયણની કથા સાંભળો.

સિંહઃ- સિંહ રાશિના જાતકો પર ગુરૂ ગ્રહની સારી અસર જોવા મળશે. લાંબા સમયથી ચાલી રહેલી તમારી સમસ્યાઓ ઓછી થશે. વેપારમાં પણ તમે સારી પ્રગતિ કરશો. શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે જેના કારણે મન પ્રસન્ન રહેશે. તમારા પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો મજબૂત રહેશે. જીવનસાથી સાથે ચાલી રહેલા વિવાદનો અંત પણ ટૂંક સમયમાં આવશે.
ઉપાયઃ- કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત કરવા માટે પીળા વસ્ત્રો પહેરો.

કન્યા ગુરુ અસ્ત થયા પછી તમારે આગામી એક મહિના સુધી તમારા રોજિંદા કાર્યોમાં સાવધાની રાખવી પડશે. તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો સુધરશે. જો કોઈની સાથે દલીલ ચાલી રહી છે, તો તે પણ સમાપ્ત થઈ જશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાના ચાન્સ છે. તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. વાહન ચલાવતી વખતે ખાસ કાળજી રાખવાની જરૂર છે.
ઉપાય- ગાયત્રી એકાક્ષરી બીજ મંત્ર ‘ॐ बृं बृहस्पतये नम:’ નો જાપ કરો.

તુલાઃ- ગુરુ ગ્રહની અસરને કારણે તમારા ભાઈ-બહેન સાથેના સંબંધોમાં તિરાડ આવી શકે છે. આ સમય દરમિયાન તમારું મન ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશે અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તમારી રુચિ વધશે. જેમના લગ્ન નથી થયા તેમને આગામી એક મહિનામાં સારા સંબંધો આવશે. વધારે પડતા આત્મવિશ્વાસથી બચો.
ઉપાયઃ- ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરો.

વૃશ્ચિકઃ- આ દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને કેટલાક ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળા દરમિયાન માનસિક રીતે થોડા પરેશાન રહેશો. સ્વાસ્થ્યમાં પણ ઉતાર-ચઢાવ આવી શકે છે. ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
ઉપાય- ગુરૂ ગ્રહને બળવાન બનાવવા માટે પોખરાજ પહેરો.

ધનુઃ- ગુરુ અસ્ત થવાની અસરને કારણે ધનુ રાશિના લોકોના આત્મવિશ્વાસમાં ઓટ આવશે. તમે કોઈપણ કામ કરતા ડરી જશો. કોઈપણ કામ ધ્યાનથી કરો. આ તમારા સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. તમે નબળાઈ અને થાક અનુભવી શકો છો. એક મહિના સુધી તમારે તમારા સ્વાસ્થ્ય વિશે ખૂબ કાળજી લેવી પડશે.
ઉપાયઃ- પીપળના ઝાડનું મૂળ ધારણ કરો અને ગરીબોને દાન કરો.

મકરઃ- ગુરુની સ્થિતિ તમારા લગ્નજીવનને અસર કરી શકે છે. તમારા આત્મવિશ્વાસ અને હિંમતમાં થોડો ઘટાડો થઈ શકે છે. કોઈ ગેરસમજને કારણે તમારા જીવનસાથી સાથે વિવાદ પણ થઈ શકે છે. તમારા સંબંધોમાં થોડું અંતર આવી શકે છે. તમારા ખર્ચ પર પણ નિયંત્રણ રાખવાની જરૂર છે.
ઉપાયઃ- પંચમુખી રૂદ્રાક્ષ ધારણ કરો.

કુંભઃ- ગુરુ અસ્ત થવાને કારણે તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમને આ સમયગાળા દરમિયાન રોકાણ ન કરવાની સલાહ આપવામાં આવે છે, નહીં તો મોટું નુકસાન થઈ શકે છે. પરિવારના કોઈ સદસ્યના કામના કારણે તમારે ભાગદોડ પણ કરવી પડી શકે છે. વાણી પર ખાસ સંયમ રાખવાની જરૂર છે.
ઉપાય- ગુરુવારે 108 વાર ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः!! મંત્રનો જાપ કરો.

મીનઃ- મીન રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. તમે કાર્યક્ષેત્રમાં સારું કામ કરશો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારા સંબંધો વધુ સારા રહેશે. તમારે ક્યાંય રોકાણ કરવાનું ટાળવું જોઈએ. આ દરમિયાન, તમારે કોઈની સાથે દલીલ કરવાનું પણ ટાળવું જોઈએ.
ઉપાયઃ- ભગવાન શિવની પૂજા કરો અને શિવ સહસ્ત્રનામ સ્તોત્રનો જાપ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -