મેડલ વિજેતા બૉક્સર કુલદીપ સિંહની હત્યા

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

પાંચ વારના મેડલ વિજેતા અને જુનિયર નેશનલ લેવલ બૉક્સરની પંજાબના તલવંડી જિલ્લાના સાબો વિસ્તારમાં હત્યા કરવામાં આવી છે. મૃતક બૉક્સરનું નામ કુલદીપ સિંહ છે. મળતી માહિતી મુજબ ડ્રગના ઓવરડોઝને કારણે તેનું મૃત્યુ થયું હતું. કુલદીપના પિતાની ફરિયાદ પર એક વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે. કુલદીપના પિતા પ્રીતમ સિંહે જણાવ્યું હતું કે તેમનો પુત્ર કૉલેજ ગયો હતો. કૉલેજમાંથી ખુશદીપ સિંહ એને મોટર સાઇકલ પર લઇ ગયો હતો. ત્યાર બાદ ખુશદીપ સિંહ કૉલેજમાં પાછો આવ્યો અને પોતાની મોટરસાઇકલ ત્યાં ઊભી રાખી દીધી. મોડી સાંજ સુધી જ્યારે કુલદીપ સિંહ ઘરે નહીં આવ્યો ત્યારે અમે તેની શોધખોળ શરૂ કરી. અમે ખુશદીપને પૂછ્યું, પણ તેણે કંઇ સ્પષ્ટ જવાબ નહીં આપ્યો. અમે કુલદીપની શોધ જારી રાખી ત્યારે ગામની નજીકની નદીને કિનારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના મૃતદેહની પાસેથી એક સિરીંજ પણ મળી આવી હતી.
કુલદીપના પિતાનો આરોપ છે કે ખુશદીપે તેમના પુત્રને ડ્રગ્સનો ઓવરડોઝ આપીને મારી નાખ્યો છે.
પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.