Homeઆપણું ગુજરાતજુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીકઃ 16 જણની ધરપકડ, 100 દિવસમાં પરીક્ષા લેવાશે

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીકઃ 16 જણની ધરપકડ, 100 દિવસમાં પરીક્ષા લેવાશે

ગાંધીનગરઃ જુનિયર ક્લાર્કની પરીક્ષા (પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ ત્રણ)નું પેપર લીક થવાના કિસ્સાને લઈ ગુજરાતમાં સૌથી મોટી ધમાલ થઈ છે, જેમાં નારાજ ઉમેદવારોએ ઠેરઠેર ચક્કાજામ કરવામાં આવ્યું હતું. રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવ્યા પછી તેની તપાસ અંતર્ગત 16 જણની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.
આ કેસમાં સમગ્ર ગુજરાતમાં તપાસ હાથ ધરવામાં આવ્યા પછી લગભગ 16 શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે વધુ તપાસ માટે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી અને બિહાર પોલીસને મોકલવામાં આવી છે.
એટીએસે આ કેસમાં 406, 420, 409 અને 120 બી હેઠળ ગુનો નોંધ્યો છે, જેમાં ગુજરાતના છ જણ સહિત કુલ 16 જણની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં મુખ્ય આરોપી ઓડિસાનો પ્રદીપ નાયક મુખ્ય સૂત્રધાર હોવાનું કહેવાય છે. આ પેપર ગુજરાત બહારથી લીક થયું હોવાની પ્રાથમિક માહિતી મળી હતી, જેમાં તેલંગણા, બિહાર અને ઓડિસાના લોકોના સંડોવાયેલા છે. આ બાબતમાં તપાસ ચાલી રહી છે, એવું સત્તાવાર જણાવાયું હતું.
રવિવારે જીપીએસએસબીના સચિવે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી, પરિણામે નારાજ ઉમેદવારોએ ઠેરઠેર એસટી ડેમોમાં વિરોધ પ્રદર્શન અને સરકાર વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. પરીક્ષા 100 દિવસમાં લેવામાં આવશે. પંચાયત સેવા પંસદગી બોર્ડ ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરશે. આ ઉપરાંત, હવે પછીની પરીક્ષામાં અવરજવર કરવા માટે એસટી બસમાં વિનામૂલ્ય મુસાફરી કરી શકશે, એવું પંચાયત સેવા પસંદગી બોર્ડે જાહેરાત કરી હતી. પેપરલીક થવા અંગે પણ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
કોંગ્રેસની સાથે આપ (આમ આદમી પાર્ટી)ના નેતાઓએ પેપર લીક થવાની ઘટનાને વખોડી નાખી હતી. અમદાવાદમાં પણ ઉમેદવારોએ બસ સ્ટેન્ડ નજીક દેખાવો કરીને સરકાર વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. રવિવારે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર રાજ્યમાંથી 2,995 પરીક્ષા કેન્દ્ર પર નવ લાખથી વધુ ઉમેદવાર પરીક્ષા આપવાના હતા. રવિવારે 1,150 પદ માટે 9,53,000 ઉમેદવારે અરજી કરી હતી, જેમાં 70,000 પરીક્ષાના સ્ટાફ અને 7,500 પોલીસ કર્મચારીને તહેનાત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular