આમ તો સ્ટારકીડ્સના ફોટા કે સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થતી રહેતી હોય છે. ઘણા
સ્ટાર કીડ્સ ફિલ્મમાં જ નસીબ અજમાવતા હોય છે આથી તેઓ ચર્ચામાં રહે છે તો અમુક પોતાની સોશિયલ મીડિયા પોસ્ટથી ચમકતા રહેતા હોય છે. પણ ઘણા એવા સ્ટારકીડ્સ છે જે લાઈમલાઈટમાં આવવાનું પસંદ કરતા નથી. આવા જ એક સ્ટારકીડે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યારે તેના ફોટા લોકો સામે આવ્યા અને તેના પર બોલીવૂડ સહિત સૌના અભિનંદનની વર્ષા થઈ.
આ અભિનેત્રી છે જુહી ચાવલા અને તેની પુત્રીનું નામ છે જાહ્નવી મહેતા. જાહ્નવીએ કોલંબિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને તેને ડિગ્રી મળી ત્યારે જૂહીએ તેના ફોટા શેર કર્યા હતા અને લખ્યું હતું કે મારી દીકરી માટે હું ગર્વ અનુભવું છું.
જુહી ચાવલાની દીકરી જાહ્નવી મહેતા કોલંબિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થઈ છે. જુહી ચાવલાએ આ અવસર પર પોતાની દીકરીના ગ્રેજ્યુએશન સેરેમનીનો ફોટો શેર કર્યો છે. પ્રિયંકા ચોપરા અને રવિના ટંડન સહિત ઘણી ફિલ્મી હસ્તીઓએ પણ જુહી અને તેની પુત્રીને અભિનંદન પાઠવ્યા છે.
ફોટો શેર કરતા જુહીએ લખ્યું, અમને મારી દીકરી પર ગર્વ છે. ફોટામાં જુહી અને તેના પતિ જય મહેતા તેમની પુત્રી સાથે પોઝ આપતાં જોવાં મળે છે. જ્હાન્વીએ સેરેમનીમાં બ્લુ કલરનો ગ્રેજ્યુએશન રોબ પહેર્યો છે.
આ પોસ્ટ પર અભિનંદન આપતાં પ્રિયંકા ચોપરાએ લખ્યું, ‘અભિનંદન’. જ્યારે અભિનેત્રી તનિષા મુખર્જી અને ભાગ્યશ્રીએ પણ આ પોસ્ટ પર અભિનંદન પાઠવ્યા છે. આ પોસ્ટ પર કેટલાક ચાહકો જુહીની પુત્રીના વખાણ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે તમારી દીકરીની સ્માઈલ તમારા જેવી છે.
જુહીને બે સંતાન દીકરી અને દીકરો અર્જુન છે. જોકે તેના સંતાનો સોશિયલ મીડિયામાં ખાસ જોવા મળતા નથી.