મુંબઈ: ન્યાયાધીશની કામગીરી બદલાતા સમય સાથે બંધારણના લખાણનું અર્થઘટન કરવામાં સમાયેલી છે, એવું ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડે શનિવારે અહીં જણાવ્યું હતું. ભારતીય બંધારણનું મૂળભૂત માળખું માર્ગદર્શન આપે છે અને દુભાષિયાઓ અને અમલકર્તાઓને ચોક્કસ દિશા આપે છે, જ્યારે આગળનો માર્ગ જટિલ હોય છે, એવું તેમણે જણાવ્યું હતું.
તેમણે એવું પણ અવલોકન કર્યું હતું કે તાજેતરના દાયકાઓમાં ભારતના કાયદાકીય લેન્ડસ્કેપમાં અનેક પ્રકારના ફેરફારો થયા છે, જેમાં ગળે પડતા નિયમો, ઉપભોક્ત કલ્યાણને વધારવા અને વેપારી વહેવારોના સમર્થનનો સમાવેશ થાય છે. ચીફ જસ્ટિસ અહીં નાની પાલખીવાલા મેમોરિયલ લેક્ચરમાં બોલી રહ્યા હતા.
ભારતીય બંધારણની ઓળખ બંધારણ સાથે ભારતીય નાગરિકોની ક્રિયા-પ્રતિક્રિયા દ્વારા વિકસિત થઇ છે અને તેની સાથે ન્યાયિક અર્થઘટન કરવામાં આવ્યું છે. ન્યાયાધીશની કામગીરી તેના આત્માને અકબંધ રાખીને બદલાતા સમય સાથે બંધારણના લખાણનું અર્થઘટન કરવામાં રહેલી છે, એવું ચંદ્રચૂડે કહ્યું હતું.
(પીટીઆઈ)
બદલાતા સમય સાથે બંધારણનું અર્થઘટન કરવામાં જજનું કૌશલ્ય રહેલું છે અને તેના આત્માને અકબંધ રાખ્યો છે: ચીફ જસ્ટિસ
RELATED ARTICLES