મોહાલીના મેળામાં મોતનો ઝૂલો! અચાનક 50 ફૂટની ઉંચાઈથી પડી જોયરાઈડ, પછી જે થયું…

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પંજાબના મોહાલી જિલ્લાના દશેરા ગ્રાઉન્ડમાં આયોજિત મેળામાં રવિવારે રાત્રે અચાનક એક જોયરાઈડ ફરતી ફરતી નીચે પડી ગઈ હતી. રાત્રે નવ વાગ્યાની આસપાસ બનેલી આ દુર્ઘટનામાં બાળકો સહિત 20 જેટલા લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. ઈજાગ્રસ્ત લોકોને નજીકની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાકની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
જોયરાઈડમાં 20 લોકો સવાર હતાં અને અચાનક 50 ફૂટની ઉંચાઈ પરથી તે જમીન પર પટકાઈ હતી. આ ઘટના માટે જવાબદાર વ્યક્તિ સામે પોલીસ એક્શન લેશે. વહીવટી કક્ષાના અધિકારીઓ દ્વારા આ મેળાનું આયોજન, રાઈડ વગેરેની મંજૂરીઓ અને સુરક્ષા બાબતના પગલાંની તપાસ કરવામાં આવશે. દશેરા ગ્રાઉન્ડમાં મેળાને લંડન બ્રિજ નામ આપવામાં આવ્યું હતું. આ મેળો 11 સપ્ટેમ્બર સુધી ચાલવાનો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.