મુંબઈઃ બોલીવૂડના સ્ટાર સલમાન ખાનને બોમ્બે હાઈ કોર્ટે 2019ના એક કેસમાં રાહત આપી છે. કોર્ટે સલમાન ખાનને અંધેરી કોર્ટમાં હાજર થવા આવવું પડશે નહીં. અંધેરી કોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા સમનને પણ હાઈ કોર્ટે રદ કર્યું હતું અને એની સાથે સલમાન ખાન સામેની એફઆઈઆરને રદ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
2019માં એક પત્રકારે સલમાન ખાન સામે એફઆઈઆર નોંધાવ્યો હતો. સલમાન ખાન પર પત્રકારે મારપીટ અને દુર્વ્યવહારનો આરોપ મૂક્યો હતો આ કેસમાં બોમ્બે હાઈ કોર્ટે તાજેતરમાં ક્લિન ચીટ આપી છે.
2019માં અશોક પાંડે નામના પત્રકારે બોલીવૂડ સ્ટાર સલમાન ખાન અને તેના બોડીગાર્ડ નવાજ શેખ પર મારપીટ અને દુર્વ્યવહાર કરવાનો આરોપ મૂક્યો હતો. પત્રકારે અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેના વિશે ફરિયાદ પણ દાખલ કરી હતી. આ અંગે પત્રકારના વકીલે કહ્યું હતું કે 24મી એપ્રિલ 2019ના સવારના એક્ટરના બોડીગાર્ડે પત્રકારનો ફોન છીનવી લીધો હતો અને તેની મારપીટ કરી હતી ત્યાર બાદ સલમાન ખાને ધમકી આપી હતી. પોલીસે ફરિયાદ નહીં નોંધ્યા પછી કોર્ટમાં ડાયરેક્ટ ફરિયાદ કરી હતી.
પત્રકારે સલમાન ખાન સામે અંધેરી એડિશનલ ચીફ મેટ્રોપોલિટન કોર્ટમાં એફઆઈઆર નોંધાવ્યો હતો. એફઆઈઆર અન્વયે સલમાનની સામે આઈપીસી એક્ટ 323, 392, 506 અન્વયે કાયદાકીય કાર્યવાહી કરી હતી. આ કેસની સુનાવણી કરતા બોમ્બે હાઈ કોર્ટે સલમાન ખાન સામેના તમામ આરોપોને રદ કર્યા હતા અને સલમાન ખાનને ક્લિન ચીટ આપી હતી.