Homeઆપણું ગુજરાતકોંગ્રેસ-એનસીપીના ગઠબંધને ઝટકો: દેવગઢ-બારીયા બેઠકના એનસીપીના ઉમેદવારે ફોર્મ પરત ખેચ્યું

કોંગ્રેસ-એનસીપીના ગઠબંધને ઝટકો: દેવગઢ-બારીયા બેઠકના એનસીપીના ઉમેદવારે ફોર્મ પરત ખેચ્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે કોંગ્રેસ- એનસીપીના ગઠબંધને વધુ એક ઝટકો લાગ્યો છે. દેવગઢ-બારીઆ બેઠકના કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ પરત ખેચ્યું છે. થોડા સમય અગાઉ નરોડા, ઉમરેઠ, દેવગઢ બારિયા બેઠક માટે કોંગ્રસ અને એનસીપી વચ્ચે ગંઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી.
આજે દેવગઢ-બારીઆ બેઠક પર NCPના ઉમેદવાર ગોપસિંહ પ્રતાપસિંહ લવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે. ફોર્મ પરત ખેંચતા હવે ભાજપ અને આપ વચ્ચે ચૂંટણી જંગ જામશે.
એનસીપીના જયંત બોસ્કી અને કોંગ્રેસનાં જગદીશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરીને નરોડા, ઉમરેઠ, દેવગઢ બારિયા બેઠા માટે ગઠબંધનની જાહેરાત કરી હતી. ગઠબંધનની જાહેરાત કરતાં એનસીપીનાં જયંત બોસ્કીએ જણાવ્યુ હતુ કે, આ ત્રણ બેઠકો પર અમે વફાદારીથી લડીશું. કોંગ્રેસ એનસીપીના ગઠબંધનથી જે રીતે મહારાષ્ટ્રમાં સરકાર બનાવી તે રીતે અમે પણ અહીં કામ કરીશું.
ત્યારે પોરબંદરની કુતિયાણા બેઠક પર મેન્ડેટ ન મળતા NCPના કાંધલ જાડેજા એ રાજીનામું આપ્યું હતું ને અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું. હવે NCPના ઉમેદવાર ગોપસિંહ પ્રતાપસિંહ લવારેદેવગઢ-બારિયા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા NCPને વધુ એક ઝાટકો લાગ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular