સ્વતંત્રતા દિવસે જોન અબ્રાહમે કરી તેની નવી ફિલ્મની જાહેરાત

ફિલ્મી ફંડા

બોલીવૂડ સ્ટાર જોન અબ્રાહમની એક વિલન રિટર્ન્સ બોક્સઓફિસ પર વધુ ટકી શકી નહીં, પરંતુ જોનના કામની પ્રશંસા ચોમેર થઈ રહી છે. આજે 75મા સ્વાતંત્ર્ય દિને જોને પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી છે, જેનું નામ છે તારીક (Tariq).
નોંધનીય છે કે દેશભક્તિના વિષય પર બનતી ફિલ્મોમાં ઓછામાં ઓછી એક ફિલ્મ જોન અબ્રાહમના નામે હોય જ છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે જોને તેના ચાહકોને ગિફ્ટ આપી છે. ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે, જેમાં રિલીઝ ડેટ પણ લખી છે. આ ફિલ્મ આવતા વર્ષે 15મી ઓગસ્ટના રોજ રિલીઝ થશે.


આ ફિલ્મ કયા વિષય પર બની રહી છે એ હજુ પણ સસ્પેન્સ જ છે, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જોનની તારીક ફિલ્મ દેશભક્તિ પર બનવા જઈ રહી છે.
નોંધનીય છે કે અગાઉ જોને ફોર્સ, ફોર્સ ટૂ, સત્યમેવ જયતે, બાટલા હાઉસ, મદ્રાસ કેફે, પરમાણુ અને સત્યમેવ જયતે ટૂ જેવી અનેક ફિલ્મો કરી ચૂક્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.