મુંબઈઃ મુંબઈમાં છેલ્લાં કેટલાક દિવસથી અગ્નિતાંડવનો સિલસિલો થમવાનું નામ જ નથી લઈ રહ્યો. સોમવારે મુંબઈના પશ્ચિમ ઉપનગરના જોગેશ્વરી વેસ્ટમાં આવેલા ઓશિવારા ખાતે ફર્નિચરના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. આ આગમાં 25થી 30 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી.
જોગેશ્વરી વેસ્ટમાં આવેલા ઓશિવારાના ઘાસ કંપાઉન્ડમાં ખાતેના ફર્નિસરના ગોડાઉનમાં સોમવારે સવારે 11 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. આ આગમાં અત્યાર સુધી 25થી 30 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી.
અગ્નિશામક દળ દ્વારા આપવામાં આવી રહેલી માહિતી અનુસાર સવારે 11.40 કલાકે માહિતી મળતા જ અગ્નિશામક દળના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અત્યાર સુધી આ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ. આગ ચોક્કસ કયા કારણસર લાગી તે હજી જાણી શકાયું નથી.
રિલીફ રોડ ઓશિવારા ખાતે ફર્નિચરના ગોડાઉનમાં લાગેલી આગહને કારણે બેસ્ટના રૂટ નંબર 4,202,203,290 અને 359 સવારે 11.30 કલાકથી જ અપ-ડાઉન દિશામાં બહેરામ બાગ, લિંક રોડ માર્ગે ડાઈવર્ટ કરવામાં આવ્યો હતો.