વિશ્વભરના નેતાઓએ ભારતને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી: જાણો બાઇડન, પુતિન, મેક્રોન અને બોરિસ જોહ્ન્સને શું કહ્યું

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

આજે ભારત 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. દેશ જ નહીં પરંતુ વિશ્વભરમાં વસેલા ભારતીયો સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યા છે. આ પ્રસંગે વૈશ્વિક નેતાઓએ ભારતને સ્વતંત્રતા દિવસની શુભેક્ષા પાઠવી છે આને સહકાર આપવાનું વચન આપ્યું.
ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ભારતને સ્વતંત્રતા દિવસ પર અભિનંદન આપ્યા અને દેશ સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની ખાતરી આપી. છેલ્લા 75 વર્ષમાં ભારતની સિદ્ધિઓની પ્રશંસા કરતા મેક્રોને કહ્યું, પ્રિય મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતના પ્રિય લોકો આપના સ્વતંત્રતા દિવસ પર અભિનંદન. તમે છેલ્લા 75 વર્ષમાં ભારતની સિદ્ધિઓની ગર્વથી ઉજવણી કરી રહ્યા છો. તમે હંમેશાં ફ્રાન્સ પર વિશ્વાસ કરી શકો છો.
તેમણે વધુમાં લખ્યું છે કે ભારત અને ફ્રાન્સ પરંપરાગત રીતે ઘનિષ્ઠ અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. સંરક્ષણ અને સુરક્ષા સહકાર, અવકાશ અને નાગરિક પરમાણુ સહયોગના ક્ષેત્રોમાં ફ્રાન્સ સાથેની વ્યૂહાત્મક ભાગીદારી મુખ્ય સ્તંભો છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ સ્વતંત્રતા દિવસ પર ભારતના લોકોને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું પ્રિય રાષ્ટ્રપતિ અને પ્રિય વડા પ્રધાન, ભારતની સ્વતંત્રતાની 75 મી વર્ષગાંઠના પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ. સ્વતંત્ર બાદ વિકાસના દાયકાઓમાં, તમારા દેશએ આર્થિક, સામાજિક, વૈજ્ઞાનિક, તકનીકી અને અન્ય ક્ષેત્રોમાં સાર્વત્રિક રૂપે માન્યતા પ્રાપ્ત કરી છે. વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતની ઘણી પ્રતિષ્ઠા છે. મોસ્કો અને નવી દિલ્હી વિવિધ ક્ષેત્રોમાં સફળતાપૂર્વક સહયોગથી કામ કરી રહ્યા છે.
ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે તેઓ ભારતની લોકશાહીની યાત્રામાં તેમના લોકો સાથે છે અને બંને દેશો અનિવાર્ય ભાગીદારો છે. બિડેને નિવેદનમાં જણાવ્યું હતું કે, “40 લાખ ગૌરવપૂર્ણ ભારતીય અમેરિકનો સહીત દુનિયાભરમાં વસતા ભારતીયો સાથે 15મી ઓગસ્ટના રોજ ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. અમેરિકા મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના સંદેશ દ્વારા નિર્દેશિત ભારતની લોકતાંત્રિક યાત્રાના સન્માનમાં તેના લોકોની સાથે છે. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા અનિવાર્ય ભાગીદારો છે. બંને લોકશાહી દેશો નિયમો આધારિત પ્રણાલીને સુરક્ષિત રાખવા, શાંતિ, સમૃદ્ધિ અને સલામતીને મજબૂત કરવા, મુક્ત હિંદ-પેસિફિક ક્ષેત્રને સુનિશ્ચિત કરવા માટે સાથે રહેશે.
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોહ્ન્સનને સોમવારે સ્વતંત્રતા ૭૫વર્ષ પૂર્ણ થવા પર ભારતના લોકોને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે ભારતના લોકોને 75 વર્ષની સ્વતંત્રતા માટે શુભકામનાઓ. ગુજરાત અને નવી દિલ્હીની તાજેતરની મુલાકાત દરમિયાન, મેં બંને દેશો વચ્ચેનો સંબંધ મજબુત થતો જોયો. હું આગામી 75 વર્ષમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબુત બને એવું ઈચ્છું છું.
ઓસ્ટ્રેલીયાના વડા પ્રધાન એન્થની અલ્બેનિસે સોમવારે સ્વતંત્રતા દિવસ પર ભારતને અભિનંદન આપ્યા અને ભારતની સિદ્ધિઓની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, આપણા સમાજ, આપણી સંસ્કૃતિ, આપણા દેશના સંબંધો માટે બધા ઓસ્ટ્રેલીયન ભારતની સફળતા અને આ મહાન દેશના લોકોની સિદ્ધિઓની પ્રશંસા કરે છે.
નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દિબાએ સ્વતંત્રતા દિવસના પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના લોકોને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું ભારતની સતત પ્રગતિ અને સમૃદ્ધિ માટે મારી શુભેચ્છાઓ. આવનારા દિવસોમાં સહકાર અને મિત્રતાની ભાવના વધુ દૃઢ થાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.