સલમાન રશ્દીને સપોર્ટ કરવા બદલ ‘હેરી પોટર’ ની લેખિકા જેકે રોલિંગને મળી ધમકી, કહ્યું- હવે તારો નંબર છે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભારતીય મૂળના સુપ્રસિદ્ધ બ્રિટિશ લેખક સલમાન રશ્દી(Salman Rushdie) પર ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે સ્ટેજ પર ચડીને તેમના પર ચાકુ વડે હુમલો કર્યો હતો. જેને દુનિયા ભરમાં સલમાન રશ્દી પર થયેલા હુમલાની નિંદા કરવમાં આવી રહી છે. હેરી પોટરમી લેખિકા જેકે રોલિંગે(JK Rowling) પણ હુમલાને વખોડી કાઢ્યો હતો. તેમણે સલમાન રશ્દીના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. ત્યારથી તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ(Death Threat) મળી રહી છે.
સલમાન રશ્દી પર હુમલા બાદ જેકે રોલિંગે ટ્વીટ કરીને લખ્યું હતું – ‘આ પ્રકારની ઘટનાથી ખૂબ જ દુઃખી છું. જલ્દી સ્વસ્થ થાઓ.’ જેકે રોલિંગના ટ્વીટના જવાબમાં એક યુઝરે લખ્યું – ‘ચિંતા કરશો નહીં, આગળનો નંબર તમારો છે.’ આ ધમકીભર્યા ટ્વીટનો સ્ક્રીનશોટ જેકે રોલિંગ તરફથી શેર કરવામાં આવ્યો છે.
લેખિકા જેકે રોલિંગે ટ્વીટર પર આ ધમકીનો સ્ક્રીનશોટ શેર કરી ટ્વીટરની ગાઈડલાઈન પર સવાલો ઉભા કર્યા હતા. તેણે લખ્યું- ‘ટ્વિટર આ તમારી ગાઈડલાઈન્સ છે, ખરું ને? હિંસા: તમે કોઈ વ્યક્તિ અથવા લોકોના જૂથ સામે હિંસાની ધમકી આપી શકતા નથી. અમે હિંસાના મહિમાને પણ પ્રતિબંધિત કરીએ છીએ.’

“>

સલમાન રશ્દી હજુ પણ ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ છે. જોકે હવે તેમની તબિયતમાં થોડો સુધારો થયો છે. હવે તેમને વેન્ટિલેટર રાખવામાં આવ્યા નથી. માહિતી અનુસાર તેઓ હવે વાત કરી શકે છે. તેમના સાથી લેખક આતિશ તાસીરે ટ્વિટ કર્યું છે કે તેઓ વેન્ટિલેટરમાંથી બહાર આવ્યા છે અને વાતચીત કરી રહ્યા છે. તેણે કહ્યું કે રશ્દીએ વાતચીત દરમિયાન મજાક પણ કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.