25 લાખ નવા મતદારો જમ્મુ કાશ્મીરમાં જોડાશે, મહેબૂબા-ઓમરને લાગ્યા ‘મરચા’

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

જમ્મુ અને કાશ્મીરમાં નવા મતદારોની જાહેરાતને લઇને હોબાળો મચી ગયો છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશમાં પોતાનો મત આપવા માટે નાગરિકે કાયમી નિવાસી હોવું જરૂરી નથી. હવે બહારના લોકો પણ જમ્મુ-કાશ્મીરમાં મતદાન કરી શકશે. તેમની આ જાહેરાત બાદ જમ્મુ કાશ્મીરમાં લગભગ 25 લાખ નવા મતદારોનો ઉમેરો થશે.
ચૂંટણી અધિકારીની આ જાહેરાત બાદ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી અને ઓમાર અબ્દુલ્લાના પેટમાં તેલ રેડાયું છે અને તેમણે કાગારોળ મચાવવા દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે J&Kના લોકોને મતદાન કરવાની તક આપવામાં આવશે ત્યારે આ બાબત ભાજપને મદદ કરશે નહીં.
પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ આક્ષેપ કર્યો કે ભાજપે જમ્મુ-કાશ્મીરને લેબ બનાવી દીધું છે અને અહીં રાષ્ટ્રના હિતમાં નહીં પરંતુ ભાજપના હિતમાં જ બધુ થઈ રહ્યું છે. લગભગ 20 લાખ લોકો નવા મતદાર બનશે. અહીં લોકશાહીને કચડી નાખવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં કેટલાક એવા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેના કારણે લોકોનો લોકશાહીમાંથી વિશ્વાસ ઓછો થઇ ગયો છે. દેશમાં દરેક જગ્યાએ ગોટાળા થઈ રહ્યા છે. પૈસાનો ઉપયોગ થઈ રહ્યો છે, મસલ ​​પાવરનો ઉપયોગ હેરાફેરી માટે થઈ રહ્યો છે.
નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ મતદારોના સમર્થનને લઈને અસુરક્ષિત છે. તેઓ બેઠકો જીતવા માટે અસ્થાયી મતદારોને આયાત કરી રહ્યા છે. મહેબૂબાએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે સરકારનો અસલી ઉદ્દેશ્ય સ્થાનિક લોકોને શક્તિહીન બનાવવાનો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.