જમ્મુ કાશ્મીરના કઠુઆમાં તોફાની તત્વોએ મંદિરમાં મૂકાયેલી મૂર્તિ તોડી

દેશ વિદેશ

જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. કઠુઆમાં તોફાની તત્વોએ મંદિરમાં લાગેલી મૂર્તિને કથિત રીતે તોડી નાખી છે. જેના કારણે ગ્રામીણોમાં આક્રોશ છે. લોકોએ પોલીસને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. મંદિરમાં આ મૂર્તિ તોડનારા લોકોની ઓળખ થઈ શકી નથી. પોલીસે અજાણ્યા લોકો સામે કેસ દાખલ કર્યો છે.

પોલીસે જણાવ્યું હતું કે એફઆઇઆર નોંધવામાં આવી છે. દોષિતોની ધરપકડ માટે ટીમ પણ બનાવવામાં આવી છે. આ ઘટનાની જાણ થયા બાદ જિલ્લા વિકાસ પરિષદના સભ્ય ગોલ્ડી કુમારના નેતૃત્વમાં લોકોએ વિરોધ નોંધાવી મેઇન રોડ જામ કરી દીધો હતો.
છેલ્લા ત્રણ મહિનામાં જમ્મુ વિસ્તારમાં મંદિરમાં કથિત તોડફોડની આ ત્રીજી ઘટના છે. ગત 8 એપ્રિલના રોજ જમ્મુના સિધરા વિસ્તારમાં અજાણ્યા લોકોએ એક મંદિરમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ 5 જૂનના રોજ ડોડા જિલ્લાના ઉપરી વિસ્તારમાં આવેલા વાસુકી નાગ મંદિરમાં આ પ્રકારની ઘટના ઘટી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.