ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દરેક વ્યક્તિને એકબીજા સાથે અવારનવાર વાંધો પડતો જ હોય છે અને આવું જ કંઈક કોમેડિયન ભારતી સિંહ અને જિતેન્દ્ર વચ્ચે બન્યું હશે એવી ચર્ચા ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે. વાત જાણે એમ છે કે હાલમાં જ જિતેન્દ્ર અને ગોવિંદા બંને એક ટીવી શોમાં પહોંચ્યા હતા. આ શો ભારતી સિંહ હોસ્ટ કરે છે. સોશિયલ મીડિયા પર ચેનલ દ્વારા રીલિઝ કરવામાં આવેલા પ્રોમોમાં જિતેન્દ્ર ભારતીને એવું પુછે છે કે અમારા બે મેં સિનિયર કોણ છે? હું જ બોલું કે હું સિનિયર છું. પણ તેમ છતાં તે ગોવિંદાનું નામ પહેલાં કેમ લીધું? સવાલ સાંભળીને જ ભારતીના ચહેરા પરથી રંગ ઊડી જાય છે. આ આખા સમય દરમિયાન ભારતી જિતેન્દ્રની દરેક વાતમાં હામાં હા મિલાવતી જિતેન્દ્ર સામે હાથ જોડીને ઊભી રહે છે. જિતેન્દ્ર અને ભારતીની આ નોક ઝોક દરમિયાન ગોવિંદાના ચહેરા પર માત્ર સ્મિત જોવા મળે છે. હવે જિતેન્દ્ર સાચે ભારતીની આ હરકતથી નારાજ થયા છે કે નહીં એ તો શોમાં જ ખબર પડશે.