જિન્નાત્

ઇન્ટરવલ

પ્રકરણ : ૧

‘મારી ચિઠ્ઠીન્ો ત્ોં મજાક સમજી! હું તન્ો નહીં છોડું.’ કહેતાં જિન્નાત્ રાજન પર છલાંગ લગાવી અન્ો પોતાના હાથના દસ્ોદસ ખંજર જેવા નખ રાજનના ગળામાં ઘોંચી દીધા
———————–
કડડડડડ…કડાક….
વીજળી આકાશમાંથી ત્રાટકીન્ો, ધરતીન્ો ધ્રૂજાવીન્ો પાછી આકાશમાં આલોપ થઈ ગઈ, અન્ો એ સાથે જ રાજનનું સ્કૂટર ડચકા લેવા લાગ્યું. પાંચ ફૂટ આગળ ચાલતાં તો એનું સ્કૂટર બંધ થઈ ગયું. રાજન્ો એકધારી કીકો મારીન્ો સ્કૂટર ચાલુ કરવાની કોશિશ કરી, પરંતુ સ્કૂટર ચાલુ થયું નહીં એટલે, ‘ઓહ ભગવાન…! કહેતાં ધોધમાર વરસાદમાં પલળી રહેલા રાજન્ો માથા પરથી સડસડાટ કરતું દડીન્ો મોઢા પાસ્ો આવતું પાણી જીભ ફેરવીન્ો પીધું અન્ો પોતાની ચારે તરફ નજર દોડાવી.
મુંબઈના નરીમાન પોઈન્ટ પર અત્યારે સન્નાટો હતો. ધોધમાર વરસાદન્ો કારણે અત્યારે રડયાં-ખડયાં વાહનો જ અવર-જવર કરતાં હતાં અન્ો એ પણ ફૂટપાથ પાસ્ો ઊભેલા રાજનની તરફ જોવાની દરકાર કર્યા વિના દૂર દોડી જતાં હતાં.
વરસાદન્ો કારણે રોડના કિનારા પર ગોઠવાયેલા થાંભલાની લાઈટો પણ જાણે ઝાંખી પડી ગઈ હતી. વળી રાજન જ્યાં ઊભો હતો ત્યાંના થાંભલાનો ગોળો બંધ હતો, એટલે ત્યાં વધુ અંધારું હતું. રાજનની ચારે તરફ અત્યારે પાણી પ્ાૂરની જેમ વહી
રહૃાું હતું.
રાજન્ો ઘડિયાળમાં જોયું. ઘડિયાળમાં વરસાદનું પાણી ભરાઈ ગયું હતું, એટલે નાનો કાંટો દસ પર અન્ો મોટો કાંટો બાર પર જ અટકી ગયો હતો.
રાજન્ો ફરી પોતાની ચારે તરફ નજર ફેરવી. વરસાદથી બચી શકાય, એવી છતવાળી કોઈ જગ્યા પણ આસપાસમાં નહોતી. ‘શું કરવું? એવું વિચારતો રાજન પલળતો ઊભો રહૃાો.’
મુંબઈનો વરસાદ ગાંડો હોય છે, એ રાજન જાણતો હતો. આજે લગભગ બપોરના ત્રણ વાગ્યાથી વરસાદ વરસવો શરૂ થયો હતો.
સીકા લૅબોરેટરીઝની ઑફિસ પાંચ વાગ્યે છૂટી ગઈ હતી અન્ો રાજનના સાથી ઑફિસરો ધીમા વરસતા વરસાદમાં ઘર તરફ નીકળી ગયા હતા. પરંતુ રાજનન્ો થોડુંક કામ હોવાથી એ એકલો રોકાઈ ગયો હતો. છ વાગ્યે ઝીણો વરસાદ વરસતો વરસાદ ગાંડો થઈન્ો વરસવા લાગ્યો હતો. સાડા છ વાગ્યે રાજનનું કામ પ્ાૂરું થયું અન્ો બ્રીફકેસ લઈન્ો બહાર દરવાજા પાસ્ો આવ્યો, તો આટલા ધોધમાર વરસતા વરસાદમાં જવાન્ો બદલે એણે વરસાદ ધીમા થવાની વાટ જોવામાં જ પોતાની સલામતી માની.
પોતાની પત્ની નીમુન્ો, ‘પોત્ો મોડો આવશે એ જણાવવા અંદર ઑફિસમાં આવીન્ો, રાજન્ો ફોન લગાવવાની કોશિશ કરી, પરંતુ સામેનો ફોન જાણે મરી પરવાર્યો હતો.
રાજનન્ો ખબર હતી કે રોજ પોત્ો સાડા પાંચ વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જતો હતો અન્ો આજે સાડા છ તો અહીં જ થયા હતા, અન્ો પોત્ો ઘરે પહોંચ્યો નહોતો, એટલે નીમુ ચિંતામાં ઘાંઘી ઘાંઘી થઈ ગઈ હશે. વળી, આજે તો પગારનો દિવસ હતો અન્ો એટલે તો નીમુ પોતાની વધુ ચિંતા કરતી હશે.
પગારની વાત યાદ આવતાં જ અહીં નરીમાન પોઈન્ટ પર વરસતા વરસાદમાં ઊભેલા રાજનનું હૃદય વધુ જોરથી ધડકવા લાગ્યું. કારણ કે અત્યારે એની બ્રીફકેસના ખાનામાં, કવરમાં પગારના પ્ાૂરા બ્ો હજાર રૂપિયા હતા અન્ો આસપાસ ચારે તરફ સન્નાટો હતો. મુંબઈનો કોઈ ગુંડો….
રાજનના ખભા પર કોઈનો મજબ્ાૂત હાથ પડયો અન્ો એ સાથે જ સાપ પડયો હોય એમ ઊછળીન્ો, પાછળ ફરીન્ો, રાજન્ો
સામે જોયું.
સામે સંત જેવો એક આદમી ઊભો હતો. એની આંખોમાં અન્ો ચહેરા પર અનોખી ચમક હતી. એની મૂછ અન્ો લાંબી દાઢી રૂની પ્ાૂણી જેવી સફેદ હતી, અન્ો એણે માથા પર બાંધેલો મોટો સફેદ રૂમાલ અન્ો પગની પાની સુધી પહેરેલો લાંબો ઝભ્ભો પણ બગલાની પાંખ જેવો સફેદ હતો.
‘શું થયું ભાઈ ? સ્કૂટર બંધ પડી ગયું? પ્ોલા સંત જેવા આદમીએ રાજનન્ો પ્ાૂછયું.’
‘જી હા…આ વરસાદના કારણે…! જુઓન્ો…! વરસાદ પણ બંધ નથી થતો. રાજન્ો ખીજમાં કહૃાું.
‘ભાઈ ! વરસાદ તો હમણાં થોડીક વારમાં જ બંધ થઈ જશે. સંત્ો જાણે વરસાદનો નળ પોત્ો જ ચાલુ-બંધ કરતાં હોય એ રીત્ો કહૃાું.’
‘કદાચ વરસાદ બંધ પડી જાય તો પણ સ્કૂટર બંધ પડયું છે એટલે મારે ઘરે પહોંચવામાં તકલીફ પડશે. શું આટલામાં કોઈ ગ્ૉરેજ-બ્ૉરેજ અત્યારે ખુલ્લું હશે ? રાજન્ો સંત આ વિસ્તારમાં જ ફરતા હશે એટલે એમન્ો ખબર હશે એમ સમજીન્ો પ્ાૂછયું.’
‘ના, ભાઈ! પણ તું ચાલુ તો કરી જો, કદાચ સ્કૂટર ચાલુ થઈ જાય તો…! સંત્ો સલાહ આપતાં કહૃાું.
રાજન્ો એક્સિલેટર પર હાથ ન્ો કીક પર પગ મૂકયો. ‘મેં ચાલુ કરવાની ખૂબ કોશિશ કરી, પરંતુ ચાલુ નથી થતું. કહેતાં એણે કીક મારી અન્ો એની નવાઈ વચ્ચે સ્કૂટર ચાલુ થઈ ગયું.
સીટ પર બ્ોસતાં રાજન્ો શર્ટના ખિસ્સામાંથી પાણીથી પલળેલા રૂપિયા-રૂપિયાના બ્ો ચાંદી જેવા રૂપાળા સિક્કા કાઢયા અન્ો સંત સામે ધર્યા. સંત્ો હાથ લંબાવીન્ો હસતાં-હસતાં એ બન્ન્ો સિક્કા લઈ લીધા.
‘ચાલો બાબા! હું જાઉં છું. કહેતાં રાજન્ો સ્કૂટર પોતાના ઘર તરફના રસ્તા પર દોડાવી મૂકયું.
દૂર જઈ રહેલા રાજનન્ો જોતાં-જોતાં સંતના ચહેરા પર રહસ્યભર્યું હાસ્ય દોડી આવ્યું. રાજન્ો આપ્ોલા બન્ન્ો સિક્કાઓન્ો એણે સાચવીન્ો ખિસ્સામાં મૂકયા.
રાજન અડધે પહોંચ્યો ત્યાં જ વરસાદ ધીમો પડી ગયો.
પોતાના ફલેટના કમ્પાઉન્ડમાં સ્કૂટર મૂકીન્ો, બ્રીફકેસ હાથમાં લઈન્ો એ લિફટમાં આવ્યો અન્ો દસ નંબરનું બટન દબાવ્યું. બટન દબાતાં જ સુઉઉઉ કરતી લિફટ ઉપરની તરફ દોડી. દસમા માળે આવીન્ો લિફટ ઊભી રહી. એ સાથે જ ઓટોમેટિક લિફટનો દરવાજો ખૂલ્યો. રાજન લિફટની બહાર આવ્યો. બહાર ચોરસ લોબી હતી. ડાબી તરફ એક ફલેટ, સામેની તરફ બ્ો ફલેટ અન્ો જમણી તરફ એક ફલેટ, એમ ચાર ફલેટ હતા.
સામસામે બ્ો ફલેટ હતા, એમાંના એક જમણી તરફના ઓગણચાળીસ નંબરના ફલેટમાં મહેતાકાકા રહેતા હતા, અન્ો એકદમ જમણી બાજુના ચાળીસમા નંબરના ફલેટમાં પોત્ો રહેતો હતો.
પોતાના ફલેટના દરવાજા પાસ્ો આવીન્ો રાજન્ો ઘંટડીની સ્વિચ દબાવી. જાણે પોતાની જ વાટ જોઈન્ો બ્ોઠી હોય એમ પહેલી જ મિનિટે નીમુએ દરવાજો ખોલ્યો.
નીમુનું સાચું નામ તો નિર્મલા હતું, પરંતુ રાજન પ્રેમથી એન્ો ‘નીમુ’ કહીન્ો જ બોલાવતો હતો.
રાજનન્ો જોતાં જ નીમુ અંદર દોડી ગઈ અન્ો હાથમાં ટુવાલ લઈન્ો પાછી આવી. ‘લો, પહેલાં માથું થોડુંક લૂછીન્ો કપડાં બદલી લો.’ કહેતાં એણે રાજનના હાથમાંથી બ્રીફકેસ
લઈ લીધી.
માથું લૂછતાં રાજન અંદર આવ્યો અન્ો સામે સોફા પર પમ્મી અન્ો પાયલન્ો ઘસઘસાટ ઊંઘતાં જોઈન્ો એણે પ્ાૂછયું, ‘શું આજે પમ્મી અન્ો પાયલ વહેલાં સ્ાૂઈ ગયાં?’
‘કયાંથી વહેલાં સ્ાૂઈ ગયાં?’ જુઓ તમારી ઘડિયાળમાં….! નીમુએ બ્રીફકેસન્ો પોતાની સાડીથી સાફ કરીન્ો ટેબલ પર મૂકતાં કહૃાું.
રાજન્ો પોતાની ઘડિયાળમાં જોયું. ઘડિયાળમાં અત્યારે પણ પાણી ભરાયેલું હતું, ત્ોમ છતાંય બંધ થઈ ગયેલી ઘડિયાળ અત્યારે ફરીથી ચાલુ થઈ ગઈ હતી. એમાં સવા દસ વાગ્યા હતા. રાજન્ો પોતાની ઘડિયાળમાંથી નજર ખસ્ોડીન્ો ડાબી તરફની દીવાલ પર લાગ્ોલી ઘડિયાળ તરફ જોયું, એમાં અગિયાર વાગ્યા હતા.
‘ઓહ બાપ રે… અગિયાર વાગી ગયા?’ રાજન્ો શર્ટ ઉતરતાં કહૃાું.
‘તો…! આજે આટલું મોડું થઈ ગયું તો કમસ્ોકમ તમારે ફોન તો કરી દેવો જોઈએ, હું તો ચિંતા…!’
‘ભઈ!’ કામ તો સાડા છ વાગ્યે જ પતી ગયું હતું, પરંતુ વરસાદન્ો કારણે રોકાઈ ગયો. વળી ફોન કરવાનો પણ મેં પ્રયત્ન કરેલો પરંતુ ફોન બગડી….
‘રહેવા દો-રહેવા દો હવે. નીમુએ રાજનન્ો બોલતાં રોકી લીધો’, ‘છોડો હવે બહાનાં ન્ો ફટાફટ કપડાં બદલીન્ો આવો, ત્યાં સુધી હું જમવાનું કાઢું છું.’
‘ઓ.કે…! કહેતાં રાજન પોતાના કમરા તરફ આગળ વધી ગયો.’
રાજન પોતાની સાથે જમીન્ો ફરી કમરામાં ગયો, એટલે નીમુ વાસણ ઊટકીન્ો, રસોડું-સાફસ્ાૂફ કરીન્ો, પમ્મી-પાયલન્ો રજાઈ ઓઢાડીન્ો પોતાના કમરામાં આવી, અન્ો દરવાજાન્ો ફકત આડું કરતા પલંગ પર લેટેલા રાજન પાસ્ો આવી. રાજન પાસ્ો બ્ોસતાં એણે પ્ાૂછયું, ‘લાવો હવે, પગાર કયાં છે?
‘બ્રીફકેસમાં છે. પરંતુ પગાર પછી. એ પહેલાં…!
‘ના…ના…!’ કહેતાં રાજન પોતાનો હાથ પકડે એ પહેલાં જ નીમુ દૂર દોડી ગઈ અન્ો બ્ોઠક રૂમમાં જઈન્ો બ્રીફકેસ લઈ આવી. બ્રીફકેસ ટેબલ પર મૂકીન્ો, નીમુએ બ્રીફકેસ ખોલી. બ્રીફકેસમાં અલગ-અલગ ઘણી જાતની દવાઓ અન્ો એના પ્ોમ્ફલેટ વ્યવસ્થિતરીત્ો ગોઠવાયેલાં પડયાં હતાં. નીમુએ બ્રીફકેસના ઢાંકણા પર આવેલા ખાનામાં હાથ નાખીન્ો રૂપિયાનું કવર કાઢયું. એ કવરની સાથે એક બીજું લીલા રંગનું કવર પણ હાથમાં આવ્યું. કવરમાંથી મીઠી સુગંધ ઊડીન્ો નીમુના નાકમાં ઘૂસી.
પગારના કવરન્ો ટેબલ પર મૂકતાં, એ લીલા રંગનું કવર હેરવી-ફેરવીન્ો, રાજન સામે જોતાં નીમુએ પ્ાૂછયું, ‘શું કોઈનો પ્રેમપત્ર છે આ…?
‘ના હોય!’ કયાં છે ? પ્ાૂછતાં રાજન્ો ફરીથી નીમુ સામે જોયું.
‘શું ના!’ તો તમારી બ્રીફકેસમાંથી નીકળેલું આ લીલા રંગનું સુગંધીદાર કવર કોનું છે ? કહેતાં નીમુએ કવરની પાછળ આગળ જોયું તો ફકત ‘પ્રિય રાજનકુમાર એટલું જ
લખ્યું હતું.
‘મારી બ્રીફકેસમાં લીલા રંગનું કવર..?!? જાણે પોત્ો બ્રીફકેસમાં લીલા રંગનું કવર કયારે મૂકયું હતું ? એવું યાદ કરવાની કોશિશ કરતાં રાજન્ો કહૃાું.’
‘હા….હું જરા વાંચું તો ખરી કે, તમારી સગલી ન્ો મારી શોક્ય કોણ છે? કહેતાં નીમુએ લીલા રંગનું કવર ફોડયું તો એમાં લીલી ચિઠ્ઠી ગડી વાળીન્ો મૂકેલી હતી. એ ચિઠ્ઠીમાં પણ નાક્ધો તરબતર કરી દે એટલી સુગંધ ભરાયેલી હતી. નીમુએ કવર ફાડીન્ો કચરાટોપલીમાં ફેંકયું અન્ો એ ચિઠ્ઠી ખોલી તો એમાં સફેદ રંગના મોટા અક્ષરે લખેલું લખાણ વાંચતાં જ જાણે એની આંખો પહોળી થઈ ગઈ. એનું દય પણ થોડાક ડરથી, વધુ જોરથી ધડક…ધડક…ધડકવા લાગ્યું.
નીમુના ચહેરા પર આવેલા ડરના ભાવ જોતાં, પલંગ પર બ્ોઠાં થઈ જતાં રાજન્ો પ્ાૂછયું, ‘શું છે આ ચિઠ્ઠીમાં?’
કંઈ બોલવાન્ો કે જવાબ આપવાન્ો બદલે નીમુ ચિઠ્ઠી લઈન્ો રાજન પાસ્ો આવી અન્ો ચિઠ્ઠી રાજનના હાથમાં આપતાં, એની પાસ્ો જ બ્ોસી ગઈ.
ચિઠ્ઠીમાંની સુગંધ રાજનના નાકમાં પણ ઘૂસી.
રાજન્ો એ ચિઠ્ઠી પર નજર ફેરવી. એ ચિઠ્ઠીમાં મોટા-મોટા અક્ષરે લખ્યું હતું-
‘હું જિન્નાત છું. તન્ો મળવા માગું છું. તું આ શુક્રવારે સાંજે, બરાબર ચાર વાગ્યે આકાશગંગા બિર્લ્ડિંગના સાડત્રીસમા માળે મન્ો મળવા આવી જા.’
-જિન્નાત.
રાજન એકદમ બ્ોઠો થઈ ગયો. નીમુ સામે જોતાં એણે પ્ાૂછયું, ‘આ…આ…ચિઠ્ઠી….મારી બ્રીફકેસ-માંથી નીકળી ? ! ?
‘હા..! નીમુ’એ જવાબ આપ્યો. જિન્નાત્ો રાજનન્ો લખેલી ચિઠ્ઠી જોઈન્ો નીમુ ગભરાઈ ગઈ હતી.
રાજનન્ો આઘાત સાથે નવાઈ લાગી. ‘આ ચિઠ્ઠી પોતાની બ્રીફકેસમાં આવી કયાંથી?’
પોત્ો આજે આખો દિવસ ઑફિસમાં જ હતો. ઑફિસમાં પોતાની સાથેના કર્મચારીગણમાંથી કોઈકે આ ચિઠ્ઠી પોતાની બ્રીફકેસમાં મૂકી હશે?
પોતાના જિગરી દોસ્ત ઝુબ્ોર અન્ો પરિમલ પણ આજે ઑફિસમાં પોતાન્ો મળવા માટે આવ્યા હતા.
તો શું એમણે પોતાની મજાક કરવા માટે આ ચિઠ્ઠી પોતાની બ્રીફકેસમાં મૂકી હશે?
પોત્ો પગાર લઈન્ો, કામ પતાવીન્ો ઘર તરફ નીકળ્યો ત્યારે રસ્તામાં પ્ોલા સંત મળ્યા હતા.
તો શું એ સંત્ો પોતાની બ્રીફકેસમાં જિન્નાતની ચિઠ્ઠી મૂકી હશે ?
પરંતુ એ શકય નહોતું. કારણ કે એક તો પોતાની બ્રીફકેસ સ્કૂટર પર હતી અન્ો એ સંત સ્કૂટરથી ત્રણેક ફૂટ દૂર ઊભા હતા. વળી પોત્ો એ સંતની સામે એ બ્રીફકેસ ખોલી નહોતી. અન્ો એટલે એ સંત્ો આવી ચિઠ્ઠી પોતાની બ્રીફકેસમાં મૂકી હોય એવો સવાલ જ પ્ોદા થતો નહોતો.
કદાચ આ ચિઠ્ઠી ઝુબ્ોરે અથવા તો પરિમલે મૂકી હોવી જોઈએ.
હાથમાં ચિઠ્ઠીન્ો પકડેલી રાખીન્ો, રાજનન્ો કંઈક વિચારમાં ડૂબ્ોલો જોઈન્ો એન્ો હલબલાવતાં નીમુએ પ્ાૂછયું, ‘શું થયું ? હવે તમે શું કરશો ? કાલે જ તો શુક્રવાર છે !
ઝબકી જતાં રાજન્ો નીમુ સામે જોયું અન્ો પછી ફરી ચિઠ્ઠી સામે જોતાં, ધીમું હસ્યો.
‘ચિઠ્ઠીના અક્ષર ઝુબ્ોર કે પરિમલ બન્ન્ોમાંથી એકના લાગ્ો છે, એટલે કદાચ એમણે જ આવી મજાક કરી હશે. કહેતાં રાજન્ો એ ચિઠ્ઠી ફાડીન્ો, એનો ડૂચો વાળીન્ો કમરાના ખૂણા તરફ ફેંકી દીધો.’
‘ઝુબ્ોરભાઈન્ો અન્ો પરિમલભાઈન્ો કહી દેજો કે આવી મશ્કરી ફરી કયારેય કરે નહીં.’ મશ્કરો સ્વભાવ હોય તો સારું, પરંતુ ઝુબ્ોરભાઈ અન્ો પરિમલભાઈ તો હદ જ કરે છે. અઠવાડિયામાં એકાદ વાર કોઈ મજાક-મશ્કરી ન કરે તો એમન્ો ચેન જ પડતું નથી. નીમુએ રાજનની છાતી પર માથું મૂકતાં કહૃાું.
‘દોસ્ત ત્ો આનું નામ!’ કહેતાં રાજન હસ્યો, ‘ચાલ હવે, સ્ાૂઈ જઈએ.’ કહેતાં પલંગના માથા ઉપર, ભીંત પર લાગ્ોલી ડિમલાઈટની સ્વિચ રાજન્ો દબાવી, ડિમલાઈટ ચાલુ કરી અન્ો બીજી સ્વિચ દબાવીન્ો ટયૂબલાઈટ બંધ કરી.
ડિમલાઈટનું ઝાંખું-પીળું અજવાળું કમરામાં પથરાયું. રાજન્ો પલંગ પર સીધા લેટતાં આંખો મીંચી અન્ો એની છાતી પર માથું રાખીન્ો લેટેલી નીમુના રેશમી-કાળા વાળ પર વહાલથી હાથ ફેરવવા લાગ્યો.
માથે રાજનનો વ્હાલભર્યો હાથ ફરતાં જ બધું ભૂલીન્ો નીમુ પાંચ મિનિટમાં જ ઘસઘસાટ ઊંઘવા લાગ્યો.
ટ્રીઈઈઈઈન….!
રાજનન્ો લાગ્યું કે કોઈ મુખ્ય દરવાજાની ઘંટડી વગાડી રહૃાું છે. છાતી પર માથું રાખીન્ો લેટેલી નીમુનું માથું અદ્ધર કરીન્ો રાજન એ જાગી ન જાય એ રીત્ો ખૂબ જ ધીમેથી એન્ો બાજુ પર લેટાવીન્ો ધીમેથી એ પલંગ પરથી ઊતરીન્ો બ્ોઠકરૂમમાં આવ્યો.
બ્ોઠકરૂમના સોફા પર પમ્મી અન્ો પાયલ ઘસઘસાટ ઊંઘી રહૃાાં હતાં.
ટ્રીઈઈઈઈન….!
ફરીથી મુખ્ય દરવાજાની ઘંટડી વાગી, એ સાથે જ રાજન ઝડપી ચાલે દરવાજા પાસ્ો પહોંચ્યો. ખટ્ કરતાં સ્ટૉપર ખોલીન્ો એણે દરવાજો ખોલ્યો અન્ો સામે ઊભેલી વ્યક્તિન્ો જોતાં જ એક પગલું પાછળ ખસી ગયો.
સામે સાત્ોક ફૂટ ઊંચો-પહોળી છાતીવાળો ન્ો કાળા ઝભ્ભાવાળો એક આદમી ઊભો હતો. એનો ચહેરો બિલકુલ કાળો હતો, એના વરુ જેવા બ્ો લાંબા તીણા દાંત મોઢાની બહાર નીકળેલા હતા. એના કાળા ચહેરા પર બ્ો લાલ આંખો તગતગી રહી હતી. એના હાથના દસ્ોદસ નખ ખંજર જેવા લાંબા ન્ો આગળથી ધારદાર હતા.
રાજનના ચહેરા પરથી પરસ્ોવો નીતરવા લાગ્યો.
‘હું જિન્નાત છું.’ સામે ઊભેલા એ ભયાનક આદમીએ ઘોઘરા અવાજમાં કહૃાું, ‘તન્ો મારી ચિઠ્ઠી મળી, અન્ો ત્ોં એન્ો મજાક સમજીન્ો ફેંકી દીધી ! ત્ોં મારો હુકમ માન્યો નહીં….!’
‘મ…મ…મન્ો…એમ કે…ઝુબ્ોરે…મ….મ.. મજાક કરી હશે. એ…એ…’
‘મારી ચિઠ્ઠીન્ો ત્ોં મજાક સમજી! હું તન્ો નહીં છોડું.’ કહેતાં જિન્નાત્ો રાજન પર છલાંગ લગાવી અન્ો પોતાના હાથના દસ્ોદસ ખંજર જેવા નખ રાજનના ગળામાં ઘોંચી દીધા. રાજનના ગળામાંથી લોહીનો ફુવારો છૂટયો અન્ો એના ગળામાંથી એક ધીમી ચીસ નીકળી.
પછી….પછી શું થયું…? રાજનનું શું થયું…? જિન્નાતના કહેવા મુજબ શુક્રવારે રાજન જિન્નાતન્ો મળવા જઈ શકયો…? જિન્નાત શું કરવા રાજન સાથે મળવા માગતો હતો…? રાજનની પત્ની નીમુનું શું થયું…? એ બધું જ જાણવા માટે આપ્ો રહસ્ય અન્ો રોમાંચથી ભરપ્ાૂર આવતો અંક વાંચવો જ પડશે.
———————
‘હું જિન્નાત છું.’ સામે ઊભેલા એ ભયાનક આદમીએ ઘોઘરા અવાજમાં કહૃાું,
‘તન્ો મારી ચિઠ્ઠી મળી અન્ો ત્ોં
એન્ો મજાક સમજીન્ો ફેંકી દૃીધી !
ત્ોં મારો હુકમ માન્યો નહીં…!’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.