જિન્નાત પ્રકરણ: ૫

ધર્મતેજ

ના… એ સાચું જ હતું. આમાં પ્ોલા દીવાલમાંથી આવેલા અવાજનો ચમત્કાર લાગ્ો છે. તો શું ઉપર જે પોતાની સાથે વાતો કરતો હતો એ ખરેખર જિન્નાત જ હતો?

રાજનની નજર સામે અત્યારે ભયાનક ચહેરાવાળો વરુ જેવા લાંબા દાંત અન્ો ખંજર જેવા લાંબા નખવાળો જિન્નાત દેખાઈ રહૃાો હતો. એના મનમાં સવાલ પડઘાઈ રહૃાા હતા: ‘આકાશગંગા બિલ્ડિંગમાં જિન્નાત મળશે? શું જિન્નાત પોતાન્ો ખતમ કરી નાખશે???’

એચ. એન. ગોલીબારની નવલકથા

કૅબિનમાં પહોંચીન્ો, ઝુબ્ોરે ટેબલ પર પડેલો ફોન ઉઠાવ્યો. ‘હેલ્લો…!’
‘હું સલમા બોલું છું’. કહેતાં સલમાએ વાત કહેવાની શરૂ કરી. સલમાની વાત સાંભળીન્ો ઝુબ્ોરન્ો જાણે ચક્કર આવવા માંડ્યા. પોતાની જાતન્ો સંભાળતા ઝુબ્ોરે ફોનમાં સામેથી આવતો અવાજ સાંભળવા માંડ્યો. ફોનમાં એની પત્ની સલમા કહી રહી હતી, ‘…અબ્બાજાનની તબિયત અચાનક બગડી ગઈ છે. તમે તુરત જ ઘરે આવી જાવ.’ સામેથી ઝુબ્ોરની પત્ની સલમાનો ગભરાયેલો અવાજ સંભળાયો.
‘શું થયું એમન્ો…?’ ઝુબ્ોરે રઘવાટભર્યા અવાજે કહૃાું.
‘લાગ્ો છે કે બીજો હૃદયરોગનો હુમલો આવ્યો છે. અમે એમ્બ્યુલન્સમાં જે. જે. હૉસ્પિટલ પહોંચીએ છીએ. તમે ત્યાં જ પહોંચો.’ કહેતાં જાણે વધુ સમય બગાડવા ન માગતી હોય એમ સામેથી સલમાએ ફોન મૂકી દીધો. ઝુબ્ોર પણ ફોન પટકતાં દોડતી ચાલે સ્ટોરની બહાર આવ્યો. રાજન ટૅક્સીમાં બ્ોઠો હતો. ટૅક્સી પાસ્ો પહોંચીન્ો ટૅક્સીનો દરવાજો બંધ કરતાં, બારીમાંથી અંદર જોતા ઝુબ્ોરે ઝડપથી કહૃાું, ‘રાજન!’ અબ્બાજાનન્ો બીજો હાર્ટએટેક આવ્યો છે. તું એકલો જ આકાશગંગા ઊપડ. હું જે. જે. હૉસ્પિટલમાં મળીશ, ત્યાં તું આવી જજે.
‘પણ….હું પણ તારી સાથે હૉસ્પિટલે આવું છું.’ કહેતાં સીટ પરથી સરકતાં દરવાજા પાસ્ો આવતાં રાજન્ો કહૃાું.
‘ના…તું ત્યાં જા…હું અહીં સંભાળી લઈશ.’ ઝુબ્ોરે દરવાજાન્ો દબાવેલો રાખતાં ડ્રાઈવર તરફ નજર ફેરવી, ‘સરદારજી ! જાન્ો દો આકાશગંગા બિલ્ડિંગ તરફ. અન્ો ત્યાં વધુ રોકાયા વિના એણે પાછળથી આવી રહેલી ટૅક્સીન્ો હાથ બતાવ્યો.
સરદારજીન્ો પણ જાણે મોડું થતું હોય એમ એણે ટૅક્સી ચાલુ કરીન્ો રસ્તા પર દોડાવી મૂકી.
ઊભી રહી ગયેલી ટૅકસીમાં છલાંગ મારતો હોય એ રીત્ો બ્ોસતાં ઝુબ્ોરે, ‘જે.જે. હૉસ્પિટલ લે લો કહેતાં દરવાજો બંધ કરી દીધો.’
ટૅક્સી ડ્રાઈવરે ટૅક્સી દોડાવી મૂકી.
આગળ ચાર રસ્તા પાસ્ો પહોંચીન્ો સરદારજીએ કારન્ો પાછી ફેરવી અન્ો આકાશગંગા બિલ્ડિંગ તરફ ટૅક્સી દોડાવી.
બરાબર એ જ વખત્ો સામેના રસ્ત્ોથી સીધો-જે. જે. હૉસ્પિટલ જવા માટે-ઝુબ્ોરની ટૅકસી પસાર થઈ.
પરંતુ આ ટૅક્સીમાં બ્ોઠેલા રાજનની નજર સામેના રસ્તા પર નહોતી.
એની નજર સામે અત્યારે ભયાનક ચહેરાવાળો વરુ જેવા લાંબા દાંત અન્ો ખંજર જેવા લાંબા દાંત નખવાળો જિન્નાત દેખાઈ રહૃાો હતો એના મનમાં સવાલ પડઘાઈ રહૃાા હતા :
‘આકાશગંગા બિલ્ડિંગમાં જિન્નાત મળશે ?’
‘શું જિન્નાત પોતાન્ો ખતમ કરી નાખશે ? ? ?’
જ્યારે સામેથી પસાર થઈ ગયેલી ટૅક્સીમાં બ્ોઠેલા ઝુબ્ોરની નજર પણ આ તરફ નહોતી. એની નજર સામે અત્યારે એના અબ્બાજાનનો ચહેરો તરવરી રહૃાો હતો.
એના મનમાં સવાલ પડઘાઈ રહૃાા હતા :
‘પોતાના અબ્બાજાનન્ો કંઈ થશે તો નહીંન્ો?’
‘આ બીજા હાર્ટ એટેકમાં એ બચી તો જશે ન્ો ???’
આકાશગંગા બિલ્ડિંગની સામેની ફૂટપાથ પાસ્ો ટૅક્સી લાવીન્ો સરદારજીએ ઊભી રાખી.
રાજન ટૅક્સીમાંથી ઊતર્યો અન્ો ભાડું ચૂકવી દીધું.
ટૅક્સી ડ્રાઈવર આગળ વધી ગયો.
રાજન્ો પોતાનાથી લગભગ સાઠેક ફૂટ દૂર સામે આવેલી આકાશગંગા બિલ્ડિંગ સામે જોયું. આકાશગંગાના પાયાથી ચઢાવતાં-ચઢાવતાં રાજન્ો નજરન્ો છેક ધાબા સુધી પહોંચાડી. સામે ઊભેલી બિલ્ડિંગ ‘આકાશગંગા જ જાણે જિન્નાત હોય એમ એના પગ થોડીકવાર સુધી ત્યાં જ ગુંદરની જેમ ચોંટી રહૃાા.’ પછી એની ઘડિયાળમાં જોયું.
એમાં ચાર વાગ્યાન્ો દસ મિનિટ થઈ હતી. પોતાન્ો દસ મિનિટનું મોડું થઈ ગયું હતું. ‘મોડા આવવા બદલ જિન્નાત ગુસ્સ્ો થશે તો…?’ એવા, વિચાર સાથે જમીન સાથે ચોંટેલા પગન્ો જબરજસ્તી ઉખાડતો રાજન, રસ્તો ઓળંગીન્ો આકાશગંગા બિલ્ડિંગના પગથિયાં પાસ્ો આવ્યો.
પગથિયાં પાસ્ો જ ચોકીદાર પોતાની મસ્તીમાં મસાલો મમળાવતો ઊભો હતો.
આકાશગંગા બિલ્ડિંગમાં અલગ-અલગ મોટી-મોટી કંપનીઓની ઘણી-બધી ઑફિસો હતી. અત્યારે ઑફિસો છૂટવાન્ો ફકત કલાકની વાર હતી એટલે, કામકાજ માટે આવનારાઓની અત્યારે ભીડ નહોતી.
રાજન ઓટોમેટિક લિફ્ટ પાસ્ો પહોંચ્યો. ખાલી લિફ્ટ ઊભી હતી. અંદર આવીન્ો એણે સહુથી ઉપરનું બટન દબાવ્યું. એ સાથે જ ઓટોમેટિક દરવાજો બંધ થયો અન્ો સુઉઉઉના અવાજ સાથે લિફ્ટ ઉપરની તરફ દોડી.
એક…બ્ો…ત્રણ…ચાર…પાંચ….છ….સાત એક પછી એક માળ ચઢતી લિફ્ટ સાડત્રીસમા માળે આવીન્ો ઊભી રહી. અન્ો એ સાથે જ લિફટનો દરવાજો ખૂલી ગયો.
સામે એકદમ સફેદ દીવાલ હતી અન્ો એની પર મોટા લીલા અક્ષરે માળ નંબર સાડત્રીસ લખેલો હતો.
રાજન બન્ો એટલી વધુ હિંમત ભેગી કરતાં, લિફ્ટની બહાર સાડત્રીસમા માળ પર આવ્યો. એણે જમણી તરફ જોયું. જમણી તરફની દીવાલો પણ સફેદ હતી અન્ો એની વચમાં લાગ્ોલો દરવાજો પણ બિલકુલ સફેદ હતો. એણે ડાબી તરફ ગરદન ફેરવીન્ો સામે જોયું તો આ તરફની દીવાલો અન્ો દરવાજો પણ બિલકુલ સફેદ હતો.
રાજન ડાબી તરફથી જમણી તરફ ફરીન્ો, જમણી તરફના દરવાજા તરફ આગળ વધ્યો. એણે દરવાજાન્ો ધક્કો માર્યો. એ સાથે જ એક અનોખી સુગંધ એના નાકમાં ઘૂસીન્ો, એના મગજન્ો મસ્ત બનાવી ગઈ.
આ….આ…સુગંધન્ો એનું નાક બરાબર ઓળખતું હતું. આ સુગંધ જ્યારે પોત્ો નીમુન્ો પોતાના હાથમાં પહેલી વાર લીલી ચિઠ્ઠી આપી હતી ત્યારે પોતાના નાકમાં ઘૂસી હતી. એ પછી પણ જ્યારે-જ્યારે લીલી ચિઠ્ઠી પોતાના હાથમાં આવી હતી ત્યારે-ત્યારે આ સુગંધ પોતાના નાકમાં પ્રવેશી હતી.
રાજન અંદર આવ્યો એટલે દરવાજો આપમેળે બંધ થઈ ગયો. રાજનનું હૃદય ડરથી વધુ જોરથી ધડક્યું. એણે ગભરાયેલી આંખો ચારે તરફ ફેરવી.
અત્યારે રાજન પોત્ો એક મોટા કમરામાં ઊભો હતો. કમરામાં વચ્ચોવચ બ્ો મોટી સફેદ ગાદીવાળી ખુરશી અન્ો એની બાજુમાં ટેબલ પર એક રેડિયો જેવું પડ્યું હતું. કમરામાં એક બીજો પણ દરવાજો હતો. આખોય રૂમ ઝાંખા આસમાની રંગનો હતો અન્ો એમાં વાદળાં જેવી મોટી-મોટી સફેદ આકૃતિઓ પણ દોરાયેલી હતી. જમીન પણ વાદળાં જેવી સફેદ હતી.
અહીંનું વાતાવરણ એવું હતું, જાણે રાજન પોત્ો અત્યારે વાદળાંઓ વચ્ચે ઊભો હતો.
‘આવ રાજન…’ એક ભારેખમ છતાં મોહક અવાજ રાજનના કાન્ો પડ્યો અન્ો એ સાથે જ કરન્ટ લાગ્યો હોય એમ રાજનનું હૃદય ઊછળ્યું અન્ો એણે ઝડપથી ચારે તરફ નજર ફેરવી.
રાજનન્ો લાગ્યું કે એ કમરાની વચ્ચે ટેબલ પર પડેલા રેડિયોમાંથી જ અવાજ આવ્યો હોવો જોઈએ.
‘કોણ…કોણ છો તમે…?’ રાજન્ો રેડિયો તરફ જોતાં પ્ાૂછ્યું, ‘આખરે તમે શા માટે મારી પાછળ પડ્યા છો?’
‘શાંતિ રાખ, રાજન!’ હું તન્ો બધું જ કહું છું. ફરીથી રેડિયોમાંથી અવાજ આવ્યો.
રાજનન્ો લાગ્યું કે કોઈ માણસ આ રેડિયો સાથે વાયર જોડીન્ો, બાજુના કમરામાં બ્ોઠો-બ્ોઠો એની મજાક ઉડાવી રહૃાો છે.
રાજન ઝડપી ચાલે રેડિયો પાસ્ો પહોંચ્યો એ રેડિયોનું બટન બંધ કરી દીધું. એ સાથે જ ફરી, એ જ રીત્ો પ્ોલો અવાજ આવ્યો, ‘રાજન!’ ત્ોં ભલે રેડિયો બંધ કરી દીધો, પરંતુ રેડિયો વિના પણ હું બોલી શકું છું.
સો ટકા બાજુના કમરામાં જ કોઈ ઊભું-ઊભું બોલી રહૃાું છે, એવા વિચાર સાથે એક છલાંગમાં રાજન એ દરવાજા પાસ્ો પહોંચ્યો અન્ો દરવાજાન્ો હાથથી ધક્કો માર્યો એ સાથે જ દરવાજો ખૂલી ગયો. રાજન ઝડપથી અંદર આવ્યો. આ કમરો પણ ખૂબ જ મોટો હતો. આ કમરામાં જમણી અન્ો ડાબી બાજુ, બાજુના કમરા જેવી જ સફેદ દીવાલો હતી. સામે નીચે સળંગ એક ફૂટ જેટલી ઊંચી દીવાલ હતી અન્ો પછી એની ઉપર સળંગ કાચની બારીઓ હતી. એ કાચની આરપાર મુંબઈનું આકાશ ત્ોમ જ આકાશ સાથે વાતો કરતી મુંબઈની બીજી બિલ્ડિંગો દેખાતી હતી.
‘રાજન!’ તું આમ દોડાદોડી શું કરી રહૃાો છે? તન્ો દીવાલોમાંથી-છતમાંથી-જમીન પરથી આવી રહેલો મારો અવાજ સાંભળીન્ો નવાઈ ન્ો ચમત્કાર જેવું લાગ્ો છે ? અવાજ હસ્યો, ‘હું જિન્નાત છું.’ આ તો ચમત્કારનો એક નાનકડો નમૂનો જ બતાવ્યો છે. ચાલ બીજો નમૂનો તન્ો બતાવું. દીવાલમાંથી આવી રહેલો અવાજ અટક્યો.
રાજન્ો કાન સરવા કર્યા. એક ચમત્કાર તો એણે જોયો જ હતો. અત્યારે ગ્ોબી અવાજની જેમ દીવાલોમાંથી અવાજ આવી રહૃાો હતો, પરંતુ હજુ પણ રાજનનું મન માનતું નહોતું કે એ જિન્નાત જ બોલી રહૃાો છે.
‘અત્યારે તું સાડત્રીસમા માળ પર છે ન્ો?’ અવાજે પ્ાૂછ્યું.
‘હા….હા….હા…!’ રાજન્ો હા પાડી.
‘જા…નીચે જઈન્ો, કોઈન્ો પ્ાૂછીન્ો ખાતરી તો કરી આવ કે તું ખરેખર સાડત્રીસમા માળે જ અત્યારે ઊભો છે ન્ો?’
‘હાસ્તો વળી…’ રાજન બોલ્યો, ‘હું ખુદ પોત્ો લિફટમાં સાડત્રીસમા માળે આવ્યો છું. બહાર દીવાલ પર માળનો નંબર સાડત્રીસ લખાયેલો છે. રાજન્ો જાણે એ અવાજના ચમત્કારની ચોરી પકડવા માગતો હોય એમ કહૃાું.’
‘રાજન….’ તું જઈન્ો ખાતરી તો કરી આવ. એ અવાજે કહૃાું.
‘ભલે….!’ કહેતાં રાજન મુખ્ય દરવાજા તરફ આગળ વધ્યો. ખાતરી કરવામાં એન્ો શું વાંધો હતો ? વળી અત્યારે એ જિન્નાતનું અસલી રહસ્ય જાણવા જ તો અહીં આવ્યો હતો.
બહાર નીકળીન્ો એ લિફટ પાસ્ો આવ્યો, અન્ો લિફટની સામે દીવાલ પર લખેલો માળનો નંબર જોયો. ત્યાં સાડત્રીસ નંબર જ લખાયેલો હતો.
રાજન મલક્યો. એન્ો થયું કે હવે એ વાત પકડાઈ જશે કે એ કમરામાં આવી રહેલો અવાજ જિન્નાતનો છે કે નહીં? કે વળી કોઈ ચસકેલા ભેજાએ મજા લૂંટવા ખાતર પોતાની મજાક કરી છે ?
લિફટમાં બ્ોસીન્ો રાજન્ો ગ્રાઉન્ડ ફલોર-સહુથી નીચેના માળનું બટન દબાવ્યું એ સાથે જ ઓટોમેટિક લિફટનો દરવાજો બંધ થયો અન્ો સડસડાટ કરતી લિફટ નીચે ઊતરવા લાગી.
છેક નીચે લિફટ પહોંચીન્ો ઊભી રહી. દરવાજો ખૂલ્યો એટલે રાજન બહાર આવ્યો.
બરાબર એ જ વખત્ો બાજુની લિફટ નીચે આવીન્ો ઊભી રહી અન્ો એમાંથી બ્ો જણ હાથમાં બ્રીફકેસ સાથે બહાર નીકળ્યા.
રાજન્ો એમન્ો જ પ્ાૂછી લેવાનું નક્કી કરીન્ો, આગળ નીકળી ગયેલા એ બન્ન્ોન્ો રોક્યા. ‘ભાઈ…!’
પ્ોલા બન્ન્ોએ વાતો બંધ કરી, પાછળ ફરીન્ો રાજન સામે ‘શું?’ એવી સવાલભરી નજરે જોયું.
‘ભાઈ!’ આ બિલ્ડિંગ સાડત્રીસ માળની છે ન્ો ? જાણે એ બન્ન્ો પોતાના આ સવાલનો જવાબ ‘હા’માં આપવાના હોય એ રીત્ો રાજન્ો પ્ાૂછ્યું.
પ્ોલા બન્ન્ોએ એકબીજા સામે જોયું. પછી ધીમું મલક્યા. એ બન્ન્ોમાંથી એક જણે રાજનન્ો પ્ાૂછ્યું, ‘તમન્ો આ વાત કોણે કહી કે આ બિલ્ડિંગ સાડત્રીસમા માળનું છે?’
‘હું પોત્ો જ અત્યારે ઉપર સાડત્રીસમા માળે જઈન્ો આવ્યો ન્ો!’ રાજન્ો કહૃાું.
પ્ોલા બન્ન્ોએ ફરી એકબીજા સામે જોયું. રાજન્ો પાગલ જેવી વાત કરી હોય એમ એ બન્ન્ોના ચહેરા પરનું હાસ્ય જતું રહૃાું. એની જગ્યાએ પોત્ો પાગલ સાથે વાત કરી રહૃાા હોય એવો ગભરાટ એ બન્ન્ોના ચહેરા પર આવી ગયો.
એક જણે ચહેરા પર હાસ્ય લાવવાની કોશિશ કરતાં કહૃાું, ‘તમે કહો છો તો તમારી વાત સાચી હશે પરંતુ…! કહેતાં એ અડધો ફર્યો. સાથેનો બીજો આદમી પણ ફર્યો, ‘પરંતુ અમે આ બિલ્ડિંગના સત્યાવીસમા માળે જ કામ કરીએ છીએ અન્ો એ માળ છેલ્લો માળ છે, એ પછી ધાબું જ આવે છે. કહેતાં પ્ોલો આદમી પગથિયાં તરફ આગળ વધ્યો. સાથેનો આદમી પણ પ્ોલાની સાથે ચાલવા લાગ્યો. બન્ન્ો પગથિયાં ઊતરીન્ો રાજનની નજર સામેથી ગાયબ થઈ ગયા.
રાજન અવાચક્ ઊભો રહી ગયો. એન્ો પોતાના કાન પર વિશ્ર્વાસ બ્ોઠો નહીં.
એણે પોતાની સગી આંખે સાડત્રીસમો માળ જોયો હતો. ‘તો શું પ્ોલા અવાજે કહેલી વાત સાચી હતી ? શું એ ખરેખર જિન્નાત છે અન્ો એણે આવો ચમત્કાર કર્યો હશે?’
‘પણ એ કઈ રીત્ો બન્ો?’
એ લિફટ તરફ ફરવા જ જતો હતો ત્યાં જ એની નજર સામે પગથિયાં પાસ્ો ઊભેલા ચોકીદાર પર પડી.
‘પોત્ો ચોકીદારન્ો પ્ાૂછી જોવું જોઈએ. તો પોતાન્ો બિલ્ડિંગ કેટલા માળનું છે એ ચોક્કસ માહિતી મળી જશે. આવા વિચાર સાથે રાજન ચોકીદાર તરફ આગળ વધ્યો અન્ો ચોકીદાર પાસ્ો આવીન્ો ઊભો રહૃાો.’
‘બોલો સાહેબ!’ ચોકીદારે રાજનન્ો પ્ાૂછ્યું.
‘મારે તમન્ો એક વાત પ્ાૂછવી છે!’ રાજન્ો કહૃાું અન્ો પછી ચોકીદાર કંઈ બોલે એ પહેલાં જ એણે પ્ાૂછ્યું, ‘આ આકાશગંગા બિલ્ડિંગ કેટલા માળનું છે?
‘સત્યાવીસ માળનું.’ ચોકીદારે બીજી જ સ્ોક્ધડે જવાબ આપ્યો.
‘પણ…પણ….હમણાં જ તો હું ઉપર સાડત્રીસમા માળે જઈન્ો આવ્યો.’ રાજન્ો કહૃાું.
રાજનની વાત સાંભળીન્ો ચોકીદારની આંખો નવાઈથી પહોળી થઈ, ‘તમે ઉપર સાડત્રીસમા માળે જઈન્ો આવ્યા? ચોકીદારે રાજનન્ો સવાલ પ્ાૂછ્યો.
‘હા…હા…હું હમણાં જ તો ઉપર સાડત્રીસમા માળે જઈન્ો આવ્યો. રાજન્ો જાણે આ બિલ્ડિંગ સાડત્રીસ માળનું છે એમ હમણાં ચોકીદાર કહેશે, એવી ખુશી સાથે કહૃાું.’
‘આ….બિલ્ડિંગ….સાડ… ત્રીસ… માળનું છે…!’ ચોકીદાર કંઈક વિચારતો હોય એમ બોલ્યો, અન્ો પછી રાજન સામે જોઈન્ો હસ્યો, ‘સાહેબ!’ તમે આજે કંઈક વધારે જ દારૂ ઢીંચી લીધો લાગ્ો છે. હું અહીં બાર વરસથી નોકરી કરું છું. અન્ો આ બિલ્ડિંગના એકેએક ખૂણા વિશે જાણું છું. તમે સત્યાવીસમા માળે જઈન્ો આવ્યા હશો, પરંતુ નશાન્ો કારણે એવું લાગ્યું હશે, કે તમે સાડત્રીસમા માળે જઈન્ો આવ્યા છો. ચોકીદારે કહૃાું.
રાજનન્ો જાણે ચોકીદાર, પગથિયાં, આકાશગંગા બિલ્ડિંગ ચક્કર-ચક્કર ફરતું લાગ્યું. એણે પોતાની જાતન્ો સંભાળી અન્ો લિફટ તરફ ફર્યો. ચોકીદાર મનોમન હસવા લાગ્યો. રાજન ઝડપથી લિફટ તરફ આગળ વધ્યો ત્યાં જ એની નજર સામે દીવાલ પર લાગ્ોલી અલગ-અલગ કંપનીઓનાં નામ પર પડી. એની આગળ એ કંપનીઓ કયા માળે છે એ લખેલું હતું.
રાજન એ પટ્ટીઓની બિલકુલ નજીક આવ્યો અન્ો એણે માળના નંબરો પર નજર દોડાવી. પટ્ટીઓ પર એકથી સત્યાવીસ માળ સુધીના જ નંબર હતા. સત્યાવીસમા નંબર પછી એકેય નંબર નહોતો.
‘તો…તો…એનો મતલબ એ કે સત્યાવીસ માળ પછી અઠ્યાવીસમો માળ પણ આ બિલ્ડિંગમાં નથી. પણ…પણ…તો પછી પોત્ો સાડત્રીસમા માળ પર જઈન્ો આવ્યો એ ખોટું ? એ સપનું ?’
ના…એ સાચું જ હતું. આમાં પ્ોલા દીવાલમાંથી આવેલા અવાજનો ચમત્કાર લાગ્ો છે. તો શું ઉપર જે પોતાની સાથે વાતો કરતો હતો એ ખરેખર જિન્નાત જ હતો ? આ વિચાર આવતાં જ રાજન ધ્રૂજી ઊઠ્યો.
પછી….પછી શું થયું…? જિન્નાતના ચમત્કાર જોઈન્ો ધ્રૂજી ઊઠેલા રાજનનું શું થયું ? જિન્નાત શું કરવા રાજનન્ો મળવા માગતો હતો…? રાજનના દોસ્ત ઝુબ્ોરનું શું થયું…? રાજનની બહેન હીનાનું શું થયું…? રાજનની પત્ની નીમુનું શું થયું…? એ બધું જ જાણવા માટે આપ્ો રસ, રહસ્ય અન્ો રોમાંચથી ભરપ્ાૂર આવતો અંક વાંચવો જ પડશે.(ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.