જિન્નાત પ્રકરણ: ૪

વીક એન્ડ

એચ. એન. ગોલીબારની નવલકથા

‘તો…તો…મેં પણ કયાં એન્ો હેરાન-પરેશાન કર્યો છે કે એના રસ્તા વચ્ચે આવ્યો છું. હું તો એન્ો…!’ રાજન આગળ બોલવા જતો હતો ત્યાં જ ઝુબ્ોરે એન્ો આગળ બોલતાં અટકાવ્યો
——-
ચીઈંઈંઈંઈંઈં…બ્રેક સાથે ટૅકસી ઊભી રહી ગઈ.
રાજન્ો ટૅકસીવાળા તરફ જોઈન્ો, બારીની બહાર નજર નાખી. ચાર રસ્તા પર લાલ બત્તીન્ો કારણે ટૅકસીવાળાએ ટૅકસી ઊભી રાખી હતી.
અત્યારે પોત્ો ડૉકટર નાણાંવટીન્ો ત્યાં, બ્રીફકેસમાંથી દવાના બૉકસમાંથી નીકળેલી જિન્નાતની ચિઠ્ઠી જોઈન્ો જિન્નાતન્ો મળવા માટે આકાશગંગા બિલ્ડિંગ તરફ જઈ રહૃાો હતો.
આ ચિઠ્ઠી એન્ો પહેલીવાર બ્રીફકેસમાંથી મળી હતી, એ લીલી ચિઠ્ઠીન્ો પોત્ો ફાડી નાખી હતી, પરંતુ એ જ ચિઠ્ઠી વિચિત્ર રીત્ો સંધાઈન્ો પોતાના ઓશીકા નીચે આવી ગઈ હતી. એ ચિઠ્ઠીન્ો પોત્ો સળગાવી મૂકી હતી ત્ોમ છતાંય એ જ લીલી ચિઠ્ઠી રાખોડી રંગની થઈન્ો ફરી પોતાની બ્રીફકેસમાં દવાના બોકસમાં આવી ગઈ હતી.
અન્ો એટલે જ પોત્ો અત્યારે જિન્નાતન્ો મળવા માટે આકાશગંગા બિલ્ડિંગમાં જઈ રહૃાો હતો.
પરંતુ શું ત્યાં જિન્નાત હશે?
કે પછી પોત્ો મૂરખ ઠરશે?
શું કદાચ ઝુબ્ોર કે પરિમલે તો આવી મશ્કરી નહીં કરી હોય ન્ો?
ઝુબ્ોરનું નામ યાદ આવતાં જ એણે ફરી ધ્યાનથી આજુબાજુ જોયું. એન્ો સમજતાં વાર ન લાગી કે પોતાની ટૅકસી અત્યારે કયાં ઊભી હતી.
સીધે-આગળ લગભગ એકાદ કિલોમીટર દૂર જમણી તરફ આકાશગંગા બિલ્ડિંગ હતું. જ્યારે પાછળ, પોત્ો જે રસ્ત્ોથી આવ્યો એ રસ્તાની ડાબી બાજુ, અંદરની તરફ થોડેક આગળ જતાં ઝુબ્ોરનો રેડીમેડ કપડાંનો સ્ટોર હતો.
રાજન્ો ટૅકસીની આગળના કાચમાંથી નજર પાર કરીન્ો, રસ્તાની ડાબી બાજુ ઊભેલા સિગ્નલ-બત્તી સળગી ત્યાં જ જાણે થાંભલાની લાલ બત્તી બંધ થઈ અન્ો પીળી બત્તી સળગી ત્યાં જ જાણે રાજનના દિમાગમાં પણ બત્તી સળગી હોય એમ એણે ગિયર બદલી રહેલા ટૅકસી ડ્રાઈવરન્ો કહૃાું, ‘ભાઈ, હું અહીં જ ઊતરી જાઉં છું.
ટૅકસી ડ્રાઈવરે અરીસામાંથી જ રાજનનો ચહેરો જોયો અન્ો બીજી કોઈ માથાકૂટ કરવાન્ો બદલે કહૃાું, ‘એકસો ચાળીસ…’
અત્યાર સુધી લીલી બત્તી થઈ ચૂકી હતી. ટૅકસી પાછળ ઊભેલાં વાહનો હોર્ન વગાડી રહૃાાં હતાં.
ઝડપથી ખિસ્સામાંથી એક સો રૂપિયાની અન્ો બ્ો વીસ રૂપિયાની નોટ કાઢીન્ો ટૅકસી ડ્રાઈવરના હાથમાં પકડાવતાં, ખટ્ કરતાં દરવાજો ખોલીન્ો રાજન ઊતર્યો, ન્ો ખટાક કરતાં દરવાજો બંધ કરી દીધો.
ટૅકસી ડ્રાઈવરે ટૅકસી દોડાવી મૂકી અન્ો એ સાથે જ એની પાછળ ઊભાં રહી ગયેલા વાહનો પણ સરકવાં લાગ્યાં.
રાજનના મગજમાં એક વાર પોત્ો આ ચિઠ્ઠી વિશે ઝુબ્ોર સાથે તો વાત કરી લે એવો વિચાર આવતાં જ એ ટૅકસીમાંથી ઊતર્યો હતો.
ચાલતો-ચાલતો રાજન ઝુબ્ોરના ‘ફેશન સ્ટોર’ પાસ્ો આવ્યો.
ઝુબ્ોરનો રેડીમેડ કપડાંનો સ્ટોર ખાસ્સો મોટો હતો. મુંબઈમાં એ ખૂબ જ વખણાતો હતો.
રાજન પગથિયાં ચઢીન્ો સ્ટોરમાં આવ્યો.
સ્ટોરની આગળ જ દરવાજા પાસ્ો જ ડાબી બાજુ એક યુવાન છોકરીનું પ્ાૂતળું નવી ડિઝાઈનનું પ્ોન્ટ અન્ો શર્ટ પહેરીન્ો ઊભું હતું જ્યારે જમણી બાજુ એક યુવાનનું પ્ાૂતળું ઝભ્ભો-લેંઘો પહેરીન્ો ઊભું હતું.
આવાં બીજાં ચાર-પાંચ પ્ાૂતળાંઓ, અંદર સ્ટોરમાં પણ ખૂબ જ સુંદર રીત્ો ગોઠવવામાં આવ્યાં હતાં.
રાજન જમણી બાજુની, ખૂણામાંની કાચની કેબિન તરફ આગળ વધ્યો.
કાળા રંગના કાચની કૅબિન હતી એટલે અંદરથી તો બહાર જોઈ શકાતું હતું, પરંતુ બહારથી અંદર ઝુબ્ોર છે કે નહીં? એ રાજન જોઈ શકતો નહોતો.
કૅબિનના દરવાજાની બાજુમાં બ્ોઠેલો છોકરો રાજનન્ો ઓળખતો હતો, એટલે રાજન કંઈ પ્ાૂછે એ પહેલાં જ એણે કહી દીધું, ‘ઝુબ્ોરભાઈ અંદર છે.’
દરવાજાન્ો ખેંચીન્ો રાજન અંદર આવ્યો તો એની નવાઈ વચ્ચે પરિમલ ઝુબ્ોરની સામે જ હસતો-હસતો બ્ોઠો હતો.
‘અલ્યા પરિયા! તું અહીં બ્ોઠો છે! ઑફિસ્ો નથી ગયો?’ પરિમલન્ો પ્ાૂછતાં, બ્રીફકેસ બાજુમાં મૂકતાં, રાજન્ો પરિમલની બાજુની અન્ો ઝુબ્ોરના ટેબલની સામેની ખુરશી પર બ્ોઠો.
‘અલ્યા, મારી મશ્કરી કરીન્ો હસવા બ્ોઠા છો?’ રાજન્ો ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢીન્ો ટેબલ પર મૂકી. એ સાથે જ અનોખી સુગંધ આખીય કેબિનમાં ફેલાઈ ગઈ.
‘અમે? મશ્કરી કરી?!’ નવાઈ સાથે રાજન તરફ જોતાં પરિમલે ટેબલ પર પડેલી ચિઠ્ઠી ઉઠાવીન્ો વાંચી.
અન્ો જિન્નાતની ચિઠ્ઠી વાંચતાં જ એના ચહેરા પર પરસ્ોવાના બ્ો-ચાર ટીપાં ઊપસી આવ્યાં.
‘શું થયું?’ કહેતાં હાથમાંનું કામ બાજુ પર મૂકતા ઝુબ્ોરે પરિમલ સામે જોયું. પરિમલે પોતાની સામે ધરેલી રાખોડી રંગની ચિઠ્ઠી એણે હાથમાં લીધી અન્ો એ એક નજરે એ ચિઠ્ઠી વાંચી ગયો. ચિઠ્ઠી વાંચતાં જ એણે ચિઠ્ઠી ટેબલ પર મૂકતાં રાજન સામે જોયું અન્ો ભારે અવાજે સવાલ પ્ાૂછયો, ‘આ ચિઠ્ઠી તન્ો કયાંથી મળી?’
‘મળી….! મળી નથી, પરંતુ મારી બ્રીફકેસમાંથી નીકળી છે. ગઈકાલે રાત્રે હું ઘરે પહોંચ્યો અન્ો નીમુએ બ્રીફકેસ ખોલી તો એમાંથી આ ચિઠ્ઠી નીકળી હતી. મન્ો એમ કે, તમારા બન્ન્ોમાંથી કોઈકે મારી મશ્કરી કરવા માટે આ ચિઠ્ઠી લખીન્ો મારી બ્રીફકેસમાં મૂકી હશે.’
‘ના…!’ ઝુબ્ોરે ગંભીર અવાજે કહૃાું, ‘મેં આ ચિઠ્ઠી નથી લખી.’ એણે પરિમલ સામે જોયું. પરિમલ સમજી ગયો હોય એમ ‘એણે ચિઠ્ઠી નથી લખી’ એમ કહેતો હોય એમ એણે ‘ના માં ગરદન હલાવી.’
‘તો આ ચિઠ્ઠી બ્રીફકેસમાં…?’ ઝુબ્ોર આગળ બોલે ત્યાં જ રાજન્ો કહ્યું, ‘આ ચિઠ્ઠી બ્રીફકેસમાંથી નીમુએ કાઢી હતી. ત્યારે એ લીલા રંગની હતી. એ ચિઠ્ઠી મેં ફાડીન્ો ખૂણામાં ફેંકી દીધી હતી. એ પછી રાત્રે એ જ ચિઠ્ઠી પાછી મારા ઓશીકા નીચે, ખૂબ જ વિચિત્ર રીત્ો સંધાઈન્ો પાછી આવી ગઈ હતી. મેં એ ચિઠ્ઠીન્ો સળગાવીન્ો રાખ કરી નાખી હતી, પરંતુ આજે સવારે હું ડૉકટર નાણાંવટીન્ો ત્યાં ગયો અન્ો ત્યાં બ્રીફકેસ ખોલી, તો એમાં, દવાના બોકસમાંથી આ સળગી ગયેલી ચિઠ્ઠી રાખોડી રંગની થઈન્ો પાછી નીકળી. અત્યારે સવા ત્રણ વાગ્યા છે અન્ો જિન્નાત્ો મન્ો ચાર વાગ્યે આકાશગંગા બિલ્ડિંગમાં બોલાવ્યો છે. હું ત્યાં એન્ો મળવા જ જતો હતો અન્ો રસ્તામાં જ મન્ો ખ્યાલ આવ્યો કે કદાચ તમારા બન્ન્ોમાંથી કોઈકે આવી જાતની મશ્કરી કરી હોય તો…?’
‘ના…!’ ઝુબ્ોર ઊભો થયો, ‘આ એક જ ચિઠ્ઠી ફાટયા પછી સંધાઈન્ો તારા ઓશીકા નીચે આવી અન્ો સળગીન્ો રાખ થયા પછી તારી બ્રીફકેસના એક દવાના બોકસમાં આવી એ મશ્કરી ન હોઈ શકે. આવી મશ્કરી કે આવું કામ હું, તું કે પરિમલ ન કરી શકે.’ ઝુબ્ોર એક પળ અટકીન્ો આગળ બોલ્યો, ‘હા! એક જણ કરી શકે!’
‘કોણ…?’ રાજનના મોઢામાંથી સવાલ નીકળ્યો. પરિમલની આંખમાં પણ એ જ સવાલ હતો.
‘આવું કામ જિન્નાત જ કરી શકે.’
‘એટલે…એટલે…આ ચિઠ્ઠી જિન્નાત્ો જ લખી છે એવું તું માન્ો છે!?!’ રાજન ઊભો થઈ ગયો.
‘હા…હું જિન્નાત વિશે જેટલું જાણું છું એ પ્રમાણે જિન્નાત આવું કરી શકે.’
‘હા! મેં પણ એવું ઘણી જગ્યાએ વાંચ્યું છે કે ભૂત કંઈ પણ કરી શકે.’ પરિમલે કહ્યું.
‘હા…ભૂત કંઈ પણ કરી શકે એ વાત સાચી, પરંતુ જિન્નાત એટલે ભૂત નહીં !’ ઝુબ્ોરે કહૃાું.
‘તો….?’ રાજન્ો પ્ાૂછયું.
‘બ્ોસ…! હું તન્ો સમજાવું છું. કહેતાં ઝુબ્ોર પોતાની ખુરશી પર બ્ોઠો. રાજન પણ ખુરશી પર બ્ોઠો.
‘માણસની કોઈપણ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય અથવા તો કમોત્ો મૃત્યુ થયું હોય તો એનો આત્મા ભટકવા લાગ્ો છે, એટલે કે એ ભૂત બની જાય છે. અન્ો જિન્નાતની દુનિયા, આપણા જેવી જ હોય છે. જિન્નાતની દુનિયા આગમાંથી બન્ોલી છે, ઝુબ્ોર અટકયો. રાજન અન્ો પરિમલ ઊભા કાન્ો ઝુબ્ોરના મોઢામાંથી નીકળી રહેલી જિન્નાત વિશેની વાત સાંભળી રહૃાા હતા. ‘ભૂત માણસન્ો અમસ્તા-અમસ્તા પણ નુકસાન પહોંચાડે છે. જ્યારે જિન્નાત તમે એના રસ્તામાં ન આવો અન્ો એન્ો હેરાન-પરેશાન ન કરો ત્યાં સુધી હેરાન-પરેશાન કરતો નથી.’
‘તો…તો…મેં પણ કયાં એન્ો હેરાન-પરેશાન કર્યો છે કે એના રસ્તા વચ્ચે આવ્યો છું. હું તો એન્ો…!’ રાજન આગળ બોલવા જતો હતો ત્યાં જ એન્ો અટકાવતાં ઝુબ્ોરે કહૃાું, ‘એ તો તું એ જિન્નાતના કહૃાા મુજબ આકાશગંગા બિલ્ડિંગમાં જાય અન્ો ત્યાં એ તન્ો મળે અન્ો તું એન્ો પ્ાૂછે તો જ ખબર પડે.’
‘તો…હુ….હું ત્યાં જાઉં??’ રાજન્ો ઝુબ્ોરન્ો પ્ાૂછતાં પરિમલ સામે પણ જોયું.
પરિમલની તો આ જિન્નાત વિશેની વાત સાંભળીન્ો જીભ જ સિવાઈ ગઈ હતી. આજે એણે નવી ફિલ્મ જોવા માટે અચાનક જ રજા રાખી લીધી હતી. એની પાસ્ો અત્યારે ચારથી સાત વાગ્યાના ‘શૉ’ની ટિકિટ પણ હતી, પરંતુ અત્યારે જાણે એ જિન્નાતની વાત સાંભળીન્ો પિકચરની વાત જ ભૂલી ગયો હતો.
‘ત્રણ-ત્રણ વખત આ ચિઠ્ઠી તારી સામે આવી એ જોતાં મારું માનવું છે કે તારે જિન્નાતન્ો મળવા જવું જ જોઈએ.’ ઝુબ્ોરે રાજનન્ો કહૃાું.
‘પણ…ન જાઉં તો…!’ રાજન્ો કહૃાું, પરંતુ ત્યાં જ એન્ો રાતનું પ્ોલું જિન્નાતવાળું સપનું યાદ આવ્યું. ‘ઝુબ્ોર! ગઈ કાલે નીમુએ પહેલી વાર બ્રીફકેસમાંથી આ ચિઠ્ઠી કાઢી હતી અન્ો મેં ત્ોં અન્ો પરિમલે મજાક કરી હશે એમ માનીન્ો ફાડીન્ો કમરાના ખૂણા તરફ ફેંકી દીધી હતી. એ પછી ડરેલી નીમુન્ો સુવડાવતાં-સુવડાવતાં હું પણ સ્ાૂઈ ગયો હતો. એ પછી મન્ો સપનું આવ્યું હતું-એમાં એક ભયાનક ચહેરાવાળો, વરુ જેવા લાંબા દાંતવાળો અન્ો ખંજર જેવા અણીદાર નખવાળો જિન્નાત મારી પર, એની ચિઠ્ઠીન્ો મજાક સમજીન્ો ફાડીન્ો ફેંકી દેવા બદલ ગુસ્સ્ો થયો હતો અન્ો ગુસ્સામાં જ એણે મારા ગળામાં ખંજર જેવા નખ ઘોંચી દીધા હતા, અન્ો મારા ગળામાંથી બ્ાૂમ સાથે લોહીનો ફુવારો છૂટયો હતો અન્ો હું ઝબકીન્ો જાગી ગયો હતો.’ રાજન એકધારું બોલી ગયો. એના ચહેરા પર પરસ્ોવો નીતરી આવ્યો હતો.
ઝુબ્ોરે ટેબલ પરની ઘંટડી વગાડી એટલે બહાર બ્ોઠેલો છોકરો અંદર આવ્યો. ઝુબ્ોરે એની સાથે પાણી મંગાવ્યું. કાચના ત્રણ ગ્લાસ, ત્રણેયની સામે મૂકીન્ો એ છોકરો ચાલ્યો ગયો.
પરિમલ એકશ્ર્વાસ્ો પાણીનો આખો ગ્લાસ ગટગટાવી ગયો.
રાજન્ો બ્ો ઘૂંટ પાણી પીન્ો પાછો ગ્લાસ ટેબલ પર મૂકયો.
ઝુબ્ોરે પાણી પીધું નહીં. એના ચહેરા પર હવે જાણે ચિંતા દેખાવા લાગી હતી. ‘રાજન ! આમાં મન્ો ખાસ કંઈ સમજ પડતી નથી. ચિઠ્ઠીમાં તન્ો અત્યારે ચાર વાગ્યે આકાશગંગા બિલ્ડિંગમાં મળવા માટે જિન્નાત્ો બોલાવ્યો છે. અત્યારે પોણા ચાર વાગ્યા છે. તું ત્યાં જા, એટલે આખરે આ ચિઠ્ઠીનું શું રહસ્ય છે અન્ો આખી હકીકત શું છે?-એ તન્ો ખબર પડી જશે.’
‘પણ….પણ….એ જિન્નાત મન્ો મારી નાખશે તો…?’ રાજનના મોઢામાંથી નીકળી ગયું.
‘હા…હા…રાજનની વાત સાચી છે.’ પરિમલ પહેલી વાર બોલ્યો, ‘એ ત્યાં ન જાય એમાં જ એની ભલાઈ છે.
‘પણ….એ તો આ રીત્ો એ જિન્નાતની ચિઠ્ઠી વારેઘડીએ એક યા બીજી રીત્ો રાજનની સામે આવતી રહેશે-અન્ો એન્ો જિન્નાતના ભયાનક સપનાઓ આવતાં રહેશે. એનાથી તો બહેતર છે કે રાજન એક વાર ત્યાં જઈન્ો આખાય રહસ્યનો પડદો ખોલી નાખે.’
‘ઝુબ્ોર…!’ રાજન્ો ગ્લાસ ઉઠાવીન્ો પાણીના બ્ો ઘૂંટડા ગળા નીચે ઉતાર્યા અન્ો પરિમલ સામે જોયું, ‘જો તમન્ો વાંધો ન હોય તો તમે બન્ન્ો અત્યારે મારી સાથે ચાલો ન્ો?’
‘ના…!’ ઝુબ્ોર બોલી ઊઠયો, ‘આ ડરપોક પરિયાન્ો નથી લઈ જવો. એન્ો જવા દે પિકચરમાં. હું તારી સાથે આવું છું.’ કહેતાં ઝુબ્ોર ઊભો થયો.
ઝુબ્ોરન્ો પોતાની સાથે જિન્નાતન્ો મળવા માટે આવતો જોઈન્ો રાજનમાં જાણે હિંમત આવી. એ ઊભો થયો.
પરિમલ પણ ઊભો થયો. ‘ભાઈ ! પોણા ચાર વાગ્યા. મારે પિકચરમાં જવાનું છે. પિકચર શરૂ થઈ ગયું હશે. હું જાઉં છું.’ કહેતાં પરિમલ દરવાજા પાસ્ો પહોંચ્યો અન્ો દરવાજો ખોલ્યો. ‘અન્ો હા, રાજન! હું સાંજે તન્ો આ જિન્નાતની અસલિયત શું હતી એ જાણવા માટે ફોન કરીશ.’ અન્ો વધુ રોકાયા વિના એ બહાર નીકળી ગયો. દરવાજો પાછો બંધ થઈ ગયો.
ઝુબ્ોરે ટેબલ પર પોતાની પડેલી ચિઠ્ઠી ઉઠાવીન્ો રાજન તરફ ધરી, ‘લે ! આન્ો ખિસ્સામાં મૂકી દે.’
રાજન્ો એ ચિઠ્ઠી હાથમાં લીધી. જાણે એ પહેલીવાર આ ચિઠ્ઠીન્ો હાથમાં લેતો હોય એમ એના શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ ગઈ. સવાર સુધી તો એણે આ જિન્નાતની ચિઠ્ઠી પરિમલ અન્ો ઝુબ્ોરે મજાક કરવા માટે લખી હશે એમ માન્યું હતું. પરંતુ અહીં આવ્યા પછી એ વાત સાબિત થઈ ગઈ હતી કે પરિમલ અન્ો ઝુબ્ોર બન્ન્ોમાંથી એકેય જણે આ ચિઠ્ઠી લખી નહોતી. એનો મતલબ એ હતો કે આ ચિઠ્ઠી જિન્નાત્ો જ લખી હોવી જોઈએ. અન્ો જો જિન્નાત્ો ન લખી હોય તો પછી બીજું કોણ પોતાની સાથે આવો ખેલ ખેલી રહૃાું હશે ? કોણ ? કોણ…કોણ..?
રાજનન્ો વિચારમાં પડેલો જોઈન્ો, ઝુબ્ોરે રાજનના હાથમાં પકડાયેલી ચિઠ્ઠી લઈન્ો, ગડી વાળીન્ો, રાજનના શર્ટના ખિસ્સામાં મૂકી. વિચારમાંથી બહાર આવતાં રાજન્ો ઝુબ્ોર સામે જોયું.
‘ચલ યાર! આમાં આટલો બધો શું ગભરાય છે? હું છું ન્ો તારી સાથે.’ કહેતાં ઝુબ્ોરે રાજનના ખભે હાથ મૂકયો.
‘બ્રીફકેસ લઈ લઉં?’ રાજન્ો ઝુબ્ોરન્ો પ્ાૂછયું.
‘ના, રહેવા દે.’ કહેતાં રાજનન્ો ખેંચતો હોય એ રીત્ો ચલાવતાં દરવાજો ખોલીન્ો ઝુબ્ોર બહાર આવ્યો.
સ્ટોરના મુખ્ય દરવાજાની પાસ્ો પહોંચીન્ો, ઝુબ્ોરે રાજનના ખભા પરથી હાથ હટાવ્યો અન્ો જમણી તરફના ખૂણામાં ઊભેલી સ્ોલ્સગર્લ પાસ્ો આવ્યો.
‘આભા! હું હમણાં બ્ોએક કલાકમાં જ આવું છું.’ કહેતાં ઝુબ્ોર આભાનો જવાબ સાંભળવા રોકાયા વિના પાછો રાજન પાસ્ો આવ્યો અન્ો રાજનના ખભા પર હાથ મૂકીન્ો, મુખ્ય દરવાજાની બહાર નીકળ્યો, ન્ો રાજન સાથે પગથિયાં ઊતરવા લાગ્યો.
પગથિયાં ઊતરીન્ો, ફૂટપાથ પાસ્ો પહોંચીન્ો, ખાલી જઈ રહેલી ટૅકસીન્ો ઝુબ્ોરે રોકી.
પાછળનો દરવાજો ખોલીન્ો એણે રાજનન્ો અંદર બ્ોસાડયો.
‘ઝુબ્ોરભાઈ…!’
‘આકાશગંગા બિર્લ્ડિંગ લે લો…!’ કહેતાં ઝુબ્ોર ટૅકસીમાં બ્ોસવા જ જતો હતો ત્યાં જ પાછળથી અવાજ આવ્યો.
ઝુબ્ોરે પાછળ ફરીન્ો જોયું.
‘ઝુબ્ોરભાઈ, ઘરેથી તમારો ફોન છે. ખૂબ જ અરજન્ટ કામ છે.’ સ્ટોરના દરવાજા પાસ્ો ઊભેલા છોકરાએ કહૃાું.
‘હું આવું છું.’ કહેતાં બ્ો છલાંગમાં પાંચ પગથિયાં ચઢીન્ો ઝુબ્ોર, છોકરાએ ખોલેલા દરવાજાની અંદર આવ્યો અન્ો ઝડપી ચાલે પોતાની કૅબિન તરફ આગળ વધ્યો.
રાજન્ો ઘડિયાળમાં જોયું. ચારમાં દસ કમ હતી.
કૅબિનમાં પહોંચીન્ો, ઝુબ્ોરે ટેબલ પર પડેલો ફોન ઉઠાવ્યો. ‘હેલ્લો…!’
‘હું સલમા બોલું છું.’ કહેતાં સલમાએ વાત કહેવાની શરૂ કરી. સલમાની વાત સાંભળીન્ો ઝુબ્ોરન્ો જાણે ચક્કર આવવા માંડયા.
પછી….પછી શું થયું…? સલમાની વાત સાંભળીન્ો ઝુબ્ોરન્ો કેમ ચક્કર આવવા માંડયા હતા ? આકાશગંગા બિલ્ડિંગ પહોંચીન્ો રાજન જિન્નાતન્ો મળી શકયો…? જિન્નાત શું કરવા રાજનન્ો મળવા માગતો હતો…? રાજનની બહેન હીનાનું શું થયું…? રાજનનું પત્ની નીમુનું શું થયું…? એ બધું જ જાણવા માટે આપ્ો રસ, રહસ્ય અન્ો રોમાંચથી ભરપ્ાૂર આવતો અંક વાંચવો જ પડશે. (ક્રમશ:)

————–
માણસની કોઈ પણ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય અથવા તો કમોત્ો મૃત્યુ થયું હોય તો એનો આત્મા ભટકવા લાગ્ો છે, એટલે કે એ ભૂત બની
જાય છે. અન્ો જિન્નાતની દુનિયા
આપણા જેવી જ હોય છે. જિન્નાતની
દુનિયા આગમાંથી બન્ોલી છે

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.