એચ. એન. ગોલીબારની નવલકથા

રાજન પોત્ો બહાદુર હતો-ડરપોક નહોતો. એ નાની-મોટી વાતથી ગભરાય એમ નહોતો. પરંતુ જિન્નાતની આ ચિઠ્ઠી વાંચીન્ો જિન્નાતનું ભયાનક રૂપ જોઈન્ો, એન્ો ફરીથી એ ચિઠ્ઠીન્ો ઓશીકા નીચે આવેલી જોઈન્ો એ ગભરાઈ ગયો હતો
——-
આવી સુગંધ તો આ પહેલાં પણ પોતાના નાકમાં ગઈ છે, એવા વિચાર સાથે, ‘શાની ચિઠ્ઠી છે ? એ જોવા રાજન્ો એ ચિઠ્ઠી
ઉઠાવીન્ો ખોલી, એ સાથે જ એની આંખો પહોળી થઈ ગઈ
——
રાજન બાજુના કમરામાં પહોંચ્યો તો દરવાજો ખટખટાવવાના અવાજથી હીના પણ જાગીન્ો બ્ોઠી થઈ ગઈ હતી.
‘હું ખોલું છું. એવા ચહેરા પર ભાવ લાવતાં રાજન મુખ્ય દરવાજા પાસ્ો પહોંચ્યો અન્ો સ્ટૉપર ખોલીન્ો, દરવાજો ખોલ્યો એ સાથે જ ફટાક કરતાં એના માથા પર લાકડી આવીન્ો ટકરાઈ, અન્ો એ સાથે જ એના મોઢામાંથી દર્દભરી ચીસ નીકળી અન્ો દડ…દડ…દડ કરતાં વહી રહેલા લોહી પર હાથ દબાવતાં એ ત્યાં જ બ્ોસી પડયો.’
ધડ….ધડ….ધડ….કરતાં હાથમાં લાકડીઓ સાથે ભૂષણ, હરદેવ અન્ો બલરાજ અંદર આવ્યા.
‘ભાઈ… કહેતાં રાજન તરફ દોડી ચૂકેલી હીનાન્ો એ રાજન પાસ્ો પહોંચે એ પહેલાં જ બલરાજે પકડી લીધી.’
ભૂષણે પાછા ફરીન્ો દરવાજાની સ્ટોપર બંધ કરી. ‘રાજન મેં નહોતું કહૃાું કે, હું તારી બહેનન્ો બ્ોઈજ્જત ન કરુંં તો મારું નામ ભૂષણ નહીં. કહેતાં ભૂષણે આંખો ખોલીન્ો પોતાની તરફ જોવાની કોશિશ કરી રહેલા રાજન સામે જોયું.’
ભૂષણે મારેલી લાકડી એટલી ઝન્નાટેદાર હતી કે રાજનન્ો તમ્મર આવી ગયાં હતાં.
‘હવે હું તારી બહેનન્ો લઈ જઈશ, એન્ો મારી રાણી બનાવીશ… કહેતાં ભૂષણે લાકડીનો એક જોરદાર ફટકો રાજનના માથા પર ફટકાર્યો.
‘ઓ…મા… કહેતાં રાજન જમીન પર લેટી ગયો.’
‘છોડી દો…રાજનભાઈન્ો છોડી દો…ની બ્ાૂમો પાડતી બલરાજના હાથમાંથી છૂટવા માટે તરફડી રહેલી, કબ્ાૂતરીની જેમ પકડાયેલી હીના ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી.’
હવે રાજનની પીઠ પક લાકડીનો એક જોરદાર ફટકો માર્યો અન્ો એ પછી તો હરદેવ પણ રાજનના શરીર ઉપર ઉપરા-છાપરી લાકડીઓ ફટકારવા લાગ્યો.
અડધી મિનિટ સુધી રાજન્ો લાકડીના ફટકાની પીડાથી બ્ાૂમો મારી, પછી એનો અવાજ જાણે રૂધાઈ ગયો અન્ો એના કાનમાં સંભળાતી હીનાની ચીસો પણ જાણે ધીમી થવા લાગી અન્ો પછી એન્ો બિલકુલ સંભળાતું બંધ થઈ ગયું. એ…એ બ્ોહોશ થઈ ગયો.
ભૂષણે અન્ો હરદેવે રાજનન્ો બ્ોહોશ થઈ ગયેલો જોઈન્ો લાકડીઓ ફટકારવાનું બંધ કર્યું.
બલરાજે હીનાનો દુપટ્ટો હીનાના મોઢા પર કસીન્ો બાંધી દીધો. હીનાના મોઢેથી બ્ાૂમો-ચીસો નીકળવાની બંધ થઈ ગઈ. બલરાજે એન્ો એ રીત્ો પકડી હતી કે, એ છટકવા છૂટવા માટે ઊછળ-કૂદી પણ શકતી નહોતી.
ભૂષણે બલરાજન્ો ઈશારો કર્યો એટલે બલરાજે હીનાન્ો ઊંચકીન્ો ખભે ઉઠાવી લીધી.
ભૂષણે સ્ટોપર ખોલી, દરવાજો ખોલ્યો અન્ો બહાર આવ્યો. એણે ઘડિયાળમાં જોયું. રાતના ત્રણ વાગ્યા હતા. ચાલમાં સન્નાટો હતો.
હીના સાથે બલરાજ અન્ો હરદેવ પણ બહાર આવ્યા અન્ો જાણે પોત્ો ફરવા નીકળ્યા હોય એવી ચાલે ભૂષણની પાછળ આગળ વધ્યા.
ત્રણેય નુક્કડ પાસ્ો પહોંચ્યા. નુક્કડની એક બાજુ પર, રસ્તા પર એક ટૅકસીનો દરવાજો ખોલ્યો અન્ો બલરાજે હીનાન્ો અંદર ધકેલી અન્ો એની ડાબી બાજુ પર બ્ોસી ગયો. હીનાની જમણી બાજુ હરદેવ આવીન્ો બ્ોસી ગયો. બન્ન્ોએ દરવાજો બંધ કર્યો. આગળ ડ્રાઈવરની સીટ પર બ્ોસી ચૂકેલા ભૂષણે દરવાજો બંધ કરીન્ો ટૅકસી ચાલુ કરી.
બ્ોબસ-લાચાર હીનાની આંખોમાંથી આંસુઓ સરી રહૃાાં હતાં. એની નજર સામે લાકડીના મારથી ચીસો પાડતો ભાઈ રાજન તરવરી રહૃાો હતો.
હીનાએ બલરાજના હાથમાંથી ફરી છૂટવા છટકવાની કોશિશ કરી, એટલે ગિન્નાઈન્ો બલરાજે હીના ફરત્ો પોતાની પક્કડ વધુ મજબ્ાૂત બનાવી.
ભૂષણે લુચ્ચા હાસ્ય સાથે, સામે લાગ્ોલા અરીસામાંથી પાછળ, કબ્ાૂતરીની જેમ તરફડી-ફફડી રહેલી હીના સામે જોયું અન્ો પછી ટૅકસીન્ો રસ્તા પર દોડાવી મૂકી.
મોઢા પર પાણી છંટાયું એટલે ‘ઓહ…ઓહ… કરતાં પડખું ફેરવીન્ો રાજન્ો આંખો ખોલી. આંખો ખોલતાં જ એ બ્ોઠો થઈ ગયો. પોતાની સામે શંકરકાકા ચિંતાભર્યા ચહેરે બ્ોઠા હતા, અન્ો પોતાની ચારે બાજુ પાસ-પાડોશીઓ ઊભાં હતાં.’
હોશમાં આવતાં જ રાજનની આંખ સામેથી રાત્ો બની ગયેલી આખીય ઘટના પસાર થઈ ગઈ. એણે ચારે તરફ નજર ફેરવીન્ો જોયું. હીના નહોતી.
‘હીના કયાં છે, શંકરકાકા…? રાજન્ો ઊભા થતાં પ્ાૂછયું.’
‘રાજન…! ગળું ભરાઈ ગયું હોય એમ શંકરકાકા બોલતા અટકી ગયા, અન્ો ઊભા થયા.’
‘હીના…!’
જાણે બાજુના કમરામાં હીના હશે એવી રીત્ો રાજન્ો બ્ાૂમ મારી, અન્ો ભીડન્ો ખસ્ોડતાં એ આગળ જ વધવા જતો હતો ત્યાં જ શંકરકાકા બોલ્યા, ‘રાજન બ્ોટા ! હીના અહીં નથી. ગઈકાલ રાત્રે આ બાજુવાળા અતુલભાઈ તારી બ્ાૂમ અન્ો હીનાની ચીસો સાંભળીન્ો ઊઠી ગયા હતા. એમણે બારીમાંથી જોયું તો ભૂષણ, હરદેવ અન્ો બલરાજ હીનાન્ો ઉઠાવીન્ો લઈ જઈ રહૃાા હતા.’
રાજન્ો ભીડમાં જ ઊભેલા અતુલભાઈ સામે જોયું અન્ો એમની તરફ ધસી જતાં, એમનો કોલર પકડીન્ો, એમન્ો ઝંઝોડતાં એ લાચાર અવાજે બોલ્યો, ‘તમે… તમે…એ ગુંડાઓન્ો કેમ રોકયા નહીં…? તમે…તમે…મારી…. હીનાન્ો એ નાલા-યકોના હાથમાં જતી જોઈ રહૃાા…? તમે… કાયર..છો..નામરદ…’
‘રાજન..! શંકર-કાકાએ પાસ્ો આવીન્ો રાજનન્ો પકડી લીધો, ‘એમાં એમનો વાંક નથી. તું તો જાણે જ છે કે ભૂષણ, હરદેવ અન્ો બલરાજ કેટલા નીચ છે. વળી અતુલભાઈની પણ યુવાન દીકરી છે. એ ભૂષણ, હરદેવ અન્ો બલરાજ જેવા શયતાનોન્ો છંછેડીન્ો મુશ્કેલીમાં મૂકાઈ જાત.’
અતુલભાઈ નીચું મોઢું રાખીન્ો ઊભા હતા. એ પોત્ો પણ લાચાર હતા. એમન્ો પણ પોતાની સામે એ ત્રણ શયતાનો પોતાની દીકરી જેવી હીનાન્ો ઉઠાવી ગયા, અન્ો પોત્ો કંઈ જ ન કરી શકયા એનો ખૂબ જ અફસોસ હતો.
‘હવે….હવે…હું શું કરું…?’ કહેતાં રાજન્ો માથું પકડી લીધું. અન્ો ત્યારે જ એન્ો ખ્યાલ આવ્યો કે, આ ભેગી થયેલી ભીડમાંથી કોઈએ એના માથા પર પાટો બાંધી દીધો.
‘રાજન….! ચાલ આપણે પોલીસ-ચોકીએ જઈએ. કહેતાં શંકરકાકા ઘરની બહાર નીકળ્યા. સાથે આંસુભરી આંખે રાજન પણ બહાર આવ્યો. બાકીના બધા પણ દુ:ખી અન્ો લાચાર ચહેરે બહાર નીકળ્યા.’
શંકરકાકાએ જ આગળ વધીન્ો દરવાજા પાછળ લટકાવેલું તાળું-ચાવી લઈન્ો, દરવાજો બંધ કરીન્ો તાળું માર્યું.
‘ચાલ. કહેતાં રાજનનો હાથ પકડીન્ો શંકરકાકા પોલીસ-ચોકીના રસ્તા તરફ આગળ વધ્યાં.
શંકરકાકા પોતાના પાડોશી હતા અન્ો પોતાના પિતાના ખાસ દોસ્ત હતા. પિતા ગુજરી ગયા પછી શંકરકાકા સગા કાકાની જેમ પોતાની અન્ો હીનાની સાર-સંભાળ રાખતા હતા.
હીનાન્ો પ્ોલા ત્રણે ગુંડાઓ ઉઠાવી ગયા હતા. પોતાન્ો કંઈ જ સ્ાૂઝતું નહોતું. શંકરકાકા પોતાન્ો પોલીસ-ચોકી તરફ લઈ જઈ રહૃાા હતા. પરંતુ શું પોલીસની મદદથી કે પછી એ ત્રણેય ગુંડાઓના હાથમાંથી જાત્ો છટકીન્ો, પોતાની લાડલી બહેન હીના પાછી આવશે ખરી ?
ના…
હીના પાછી આવી નહીં.
રાજન્ો પોત્ો હીનાન્ો શોધવામાં કોઈ જ કસર બાકી છોડી નહીં. એણે પોત્ો દિવસ-રાત પોલીસચોકીના ચક્કર કાપ્યાં. એ પોત્ો દિલ્હીના એકેએક રસ્તા પર ભટકયો, પરંતુ એન્ો હીના મળવાની નહોતી અન્ો મળી નહીં. હીનાન્ો ઉઠાવી ગયા એ પછી ભૂષણ, હરદેવ અન્ો બલરાજ ત્રણેયમાંથી એકેય પોતાની નજરે ચઢયો નહીં.
રાજન ગુમસુમ-ગુમસુમ રહેવા લાગ્યો. એન્ો પોતાનું ઘર ખાવા દોડતું હતું. એના કાન્ો કમરાના ખૂણામાંથી હીનાનો વાતચીત કરવાનો અવાજ આવતો સંભળાતો હતો, તો વળી છત પરથી હીનાના હાસ્યનો વરસાદ વરસતો હોય એવું રાજનન્ો લાગતું હતું.
હીનાન્ો ભૂલવા માટે રાજન પોતાનું દિલ્હીનું મકાન વેચીન્ો મુંબઈ આવી ગયો. મુંબઈમાં આવીન્ો પ્ૌસા વપરાઈ ન જાય કે લૂંટાઈ ન જાય એ માટે સહુથી પહેલાં પોત્ો આ ફલેટ ખરીદયો હતો.
મુંબઈમાં આવીન્ો એણે પોત્ો ઘણી દોડાદોડી કરીન્ો સીકા લેબોરેટરીઝમાં નોકરી મેળવી લીધી હતી. સીકા લેબોરેટરીઝમાં જ કામ કરતાં-કરતાં એની દોસ્તી પરિમલ સાથે થઈ હતી. પરિમલે જ પછીથી ઝુબ્ોર સાથે પોતાની મુલાકાત કરાવી હતી, અન્ો ઝુબ્ોર સાથે પણ પોતાની સારી દોસ્તી થઈ ગઈ હતી.
મુંબઈ આવીન્ો, સીકા લેબોરેટરીઝમાંથી રાજનન્ો પોતાન્ો ઝુબ્ોર અન્ો પરિમલ જેવા બ્ો જિગરી દોસ્ત મળ્યા હતા, તો સાથે-સાથે નિર્મલા જેવી સ્વભાવે ન્ો શરીરે સુંદર પત્ની પણ મળી હતી.
નિર્મલા-નીમુ-સીકા લેબોરેટરીઝમાં જ કામ કરતી હતી. ગરીબ ઘરની, સીધીસાદી નીમુની આ દુનિયામાં ફકત મા જ હતી અન્ો પછી પરિમલ અન્ો ઝુબ્ોરની મદદથી બન્ન્ો જિંદગીભર માટે બંધાઈ ગયાં હતાં.
પોતાનાં લગ્નમાં શંકરકાકા પણ આવ્યા હતા. પોત્ો દર મહિન્ો શંકરકાકાન્ો ‘હીના આવી કે નહીં ?’ એ માટે કાગળ લખતો હતો. પરંતુ આજે સાત-સાત વરસ વીતી ગયાં હોવા છતાંય, અન્ો પોત્ો છ વરસનાં પમ્મી અન્ો પાંચ વરસની પાયલનો પિતા બની ગયો હતો છતાંય હીના મળી નહોતી. હીના પાછી આવી નહોતી.
એ પોત્ો સુખી હતો, પરંતુ એ પોત્ો હીનાન્ો શોધી નહોતો શકયો એનું દુ:ખ હતું. મુંબઈની ગલીઓ અન્ો બજારોમાં પણ એણે હીનાની શોધ કરી હતી પરંતુ…
‘પપ્પા…પપ્પા… પમ્મીએ રાજનન્ો હલબલાવતાં જ, હાથમાં લીલી ચિઠ્ઠી લઈન્ો લેટેલો ન્ો ભૂતકાળમાં ખોવાઈ ગયેલો રાજન ઝબકીન્ો ચોંકીન્ો વર્તમાનમાં આવ્યો. એણે જોયું તો પલંગ પાસ્ો જ પમ્મી ઊભો હતો.’
‘પપ્પા….પાણી આપોન્ો…!’
‘ચાલ. કહેતાં ખિસ્સામાં લીલી ચિઠ્ઠી મૂકતાં, અન્ો આંખોમાં આવી ગયેલાં આંસુઓન્ો લૂછતાં રાજન પમ્મીન્ો રસોડામાં લઈ ગયો અન્ો એન્ો પાણી પીવડાવીન્ો પાછો એની જગ્યા પર સુવડાવ્યો. થોડીક વારમાં જ પમ્મી ફરી ઘસઘસાટ ઊંઘવા લાગ્યો. પમ્મી અન્ો પાયલન્ો ફરીથી બરાબર ઓઢાડીન્ો, એ પોતાના કમરામાં આવ્યો, અન્ો પલંગ પર બ્ોસતાં, તકિયાન્ો ટેકો દેતાં એણે ખિસ્સામાંથી પ્ોલી લીલી ચિઠ્ઠી કાઢી અન્ો એની પર ફરીથી એક નજર નાખી.’
‘હું જિન્નાત છું.
તન્ો મળવા માગું છું.
આ શુક્રવારે સાંજે,
બરાબર ચાર વાગ્યે
આકાશગંગા બિલ્ડિંગના
સાડત્રીસમા માળે મન્ો
મળવા આવી જા.-જિન્નાત.
રાજન પોત્ો બહાદુર હતો-ડરપોક નહોતો. એ નાની-મોટી વાતથી ગભરાય એમ નહોતો. પરંતુ જિન્નાતની આ ચિઠ્ઠી વાંચીન્ો જિન્નાતનું ભયાનક રૂપ જોઈન્ો, એન્ો ફરીથી એ ચિઠ્ઠીન્ો ઓશીકા નીચે આવેલી જોઈન્ો એ ગભરાઈ ગયો હતો.
આ પહેલાં એ ફકત એક જ વાર આ રીત્ો ડર્યો-ગભરાયો હતો-પોતાની સામે જ ભૂષણ, હરદેવ અન્ો બલરાજ પોતાની બહેન હીનાન્ો ઉઠાવી ગયા હતા ત્યારે…
અન્ો એટલે જ એ ઓશીકા નીચેથી ફરી વાર મળેલી જિન્નાતની ચિઠ્ઠી જોઈન્ો ભૂતકાળમાં ખોવાઈ ગયો હતો, અન્ો પમ્મીએ એન્ો ભૂતકાળમાંથી વર્તમાનમાં આણ્યો હતો.
વર્તમાનમાં અત્યારે હવે રાજનના હાથમાં એ જિન્નાતની ચિઠ્ઠી આવી હતી.
તો શું પોત્ો જિન્નાતન્ો મળવા માટે આકાશગંગા બિલ્ડિંગમાં જવું જોઈએ…! ?
‘અરે ! એવો તો કંઈ જિન્નાત હોતો હશે, કે જે ચિઠ્ઠી લખીન્ો પોતાન્ો બોલાવે ?’
આવો વિચાર આવતાં જ બધા વિચારોન્ો ખંખેરતાં એ ઊભો થયો. રસોડામાં આવીન્ો એણે દીવાસળી સળગાવીન્ો એ ચિઠ્ઠી સળગાવી.
ચિઠ્ઠી રાખમાં ફેરવાઈ ત્યાં સુધી એ ત્યાં ન્ો ત્યાં જ ચિઠ્ઠીન્ો જોતો ઊભો રહૃાો. પછી એ રાખન્ો નાનકડી થાળીમાં લઈન્ો એણે રસોડાની બારીમાંથી બહાર ફેંકી દીધી.
પછી જાણે એના માથેથી ઘણો ભાર ઊતરી ગયો હોય એમ ‘હાશનો શ્ર્વાસ લેતાં એ પાછો પોતાના કમરામાં આવ્યો. નીમુ નિરાંત્ો ઊંઘી રહી હતી. ટયૂબલાઈટ બંધ કરીન્ો એ નીમુની બાજુમાં લેટયો. એ પછી થોડીક વારમાં જ એ ઘસઘસાટ ઊંઘવા લાગ્યો.’
સવારે રાજન અન્ો નીમુ ઊઠયાં ત્યારે ‘જિન્નાતની લીલા રંગની ચિઠ્ઠી અન્ો જિન્નાતન્ો ભૂલી ચૂકયાં હતાં.
રાજન રાબ્ોતા મુજબ ઑફિસ્ો પહોંચ્યો અન્ો પોતાની બ્રીફકેસમાં દવાઓ ભરીન્ો નીકળી પડયો.
એ બરાબર અગિયાર વાગ્યે ડૉકટર નાણાંવટીના દવાખાન્ો પહોંચ્યો.
ડૉકટર નાણાંવટી કોઈ દરદીન્ો તપાસી રહૃાા હતા અન્ો બહાર દરદીઓની ખાસ્સી ભીડ હતી. રાજન્ો બહાર બ્ોઠેલી નર્સન્ો પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું અન્ો ખાલી સોફા પર બ્ોઠો. બાજુના ટેબલ પર પડેલાં મેગ્ોઝિન હાથમાં લઈન્ો એ પાનાં ફેરવવા લાગ્યો, ત્યાં જ એન્ો વિચાર આવ્યો કે પોત્ો ડૉકટર નાણાવટીન્ો આપવાના સ્ૉમ્પલ અલગ કાઢી લે.
એણે બ્ૉગ ખોલી. બ્ૉગમાં ટેબ્લેટ, કેપ્સ્યૂલ અન્ો પીવાની દવાની બાટલીઓ પણ વ્યવસ્થિત રીત્ો જમાવેલી પડી હતી.
દરદી બહાર નીકળ્યો એટલે નર્સ રાજનનું વિઝિટિંગ કાર્ડ લઈન્ો અંદર ગઈ.
રાજન્ો ટેબ્લેટનું એક નાનકડું પ્ોકેટ અલગ કાઢયું અન્ો કેપ્સ્યૂલના બાર પત્તાંના એક બૉકસમાંથી છ પત્તા નાણાંવટીન્ો આપવા માટે એ બોકસ ખોલ્યું. બોકસમાં લીલાશ પડતી, રાખોડી રંગની ચિઠ્ઠી પડી હતી, એમાંથી સુગંધ ઊડીન્ો રાજનના નાકમાં ભરાઈ. આવી સુગંધ તો આ પહેલાં પણ પોતાના નાકમાં ગઈ છે, એવા વિચાર સાથે, ‘શાની ચિઠ્ઠી છે ?’ એ જોવા રાજન્ો એ ચિઠ્ઠી ઉઠાવીન્ો ખોલી, એ સાથે જ એની આંખો પહોળી થઈ ગઈ. એ એ જ ચિઠ્ઠી હતી, જે એણે ગઈ કાલ રાત્રે સળગાવી હતી. પોત્ો એ ચિઠ્ઠીન્ો સળગાવીન્ો રાખ કરી હતી, એટલે એ ચિઠ્ઠી રાખ જેવા રંગની થઈ ગઈ હતી. એમાં એ જ લખ્યું હતું-
‘હું જિન્નાત છું. તન્ો મળવા માગું છું.
આ શુક્રવારે સાંજે, બરાબર ચાર વાગ્યે
આકાશગંગા બિલ્ડિંગના સાડત્રીસમા માળે મન્ો
મળવા આવી જા. -જિન્નાત.
આ ચિઠ્ઠીન્ો તો એણે ગઈકાલ રાત્રે સળગાવીન્ો રાખ કરી નાખી હતી, પછી આ ચિઠ્ઠી આ પ્ૉક બોકસમાં કયાંથી આવી ?
આ સવાલ સાથે રાજન્ો ચિઠ્ઠીન્ો ગડી વાળીન્ો ખિસ્સામાં મૂકી ન્ો બ્રીફકેસ બંધ કરીન્ો ઊભો થયો અન્ો દરવાજા તરફ આગળ વધ્યો.
બરાબર એ જ વખત્ો નર્સ ડૉકટરની ઑફિસમાંથી બહાર નીકળી.
‘તમે…અંદર…! એ આગળ બોલે ત્યાં સુધી તો રાજન દરવાજો ઓળંગીન્ો પગથિયાં પાસ્ો પહોંચી ચૂકયો હતો.’
મનમાં કંઈક બબડતી નર્સ્ો બીજા દરદીન્ો અંદર મોકલ્યો.
પગથિયાં ઊતરીન્ો, પાસ્ોથી પસાર થઈ રહેલી ટૅકસીન્ો હાથ બતાવીન્ો રાજન્ો રોકી.
ત્રણ-ત્રણ વખત એક જ ચિઠ્ઠીન્ો પોતાની નજર સામે મૂકીન્ો પોતાન્ો બોલાવનાર ત્ોમજ સપનામાં આવીન્ો એની ચિઠ્ઠીન્ો મજાક સમજવા બદલ પોતાની ગરદનમાં અણીદાર નખ ઘોંચનાર જિન્નાતન્ો મળવાનું રાજન્ો નક્કીકરી લીધું હતું.
રાજન્ો ટૅકસીમાં બ્ોસતાં જ ટૅકસી ડ્રાઈવરન્ો કહૃાું, ‘આકાશગંગા બિર્લ્ડિંગ લઈ લે.’
અન્ો ટૅકસી ડ્રાઈવરે આકાશગંગા બિલ્ડિંગ તરફ ટૅકસી દોડાવી મૂકી. (ક્રમશ:)
***
પછી….પછી શું થયું…? આકાશગંગા બિલ્ડિંગ પહોંચીન્ો રાજન જિન્નાતન્ો મળી શકયો…? જિન્નાત શું કરવા રાજનન્ો મળવા માગતો હતો…? રાજનની બહેન હીનાનું શું થયું…? રાજનની પત્ની નીમુનું શું થયું…? એ બધું જ જાણવા માટે આપ્ો રસ, રહસ્ય અન્ો રોમાંચથી ભરપ્ાૂર આવતો અંક વાંચવો જ પડશે.

Google search engine