જિન્નાત પ્રકરણ :૨૬

વીક એન્ડ

એચ. એન. ગોલીબારની નવલકથા

સ્કૂટરન્ો ફૂટપાથ પાસેે પાર્ક કરીને રાજન ચાલતો-ચાલતો દર વખત્ો જિન્નાતભાઈન્ો મળતો હતો, એ જગ્યા પર આવીન્ો ઊભો રહ્યો. અહીંથી દસ પગલાં દૂર જ એણે ભૂષણનું ખૂન કર્યું હતું. રાજન જિન્નાતભાઈના નામની બ્ાૂમ પાડે એ પહેલાં જ કોઈએ એના ખભા પર હાથ મૂક્યો
———–
છાપામાં ભૂષણની લાશનો ફોટો હતો. નીચે છપાયેલું હતું, ‘ઓબેરોય હોટલના સામેના દરિયાકિનારા પરથી મળેલી લાશ…!’
ખૂન ધારદાર હથિયારથી કરવામાં આવ્યું છે…
——–
રાજને ચાનો એક ઘૂંટડો ગળા નીચે ઉતાર્યો અન્ો પછી કંઈક વિચાર આવ્યો હોય એમ એણે ચાનો કપ ટેબલ પર મૂકયો અન્ો કહૃાું, ‘ઝુબ્ોર !’ ઈન્સ્પ્ોક્ટર વેલણકરન્ો મારા પર ખૂન કર્યાની શંકા છે, એટલે કદાચ એણે મારા પર નજર રાખવા માટે અહીં પોતાના માણસો ગોઠવ્યા પણ હોય. રાજન અટકયો.
‘અન્ો એટલે એમણે અમન્ો કદાચ તારા ઘરમાં આવતા જોયા હશે એમ ન્ો?’ પરિમલે પ્ાૂછયું અન્ો પછી પોત્ો જ આગળ ચલાવ્યું, ‘અન્ો એટલે અહીંથી ઘેર જતી વખત્ો ઝુબ્ોરે ખૂબ જ સાવચેતી રાખવી પડશે. જો પોલીસ એન્ો ઊભો રાખે અન્ો એની પાસ્ોથી આ ચપ્પુ નીકળી આવે તો પછી એ ખૂની સાબિત થઈ જાય.
‘ઝુબ્ોર…!’ રાજન બોલ્યો, ‘એવું હોય તો એ ચપ્પુ તું મન્ો આપી દે, હું એન્ો ઠેકાણે પાડી દઈશ.
‘તું આન્ો ક્યાં ઠેકાણે પાડીશ?’ ઝુબ્ોરે ઊભા થતાં કહૃાું, ‘અન્ો જો આવા સમયે તારું કામ ન કરીએ તો પછી આપણી દોસ્તી શું કામની?’
‘બરાબર છે. કહેતાં પરિમલ ઊભો થયો.’ ‘ચલ રાજન, અમે નીકળીએ છીએ. કંઈ કામકાજ પડે તો ફોન કરી દેજે.’
‘ભલે…!’ કહેતાં રાજન પણ ઊભો થયો.’
પરિમલ અન્ો ઝુબ્ોરના ગયા પછી રાજન્ો પોતાના ફ્લેટનો દરવાજો બંધ કર્યો.
લિફટ છેક નીચે આવીન્ો ઊભી રહી અન્ો દરવાજો ખૂલ્યો. ઝુબ્ોર અન્ો પરિમલ લિફ્ટની બહાર નીકળ્યા અન્ો પાર્કિંગ તરફ આગળ વધ્યા. પરિમલે પોતાનું સ્કૂટર ઑફિસ્ો જ મૂકી દીધું હતું. ઝુબ્ોર કાર લઈન્ો પરિમલની ઑફિસ્ો ગયો હતો અન્ો ત્યાંથી પરિમલન્ો લઈન્ો, બન્ન્ો સીધા અહીં જ આવ્યા હતા.
ઝુબ્ોર અન્ો પરિમલ કારમાં આવીન્ો બ્ોઠા. ઝુબ્ોરે ‘અલ્લાહનું નામ દઈન્ો કાર ચાલુ કરી અન્ો કમ્પાઉન્ડની બહાર કાઢીન્ો પછી પરિમલના ઘર તરફ દોડાવી મૂકી.’
રાતના પોણા બાર વાગ્યે હરદેવ ગ્વાલિયર, બલરાજ પાસ્ો પહોંચ્યો ત્યારે બલરાજ દારૂના પીઠામાં પોતાના માણસો સાથે મગજમારી કરી રહૃાો હતો. હરદેવ સીધો જ બાજુની નાનકડી ઓરડીમાં આવ્યો. હરદેવના ચહેરા પર ગભરાટ જોઈન્ો બલરાજે એન્ો પ્ાૂછ્યું, ‘શું થયું, હરદેવ ? કેમ આમ ગભરાયેલો છે ?
‘આપણે સલવાઈ ગયા છીએ, બલરાજ.’ હરદેવે ખાટલા પર બ્ોસતાં કહૃાું, ‘જીવાએ સરદારન્ો કહી દીધું કે, ભૂષણ રાજનન્ો ખતમ કરીન્ો, હીનાન્ો ઉઠાવી જવા માટે મુંબઈ ગયો છે, અન્ો પછી અમન્ો પણ એ ત્યાં બોલાવી લેવાનો છે.
‘શું બકી ગયો તું ? ! ?’ બલરાજના ચહેરા પર પણ ગભરાટ દોડી આવ્યો.
‘હું જાણી જોઈન્ો નથી બકી ગયો, પરંતુ સરદારના હાથમાં રહેલી બંદૂકે મારા મોઢામાંથી આ વાત ઓકાવી હતી. હરદેવે કહૃાું, ‘પરંતુ હું બચી ગયો એ પછી સરદારે જે હુકમ છોડ્યો છે એ જ ખરી રીત્ો તો ગોળી જેવો છે.’
‘શું….? કહેતાં બલરાજ ત્યાં સ્ટૂલ પર જ બ્ોસી ગયો.
‘સરદારે કહૃાું છે કે, આપણે બન્ન્ોએ પાંચ દિવસની અંદર જ ભૂષણની સાથે સરદાર પાસ્ો પહોંચી જવું, નહિતર અઠવાડિયા પછી એ પોતાના માણસોન્ો આપણી પાછળ દોડાવશે.’ હરદેવ અટકીન્ો આગળ બોલ્યો, ‘અન્ો આપણે જાણીએ છીએ કે, આપણે જમીનમાં દટાઈ જઈએ કે આકાશમાં આલોપ થઈ જઈએ તો પણ સરદાર અન્ો સરદારના માણસો આપણન્ો શોધી કાઢે. અન્ો પછી તો સરદાર આપણા ટુકડા કરીન્ો સમડીન્ો ખવડાવી દે એ પણ આપણે જાણીએ છીએ.
બલરાજ ઊભો થયો, ‘તો આપણે પાંચ દિવસની અંદર ભૂષણ….!’
‘ના…!’ એન્ો અધવચ્ચેથી અટકાવતાં હરદેવે કહૃાું, ‘સરદારે એ પણ તાકીદ કરી છે કે જો રાજન કે હીનાનો વાળ પણ વાંકો થયો તો પછી આપણું એકેય અંગ આખું નહીં રહે.’
‘તો…તો પછી આપણે આજે જ મુંબઈ તરફ રવાના થવું પડશે.’ બલરાજે કહૃાું, ‘હવે આપણે સહુ પહેલાં તો એ પ્રાર્થના કરીએ કે, ભૂષણે રાજનન્ો ખતમ ન કર્યો હોય અન્ો હીનાન્ો ઉઠાવી ન હોય.’
‘હા….!’ કહેતાં હરદેવ ઊભો થયો.
બન્ન્ો વહેલી સવારની મુંબઈની ગાડીમાં બ્ોસી ગયા. અન્ો બીજા દિવસની વહેલી સવારે તો એમણે મુંબઈની જમીન પર પગ પણ મૂકી દીધો.
બલરાજ અન્ો હરદેવ પાસ્ો રાજનના ઘરનું સરનામું હતું, એટલે રાજનના ઘર સુધી પહોંચવું એમના માટે આસાન હતું.
બન્ન્ો મુંબઈ સ્ટેશન પર ઊતર્યા. આ પહેલાં પણ બન્ન્ો મુંબઈમાં અન્ોક વાર આવ્યા હતા અન્ો પોતાના જિગરી દોસ્ત શાકાની હોટલમાં રહૃાા હતા. આજે પણ બન્ન્ોએ સીધા શાકાની હોટલમાં જ જવાનું નક્કી કર્યું હતું. ત્યાં જ એમન્ો ભૂષણ મળી શકે એમ હતો. ભૂષણન્ો લઈન્ો ત્ોઓ પહેલી ગાડીએ પાછા સરદાર પાસ્ો પહોંચી જવા માગતા હતા.
બન્ન્ો સ્ટેશનની બહાર નીકળ્યા ત્યાં જ હરદેવની નજર ભજિયાંની લારી પર પડી. ‘બલરાજ!’ આપણે થોડાંક ભજિયાં લઈ લઈએ, ટૅક્સીમાં ખાઈ લઈશું.
‘ભલે…! બલરાજે કહૃાું.’
બલરાજે ચારસો ગ્રામ ભજિયાં પડીકામાં બંધાવ્યાં અન્ો ટૅકસી રોકીન્ો બન્ન્ો અંદર બ્ોઠા. સામાનમાં એમની પાસ્ો બ્ો બગલથેલા હતા. જેમાં બ્ો-બ્ો કપડાંની જોડીઓ અન્ો એક-એક ચપ્પુ હતું.
બન્ન્ોએ એક-એક ભજિયું લીધું, પરંતુ ભજિયાં સારાં નહોતાં એટલે હરદેવ પાછું ભજિયાંનું પડીકું બાંધવા જ જતો હતો ત્યાં એની નજર એ પડીકાના કાગળ પર પડી. એ છાપાનો કાગળ હતો અન્ો એની પર છપાયેલો ફોટો જોતાં જ હરદેવના મોઢામાંથી નીકળી ગયું, ‘માર્યા…આ શું થઈ ગયું ?
‘શું થયું ?’ કહેતાં બલરાજે હરદેવ
સામે જોયું.
‘આ…આ….જો…! હરદેવના ચહેરા પરથી જાણે લોહી ઊડી ગયું હોય એમ એનો ચહેરો પીળો પડી ગયો હતો.’
ભજિયાંન્ો બાજુમાં ખસ્ોડતાં, બલરાજે એ છાપા પર જોયું અન્ો એની આંખો પણ ફાટી ગઈ. એ ભૂષણની લાશનો ફોટો હતો અન્ો એની નીચે મોટા-મોટા અક્ષરોમાં છપાયેલું હતું, ‘ઓબ્ોરોય હોટલના સામેના દરિયાકિનારા પરથી મળેલી લાશ…! ખૂન ધારદાર હથિયારથી કરવામાં આવ્યું છે, મરનાર માણસ ગ્વાલિયરથી બ્ો દિવસ પહેલાં જ મુંબઈ આવ્યો હતો.
બલરાજની આંખોમાં લોહી ઊતરી આવ્યું.
ટૅક્સી શાકાની હોટલ સામે આવીન્ો ઊભી રહી. બલરાજે પોતાના ગુસ્સાન્ો ગળવાની કોશિશ કરી. જ્યારે હરદેવની નજર સામે તો સરદારની બંદૂક અન્ો એમાંથી નીકળતી ગોળીઓ દેખાઈ રહી હતી. એ ચાવી દીધેલા પ્ાૂતળાની માફક જ બલરાજની પાછળ અંદર આવ્યો. બન્ન્ોન્ો જોતાં જ શાકા ઊભો થઈ ગયો અન્ો બોલ્યો, ‘આવો….આવો….!’
શાકાએ બલરાજ સાથે હાથ મિલાવ્યા, અન્ો શાકાએ હરદેવ સાથે પણ હાથ મિલાવ્યા અન્ો પછી ‘આવો…!’ કહેતાં એ એક રૂમ તરફ આગળ વધ્યો. બલરાજ અન્ો હરદેવ પણ એની પાછળ આગળ વધ્યા. રૂમમાં પોતાની પાછળ બન્ન્ો આવી ગયા એટલે શાકાએ રૂમનો દરવાજો બંધ કર્યો.
‘આ ભૂષણનું ખૂન કઈ રીત્ો થઈ ગયું ? પલંગ પર બ્ોસતાં બલરાજે પ્ાૂછ્યું.
‘મારું માનવું છે કે, એનું ખૂન રાજન્ો કર્યું છે.’ શાકાએ કહૃાું, ‘એ રાત્રે ભૂષણ મન્ો કહીન્ો ગયો હતો કે એ રાજનન્ો ખતમ કરવા માટે ઓબ્ોરોય હોટલના સામેના દરિયાકિનારા પર જઈ રહૃાો છે. મેં એન્ો કહૃાું કે હું તારી સાથે આવું, પાંચ-દસ સાથીઓન્ો લઈન્ો, પરંતુ એ માન્યો નહીં અન્ો એકલો ગયો અન્ો બીજા દિવસ્ો સવારે એની લાશ દરિયાકિનારા પરથી મળી આવી.
‘એટલે એનો મતલબ એ કે, રાજન્ો જ ભૂષણનું ખૂન કર્યું છે.’ કહેતાં બલરાજ
ઊભો થઈ ગયો. ‘હવે હું મારા પ્યારા દોસ્ત ભૂષણનું ખૂન કરનાર રાજનનું ખૂન કર્યા વિના નહીં જંપું.’
‘હા, બલરાજ…!’ હરદેવે પણ જુસ્સામાં કહૃાું, ‘આજની રાત એ રાજનની જિંદગીની આખરી રાત હશે.
અન્ો પછી ત્રણેય રાજનન્ો કઈ રીત્ો ખતમ કરવો એની વાતચીત કરવામાં ગ્ાૂંથાયા.
જ્યારે અત્યારે, પોતાની ઑફિસમાં, પરિમલ સામે બ્ોસીન્ો, રાજન ઝુબ્ોર સાથે ફોન પર વાતચીત કરી રહૃાો હતો. ‘ઝુબ્ોર !’ કેટલાય દિવસથી હું જિન્નાતભાઈન્ો મળ્યો નથી. એમન્ો ફોન લગાવું છું, પરંતુ ફોન લાગતો નથી.
‘તો તું દર વખત્ો જ્યાં દરિયાકિનારા પર એમન્ો મળે છે ત્યાં જઈ આવન્ો.’ ઝુબ્ોરે કહૃાું.
‘હા…પણ આજે રાત્રે નીમુન્ો કહીન્ો જઈશ તો નીમુ હા-ના કરશે.’ રાજન્ો કહૃાું, ’એટલે મેં એવું વિચાર્યું છે કે, આજે આપણે રાત્રે પરિમલન્ો ત્યાં જમીએ.’ અન્ો પછી રાત્રે નીમુન્ો પરિમલન્ો ત્યાં જ મૂકીન્ો, ફરવાનું બહાનું કરીન્ો આપણે ત્રણેય, મારા ઘરે જઈશું. તમે બન્ન્ો ઘરે બ્ોસજો, અન્ો હું દરિયાકિનારા પર જિન્નાતભાઈન્ો મળી આવીશ. પછી આપણે ત્રણેય સાથે પરિમલના ઘરે જઈશું.
‘ભલે…!’ ઝુબ્ોરે કહૃાું.
અન્ો રાત્રે દસ વાગ્યે નીમુ અન્ો સલમાન્ો પરિમલન્ો ઘરે મૂકીન્ો ત્રણેય રાજનના ઘરે આવ્યાં. ઝુબ્ોર અન્ો પરિમલ રાજનના ઘરે બ્ોઠા અન્ો રાજન સ્કૂટર પર દરિયાકિનારા તરફ આગળ વધ્યો. એ દરિયાકિનારાથી થોડેક દૂર પહોંચ્યો હશે ત્યાં જ એના સ્કૂટરમાં પંક્ચર પડ્યું. એણે સ્કૂટરન્ો ગાળ આપી અન્ો પછી હાથેથી સ્કૂટરન્ો ચલાવતાં એ દરિયાકિનારા પાસ્ો પહોંચ્યો. સ્કૂટરન્ો ફૂટપાથ પાસ્ો પાર્ક કરીન્ો એ ચાલતો-ચાલતો દર વખત્ો જિન્નાતભાઈન્ો મળતો હતો, એ જગ્યા પર આવીન્ો ઊભો રહૃાો. અહીંથી દસ પગલાં દૂર જ એણે ભૂષણનું ખૂન કર્યું હતું. રાજન જિન્નાતભાઈના નામની બ્ાૂમ પાડે એ પહેલાં જ કોઈએ એના ખભા પર હાથ મૂકયો. જિન્નાતભાઈ હશે એવી ખુશી સાથે રાજન પાછળ ફર્યો અન્ો સામે ઊભેલા આદમીન્ો જોતાં જ એની આંખે ચક્કર આવવા લાગ્યાં. સામે ઈન્સ્પ્ોકટર વેલણકર ઊભા હતા.
‘મિસ્ટર રાજન ! ઈન્સ્પ્ોક્ટર વેલણકરે રાજનન્ો પ્ાૂછયું, ‘શું તમે અહીં જે ધારદાર હથિયારથી પ્ોલા આદમીનું ખૂન કર્યું હતું, અન્ો આટલામાં ક્યાંક સંતાડી દીધું હતું એ હથિયાર શોધવા માટે આવ્યા છો ન્ો ?’
રાજનની જીભ તો તાળવા સાથે ચોંટી ગઈ હતી, એની બોલતી જ બંધ થઈ ગઈ હતી. એન્ો આ ઈન્સ્પ્ોક્ટર વેલણકર, આ જમીન, પ્ોલું આકાશ, બધાં જાણે ચક્કર-ચક્કર ફરતાં હોય એવું લાગતું હતું.
‘શું થયું મિસ્ટર રાજન ? ટૅકસીની લાઈટ ચાલુ-બંધ થતી હોય એમ આંખો ખોલબંધ કરો છો ? ઈન્સ્પ્ોક્ટરે આ સવાલ પ્ાૂછ્યો એ સાથે જ રાજનની પાંપણો સ્થિર થઈ ગઈ. એની નજર સામે ગોળ-ગોળ ફરી રહેલા ઈન્સ્પ્ોક્ટર વેલણકર, આ જમીન, પ્ોલું આકાશ બધું જ સ્થિર થઈ ગયું. અન્ો એ સાથે જ જાણે રાજન ભાનમાં આવ્યો હોય એમ બોલ્યો, ‘ના…ના….આ તો આમ તમે અચાનક પાછળથી આવીન્ો મારા ખભા પર હાથ મૂક્યો એટલે હું આટલો ગભરાઈ ગયો.
‘અચ્છા….અચ્છા…!’ ઈન્સ્પ્ોક્ટરે ખી…ખી… ખી….કરતાં હસતાં કહૃાું, ‘મન્ો એમ કે, મન્ો જોઈન્ો જેમ ખૂની ડરી જાય છે એવી જ રીત્ો તમે પણ ડરી ગયા હશો.’
‘ઈન્સ્પ્ોક્ટરસાહેબ !’ રાજન્ો હસવાની કોશિશ કરતાં કહૃાું, ‘જેમ તમન્ો જોઈન્ો ખૂનીઓ ગભરાતા હશે એમ તમન્ો જોઈન્ો ભલા-ભોળા માણસો પણ ગભરાતા હશે. હું તમન્ો જણાવી દઉં, કે હું પોત્ો એક સીધોસાદો, ભલો-ભોળો માણસ છું.’
‘એ તો હમણાં જ ખબર પડી જશે.’ ઈન્સ્પ્ોક્ટર વેલણકરે ગંભીર થતાં કહૃાું, ‘તમે અત્યારે અહીં શું કરી રહૃાા છો એ મન્ો
કહેશો ?
રાજન મૂંઝાયો. એનું થ…થ…પ…ફ એન્ો અપરાધી સાબિત કરી શકે એમ હતું. ‘જરૂર…હું તમન્ો કહી શકું…છું…કે…હું અહીં…શા માટે…આવ્યો….છું… કહેતાં શું જવાબ આપવો એ વિચારતાં વિચારતાં પોતાની નજર વેલણકરની આજુબાજુ ફેંકી, ત્યાં જ એની નજર દૂર પડેલા પોતાના સ્કૂટર પર પડી.’
ઈન્સ્પ્ોક્ટર વેલણકરના ચહેરા પર, અહીંથી મળેલી લાશનો ખૂની મળી ગયો હોય એવા ભાવ આવી ગયા.
‘ખ…ખ…ખ… રાજન્ો ગળું ખંખેર્યું અન્ો ઈન્સ્પ્ોક્ટર વેલણકર સામે હસતાં કહૃાું, ‘હું અહીંથી નીકળતો હતો ત્યાં જ મારા સ્કૂટરના ટાયરમાં પંક્ચર પડ્યું. રાજન અટકયો. ઈન્સ્પ્ોક્ટરના ચહેરા પર બદલાતા ભાવ જોતાં એણે આગળ ચલાવ્યું, ‘મન્ો દરિયો ખૂબ જ ગમે છે. અન્ો એટલે દરિયાના પાણીની ધીમી કલકલ સાંભળવા, સ્કૂટરન્ો ત્યાં જ મૂકીન્ો હું અહીં સુધી ચાલ્યો આવ્યો.
‘તમારો દરિયાપ્રેમ ખરેખર વિચિત્ર કહેવાય.’ કહેતાં ઈન્સ્પ્ોક્ટર વેલણકરે ઘડિયાળમાં જોયું અન્ો આગળ ચલાવ્યું, ‘કારણ કે અત્યારે રાતના અગિયાર વાગ્યે, સ્કૂટરનું પંક્ચર પડ્યું હોય છતાંય, પંકચર બનાવવાની અન્ો ઘરે પહોંચવાની ફિકર-ચિંતા કર્યા વિના જ, આવી રીત્ો દરિયાના પાણીનો અવાજ સાંભળનાર તમારા જેવો એકાદ માણસ જ હોઈ શકે.’
‘ખરેખર મન્ો દરિયા…!’
‘તમે મન્ો તમારું સ્કૂટર અન્ો એ પંક્ચર પડેલું ટાયર બતાવશો ? રાજન આગળ બોલે એ પહેલાં જ ઈન્સ્પ્ોક્ટર વેલણકરે હુકમ કરતા હોય એવા અવાજે પ્ાૂછ્યું.’
રાજન કંઈ બોલ્યો નહીં. એણે બન્ન્ો ખભા ઊંચક્યા અન્ો પોતાના સ્કૂટર તરફ આગળ વધ્યો. સાથે ઈન્સ્પ્ોક્ટર વેલણકર પણ આગળ વધ્યા. હવે રાજન ખરેખર પોતાની જાળમાં આવ્યો છે એવા ભાવ હતા ઈન્સ્પ્ોક્ટર વેલણકરના ચહેરા પર.
રાજન પોતાના સ્કૂટર પાસ્ો આવીન્ો ઊભો રહૃાો અન્ો પછી બાજુમાં આવીન્ો ઊભેલા ઈન્સ્પ્ોક્ટર વેલણકર સામે જોઈન્ો, જાણે એમની નજર પોતાની નજરથી પકડીન્ો, સ્કૂટરના પાછળના ટાયર પર લઈ જતા હોય એમ એ ટાયર તરફ જોયું. ઈન્સ્પ્ોક્ટર વેલણકરે વાંકા વળીન્ો સ્કૂટરના ટાયર તરફ જોયું. ખરેખર સ્કૂટરના પાછલા ટાયરમાં પંક્ચર હતું.
‘હવે તમે પ્ાૂછો કે આ સ્કૂટર મારું જ છે એની સાબિતી શું ?’ એ પહેલાં જ હું તમન્ો સાબિતી આપી દઉં. કહેતાં રાજન્ો ખિસ્સામાંથી ચાવી કાઢી અન્ો સરળતાથી સ્કૂટરનું લૉક ખોલી નાખ્યું.
‘ખી…ખી…ખી…!’ કરતાં ઈન્સ્પ્ોકટર વેલણકર હસી પડ્યા. ‘ખરેખર મિસ્ટર રાજન !’ તમે મારા મગજનો સવાલ સમજી ગયા અન્ો એનો જવાબ પણ આપી દીધો…! વાહ…મિસ્ટર રાજન…!
‘આભાર…!’ વખાણ કરવા બદલ ખૂબ જ આભાર ! રાજન્ો કહૃાું, ‘પરંતુ હવે હું તમન્ો એક સવાલ પ્ાૂછું છું. અહીં આ સ્કૂટર મૂકવામાં વાંધો નથીન્ો ? વાંધો ન હોય તો હું સ્કૂટર અહીં જ મૂકીન્ો ટૅક્સીમાં ચાલ્યો જાઉં. સવારે સ્કૂટર અહીંથી લઈ જઈશ.
‘ના…અહીં સ્કૂટર મૂકવામાં સહેજ પણ વાંધો નથી. કોઈ હાથ પણ નહીં લગાવે. અન્ો વળી, તમારે ટૅકસીમાં જવાની પણ જરૂર નથી. હું તમન્ો મારી જીપમાં તમારા ઘરે મૂકી દઈશ. પરંતુ એ પહેલાં તમારે મન્ો એક છેલ્લા સવાલનો જવાબ આપવો પડશે.’
‘શું…?’ એવો નજરથી જ રાજન્ો સવાલ પ્ાૂછયો. રાજનન્ો એમ કે પોત્ો બચી ગયો છે, પરંતુ ઈન્સ્પ્ોક્ટર વેલણકરે રાજનની આંખોમાં આંખો પરોવી.
…. અન્ો રાજન ધ્રૂજી ઊઠ્યો.
પછી….પછી શું થયું…? ઈન્સ્પ્ોક્ટર વેલણકરની જાળમાં ફસાયેલા રાજન્ો કેવી રીત્ો છુટકારો મેળવ્યો….? ઝુબ્ોરે એ ચપ્પુનો કેવી રીત્ો નિકાલ કર્યો….? રાજનની પાછળ પડેલા ઈન્સ્પ્ોક્ટરે વેલણકરે શું કર્યું…? જિન્નાતભાઈના બદલાયેલા રૂપનું રહસ્ય શું હતું…? ભૂષણની મોતનો બદલો લેવા માટે નીકળેલા બલરાજ અન્ો હરદેવનું શું થયું….? રાજનની પત્ની નીમુનું શું થયું…? હીના અન્ો પરિમલનું શું થયું…? એ બધું જ જાણવા માટે આપ્ો રસ, રહસ્ય અન્ો રોમાંચથી ભરપ્ાૂર આવતો અંક વાંચવો જ પડશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.