જિન્નાતપ્રકરણ : ૨૪

લાડકી

\ફૂલદાની તરફ ઈન્સ્પ્ોક્ટર વેલણકરને આગળ વધતા જોઈને રાજનનું હૃદય ભયથી ધડકવા લાગ્યું. રાજન્ો મનોમન ભગવાનને અને જિન્નાતભાઈને યાદ કર્યા, ‘હે ભગવાન, હે જિન્નાતભાઈ! મન્ો બચાવજો.’ જ્યારે નીમુન્ો ખબર નહોતી કે ફૂલદાનીની અંદર રાજન્ો જે ચપ્પુથી ભૂષણનું ખૂન કર્યું હતું એ ચપ્પુ છે

એચ. એન. ગોલીબારની નવલકથા

‘ઝુબ્ોર… મેં ભૂષણનું ખૂન કરી નાખ્યું… મન્ો… મન્ો કંઈ સમજ પડતી નથી…એ વખત્ો જાણે મારામાં શયતાન પ્રવેશી ગયો હતો…જાણે એ મન્ો એનું ખૂન કરવા માટે મજબ્ાૂર કરી રહૃાો હતો. રાજન્ો ગભરાયેલા અવાજે કહ્યું.’
‘ત્ોં એનું ખૂન શાનાથી કર્યું, રાજન…?’ પરિમલન્ો જાણે રાજનની વાત પર વિશ્ર્વાસ નહોતો બ્ોસતો.
‘આ ચપ્પુથી.’ કહેતાં રાજન્ો ખિસ્સામાંથી ચપ્પુ કાઢીન્ો પરિમલ અન્ો ઝુબ્ોરન્ો બતાવ્યું.
‘રાજન…!’ ઝુબ્ોરે કહૃાું, ‘તું આ ચપ્પુન્ો અહીં કેમ લઈ આવ્યો?’ તારે એન્ો ત્યાં જ દરિયામાં ફેંકી દેવું જોઈતું હતું ન્ો!’
‘મન્ો એ વખત્ો એવું કંઈ સ્ાૂઝયું નહીં.’ રાજન્ો કહૃાું, ‘પરંતુ હવે…?’
‘હવે આ ચપ્પુન્ો કયાંક સંતાડી દેવું પડશે.’ કહેતાં ઝુબ્ોરે આખાય કમરામાં નજર ફેરવી. એની નજર ખૂણામાં પડેલા નાનકડા ટેબલ પર પડેલી કાચની ફૂલદાની પર પડી. ‘લાવ…!’ કહેતાં એ ઊભો થયો. એણે રાજનના હાથમાંથી ચપ્પુ લીધું અન્ો એ ફૂલદાની પાસ્ો પહોંચ્યો. ફૂલદાનીમાંથી એણે પ્લાસ્ટિકના ફૂલ કાઢયાં અન્ો ધીમેથી એ ચપ્પુ ફૂલદાનીમાં મૂકી દીધું, પછી પાછા ફૂલદાનીમાં એ પ્લાસ્ટિકના ફૂલ ગોઠવી દીધાં. હવે કોઈન્ો ખ્યાલ-ખબર પડી શકે એમ નહોતી, કે ફૂલદાનીની અંદર ચપ્પુ છે.
‘રાજન… ભૂષણની લાશ અત્યારે કયાં છે?’ ઝુબ્ોરે રાજનની બાજુમાં આવીન્ો બ્ોસતાં પ્ાૂછયું.
‘ઓબ્ોરોય હોટલ સામેના દરિયાકિનારા પર…!’
‘તારે એ લાશન્ો દરિયામાં ફેંકી દેવી જોઈતી હતીન્ો?’ પરિમલે કહૃાું. રાજન આનો કોઈ જવાબ આપ્ો એ પહેલાં જ ઝુબ્ોરે કહૃાું, ‘ના…સારું થયું, રાજન એ લાશન્ો દરિયામાં ફેંકવાની માથાકૂટમાં ન પડયો. કારણ કે એ લાશ પાછી દરિયાકિનારા પર આવી જ જાત, અન્ો વળી લાશન્ો રાજન દરિયામાં ફેંકત ત્યાં સુધી કોઈ આવી જાત કે કોઈ જોઈ જાત તો…!’
‘હા…એ બરાબર છે.’ પરિમલન્ો ઝુબ્ોરની વાત સાચી લાગી.
‘રાજન…જા…હવે તું તારા કમરામાં જઈન્ો સ્ાૂઈ જા…!’ ઝુબ્ોરે ઊભા થતાં કહૃાું, ‘અમે અહીં સ્ાૂઈ જઈએ છીએ.’
‘ના…હીના અન્ો નીમુ ભલે સાથે સ્ાૂઈ જાય, આપણે ત્રણેય અહીં સ્ાૂઈ જઈએ છીએ.’
ત્રણેય બ્ોઠકરૂમમાં સ્ાૂતા. થોડોક વિચાર અન્ો થોડી વાર પછી ઝુબ્ોર અન્ો પરિમલન્ો તો ઊંઘ આવી ગઈ, પરંતુ રાજનન્ો સવાર સુધી ઊંઘ આવી નહીં. આખી રાત એના મગજમાં એ સવાલ જ ફરતો રહૃાો કે, ‘જિન્નાતભાઈ એન્ો ભૂષણનું ખૂન કરવા માટે ત્ૌયાર કરીન્ો પછી કેમ અત્યાર સુધી દેખાયા નહીં..?’ પરંતુ એન્ો એનો જવાબ મળી શકયો નહીં.
સવારે એ ઊઠયો ત્યારે એનું માથું ભમી રહૃાું હતું. ઝુબ્ોર નાસ્તો કરીન્ો સીધો જ પોતાના સ્ટોર પર ચાલ્યો ગયો. જ્યારે પરિમલ નાસ્તો કરીન્ો, હીનાન્ો લઈન્ો પોતાના ઘરે ગયો અન્ો ત્યાંથી ઑફિસ્ો પહોંચ્યો.
રાજન ઑફિસ્ો ગયો નહીં. એની તબિયત બરાબર લાગતી નહોતી.
બપોરે ત્રણ વાગ્યે જમીન્ો થોડાક આંટા મારીન્ો એ બ્ોઠકરૂમના સોફા પર બ્ોઠો. નીમુ રસોડામાં સાફસફાઈ કરી રહી હતી. પાયલ અન્ો પમ્મી સ્કૂલે ગયાં હતાં, એટલે રાજન અન્ો નીમુ અત્યારે ઘરમાં એકલાં જ હતાં.
ડિંગ….ડોંગ…ડિંગ…ડોંગ…
દરવાજાની ઘંટડી વાગી. ‘જો તો નીમુ, કોણ છે?’ રાજન્ો બ્ાૂમ મારી. એના મનમાં સવાલ પણ જાગ્યો કે અત્યારે બપોરના સમયે કોણ હશે?
‘ખોલું છું.’ કહેતાં નીમુ રસોડાની બહાર નીકળી અન્ો મુખ્ય દરવાજા તરફ આગળ વધી. રાજન્ો પણ પોતાની નજર મુખ્ય દરવાજા તરફ કરી.
નીમુએ સ્ટોપર ખોલી અન્ો દરવાજો ખોલ્યો એ સાથે જ ત્રણ આદમી અંદર આવ્યા. એમન્ો જોતાં જ રાજન સફાળો ઊભો થઈ ગયો. એ ત્રણ આદમીમાં એક ઈન્સ્પ્ોકટર હતા અન્ો બ્ો પોલીસ હતા.
‘આ…..મિસ્ટર રાજનનું જ ઘર છે ન્ો?’ ઈન્સ્પ્ોકટરે નીમુન્ો પ્ાૂછયું.
નીમુએ ‘હ…હા…! એવો અચકાતાં જવાબ આપ્યો.
નીમુનો જવાબ સાંભળીન્ો ઈન્સ્પ્ોકટરે સામે કમરામાં નજર નાખી અન્ો સામે રાજનન્ો ઊભેલો જોઈન્ો સવાલભરી નજરે એમણે નીમુ સામે જોયું.
નીમુ કંઈ બોલે કહે એ પહેલાં જ રાજન્ો પોતાની જાતન્ો સંભાળી લીધી, ‘હું પોત્ો રાજન છું, ઈન્સ્પ્ોકટરસાહેબ!’ રાજન્ો પોતાના ચહેરાના ગભરાટન્ો ગુમ કરતાં, હાસ્ય લાવવાની કોશિશ કરતાં કહૃાું.
ઈન્સ્પ્ોકટરે વધુ બ્ો પગલાં અંદર કમરામાં આવતાં રાજનના પગથી માથા સુધી જોયું. ઈન્સ્પ્ોકટરની પાછળ પ્ોલા બ્ો પોલીસો પણ વધુ અંદર આવ્યા. નીમુન્ો શું કહેવું-કરવું એ સ્ાૂઝયું નહીં. એટલે એ દરવાજા પાસ્ો એમ ન્ો એમ જ ઊભી રહી. નીમુનું હૃદય પણ ગભરાટથી ફફડી રહૃાું હતું. રાત્રે રાજન્ો આવીન્ો પોતાન્ો કંઈ કહૃાું નહોતું, પરંતુ અત્યારે પોલીસન્ો આવેલા જોઈન્ો નીમુન્ો સમજતાં વાર લાગી નહીં, કે રાજન્ો ભૂષણની એવી ખરાબ હાલત બનાવી છે, જેના કારણે પોલીસન્ો છેક અહીં આવવું પડયું છે.
ઈન્સ્પ્ોકટર કંઈ પણ બોલ્યા વિના એકધારો રાજનનો ચહેરો જોઈ રહૃાા હતા. પોતાના ચહેરાના ખૂની ભાવ ઈન્સ્પ્ોકટર ન વાંચી જાય એટલે રાજન્ો નીમુ તરફ ચહેરો ફેરવતાં કહૃાું, ‘નીમુ ! ઈન્સ્પ્ોકટરસાહેબ માટે પાણી તો લાવ.’ કહેતાં એણે ફરી ઈન્સ્પ્ોકટર સામે જોયું. ‘બ્ોસોન્ો ઈન્સ્પ્ોકટરસાહેબ, શું કામ પડયું તમન્ો મારું?’
નીમુ દરવાજો બંધ કરીન્ો રસોડા તરફ આગળ વધી ગઈ. ઈન્સ્પ્ોકટર સોફા પર બ્ોઠા. રાજન પણ એમની સામે સોફા પર બ્ોઠો.
‘મારું નામ ઈન્સ્પ્ોકટર વેલણકર છે.’ ઈન્સ્પ્ોકટર વેલણકર અટકયા, ‘સવારે અમન્ો ઓબ્ોરોય હોટલ સામેના દરિયાકિનારા પરથી એક લાશ મળી છે.
રસોડાની બહાર, હાથમાં ટ્રે લઈન્ો આવેલી નીમુનો ટ્રેવાળો હાથ ધ્રૂજ્યો. રાજનનું હૃદય પણ ધ્રૂજ્યું. ધ્રૂજતા હાથન્ો જબરજસ્તી સ્થિર કરીન્ો નીમુ ઈન્સ્પ્ોકટર વેલણકરની સામે આવીન્ો ઊભી રહી. ઈન્સ્પ્ોકટર વેલણકરે ટ્રેમાંથી પાણીનો ગ્લાસ ઉઠાવીન્ો મોઢે ધર્યો.
સામે બ્ોઠેલા રાજનની આંખ સામે જાણે ફાંસીનો ફંદો દેખાવા લાગ્યો. એન્ો ખ્યાલ આવ્યો નહીં, કે પોત્ો એવું તો કયું પગ્ોરું ભૂષણની લાશ પાસ્ો મૂકીન્ો આવ્યો હતો જેથી આ ઈન્સ્પ્ોકટર વેલણકર અત્યારે પોતાના ઘરે આવી પહોંચ્યા હતા?!?
બન્ન્ો પોલીસન્ો પાણી પિવડાવીન્ો નીમુ અંદર રસોડામાં ગઈ.
રાજનન્ો ખ્યાલ આવ્યો કે ઈન્સ્પ્ોકટર વેલણકર ‘ઓબ્ોરોય સામેના દરિયાકિનારા પરથી એક લાશ મળી છે.’ એ વાત કર્યા પછી કંઈ જ બોલ્યો નથી એટલે પોત્ો કંઈક બોલવું જોઈએ, નહીંતર પોતાની ચૂપકીદી પોતાના માટે ખતરો બની જશે.
‘ઈન્સ્પ્ોકટરસાહેબ!’ રાજન્ો ઈન્સ્પ્ોકટર વેલણકર સામે જોતાં કહૃાું. ઈન્સ્પ્ોકટર વેલણકર હજુ પણ જાણે પોતાનો ચહેરો વાંચી રહૃાા હતા. ‘આ દરિયાકિનારા પર લાશ પડી છે એવી માહિતી તમે મન્ો શા માટે આપી એ મન્ો સમજાયું નહીં? મારું તો કોઈ સગું અહીં મુંબઈમાં નથી.’
‘એ તમારો સગો નહીં હોય એ વાત તો હું પણ એકસો ન્ો એક ટકા માનું છું. અન્ો એટલે જ હું અહીં આવ્યો છું, ઈન્સ્પ્ોકટરે કંઈક સમજાય નહીં એ રીત્ો કહૃાું.
રાજનન્ો કંઈ સમજાયું નહીં. પરંતુ એ વધુ કંઈ બોલીન્ો હાથે કરીન્ો મુસીબત વહોરી લેવા માગતો ન હતો.
નીમુ રસોડાના દરવાજા પાસ્ો આવીન્ો ઊભી રહી ગઈ હતી, અન્ો એકી નજરે ઈન્સ્પ્ોકટર વેલણકર સામે જોઈ રહી હતી.
‘હવે હું મુદ્દાની વાત કરું, મિસ્ટર રાજન!’ ઈન્સ્પ્ોકટર વેલણકરે કહૃાું, ‘એ દરિયાકિનારા પરથી જેની લાશ મળી છે, એ માણસ અહીંનો નથી. પરંતુ બહારગામનો છે. એ અહીં હજુ ગઈકાલે જ આવ્યો છે, અન્ો ગઈકાલે રાત્રે જ એનું કોઈ ધારદાર હથિયાર વડે ખૂન થઈ ગયું છે.’ ઈન્સ્પ્ોકટર વેલણકર અટકયા. રાજનના ચહેરા પર નજર જમાવતાં આગળ બોલ્યા, ‘અન્ો મારું એવું માનવું છે કે એ આદમીનું ખૂન બીજા કોઈએ નહીં પરંતુ તમે કર્યું છે.’
‘શું વાત કરી રહૃાા છો, ઈન્સ્પ્ોકટરસાહેબ?’ કહેતાં એક ઝાટકા સાથે રાજન ઊભો થઈ ગયો. નીમુન્ો માથે જાણે વીજળી પડી હોય એમ ધ્રુજારીનો એક લિસોટો એના શરીરમાંથી પસાર થઈ ગયો.
‘તમે… તમે… એ કયા હિસાબ્ો કહો છો, કે મેં એ આદમીનું ખૂન કર્યું છે?’ રાજન્ો ધ્રૂજતા અવાજે કહૃાું, ‘મેં એ આદમીન્ો જોયો પણ નથી અન્ો તમે કહી રહૃાા છો કે મેં એનું ખૂન કર્યું છે?’
ઈન્સ્પ્ોકટર વેલણકર ખી… ખી… ખી… હસ્યા, ‘મિસ્ટર રાજન!’ તમે આરામથી
બ્ોસો, મેં એમ કયાં કહૃાું છે કે, તમે જ એ આદમીનું ખૂન કર્યું છે, પરંતુ મેં તો એમ કહૃાું કે, ‘મારું ફકત એવું માનવું છે કે તમે એનું ખૂન કર્યું છે.’
રાજન ધબ્ કરતાં સોફા પર બ્ોઠો.
‘મિસ્ટર રાજન ! તમે ખૂન કર્યું નથી તો પછી આટલા ગુસ્સ્ો શું કામ થાવ છો?’ ઈન્સ્પ્ોકટર વેલણકરે ખૂબ જ શાંતિથી પ્ાૂછયું.
‘ગુસ્સ્ો ન થાઉં તો શું કરું?’ રાજન્ો કહૃાું, ‘તમે એ કઈ રીત્ો માની લીધું કે કદાચ મેં જ એ આદમીનું ખૂન કર્યું હશે?’
‘જુઓ, મિસ્ટર રાજન!’ ઈન્સ્પ્ોકટર વેલણકરે કહૃાું, ‘તમે એ આદમીનું ખૂન કર્યું છે, એવું મેં માન્યું એની પાછળ કંઈક કારણ હશે, સાબિતી હશેન્ો? કેમ હું તમન્ો જ શોધતો-શોધતો તમારા ફલેટ પર આવ્યો ? કેમ હું તમારા બાજુમાં રહેતા કોઈ આદમીન્ો ત્યાં ન ગયો?’
રાજનનું મન કાંપવા લાગ્યું. મગજ વિચારવા લાગ્યું. પોત્ો…પોત્ો એવું તો શું કારણ? -એવી તો શી સાબિતી ભૂષણની લાશ પાસ્ો છોડી આવ્યો હતો? પોત્ો જે ચપ્પુથી ભૂષણનું ખૂન કર્યું હતું એ ચપ્પુ તો અત્યારે ખૂણામાં પડેલા ટેબલ પર પડેલી ફૂલદાનીની અંદર પડયું હતું! તો શું પોત્ો ભૂષણન્ો પ્ાૂરો ખતમ નહોતો કર્યો? શું ભૂષણે મરતાં પહેલાં નામ અન્ો સરનામું આપી દીધું હતું?
રાજનના ચહેરા પરથી નજર ખસ્ોડીન્ો ઈન્સ્પ્ોકટર વેલણકરે નીમુ સામે જોયું, ‘બહેન! તમે આરામથી બ્ોસોન્ો.’
નીમુ ત્યાં રસોડા પાસ્ો, જમીન પર જ બ્ોસી ગઈ.
‘મિસ્ટર રાજન! જે આદમીની લાશ દરિયાકિનારા પરથી મળી છે એ આદમી ગ્વાલિયરનો રહેવાસી લાગ્ો છે. આ હું એ પરથી કહી શકું છું કે એ આદમીના ખિસ્સામાંથી ગ્વાલિયરથી મુંબઈની ટ્રેનની ટિકિટ અમન્ો મળી હતી.’ ઈન્સ્પ્ોકટર વેલણકરે એક વાર નીમુ તરફ જોઈન્ો પછી રાજન તરફ જોયું, ‘અન્ો એ આદમીના ખિસ્સામાંથી મન્ો એક કાગળ મળ્યો, જેની પર તમારું નામ, તમારું સરનામું અન્ો તમારો ફોન નંબર લખાયેલો હતો.’
‘પણ… પણ… એનો મતલબ એ થોડો થાય છે કે મેં જ એનું ખૂન કર્યું છે? રાજન બોલી ઊઠયો, ‘એમ તો જો તમારા નામ, સરનામા અન્ો ટેલિફોન નંબરવાળો કાગળ જો એ લાશના ખિસ્સામાંથી નીકળ્યો હોત, તો શું એનો મતલબ એ થાત કે, તમે એનું ખૂન કર્યું છે?’
ઈન્સ્પ્ોકટર વેલણકર ફરી ખી…ખી…ખી…કરતાં હસ્યા, ‘તમારી બુદ્ધિ પર મન્ો દાદ આપવાનું મન થાય છે, મિસ્ટર રાજન! પરંતુ અમે પણ સાવ બુદ્ધુ નથી હોતા. લાશ જોઈન્ો-તપાસીન્ો મળેલી વસ્તુઓ પરથી ખૂનીન્ો શોધવા માટે તરત જ અમારી બુદ્ધિ દોડવા લાગ્ો છે. એ લાશના ખિસ્સામાંથી તમારા નામ-સરનામાવાળો કાગળ મળ્યો એટલે મારી બુદ્ધિ દોડી. કદાચ એ આદમી તમન્ો મળ્યો હોય, તમારા બન્ન્ો વચ્ચે કોઈ બાબતમાં ઝઘડો થયો હોય અન્ો તમે એનું ખૂન કરી નાખ્યું હોય…!!!’
રાજન્ો ચહેરા પર જબરજસ્તી હાસ્ય લાવતા કહૃાું, ‘એટલે તમે અંધારામાં જ તીર ફેંકયું છે ન્ો?’
‘હા..!’ ઈન્સ્પ્ોકટર ખી.. ખી…
ખી… કરતાં હસ્યા, ‘આ તો અંધારામાં જ તીર ફેંકયું છે, પરંતુ મન્ો એનો ગર્વ છે કે, મેં જેટલાં તીર અંધારામાં ફેંકયા છે, એમાંથી મોટા ભાગનાં તીર નિશાન પર લાગ્યા છે. મેં તમારી બાબતમાં પણ અંધારામાં તીર ફેંકયું છે, અન્ો હું ઈચ્છું છું કે મારું આ તીર નિશાન પર ન લાગ્ો. અન્ો તમારા ઘરમાંથી લોહીવાળું ધારદાર હથિયાર ન મળે.’ કહેતાં ઈન્સ્પ્ોકટર વેલણકરે નીમુ સામે જોયું, ‘બહેન, તમે જરા મિસ્ટર રાજન પાસ્ો આવીન્ો બ્ોસોન્ો, મારે આ ઘરની તલાશી લેવી છે.
‘પણ….!’ રાજન આગળ બોલે એ પહેલાં જ ઈન્સ્પ્ોકટર વેલણકરે રાજન સામે જોતાં કહૃાું, ‘ગભરાવ નહીં, અમે તમારા ઘરની વસ્તુઓ અવ્યવસ્થિત થઈ જાય કે વસ્તુઓન્ો નુકસાન થાય એવી રીત્ો તલાશી નહીં લઈએ.’
‘ભલે.’ રાજન્ો કહૃાું. રાજન પોત્ો તલાશીનો વિરોધ કરે તો પોત્ો ખૂની હોવાની વેલણકરની શંકા વધુ મજબ્ાૂત બન્ો એમ હતી.
નીમુ રાજન પાસ્ો આવીન્ો બ્ોઠી.
ઈન્સ્પ્ોકટરે કયારનાય પ્ાૂતળાંની જેમ ઊભેલા પ્ોલા બ્ો પોલીસ સામે જોયું. ‘તમે બન્ન્ો તલાશી લો.’ ઈન્સ્પ્ોકટર વેલણકરના આ શબ્દોએ ચાવી ભરી હોય એમ બન્ન્ો પોલીસ ચાલ્યા. એ પોલીસ રાજનના કમરામાં ઘૂસ્યો અન્ો બીજો પોલીસ રસોડામાં ઘૂસ્યો.
ઈન્સ્પ્ોકટર વેલણકર ઊભા થયા.
રાજન બન્ન્ો હાથોની હથેળીઓ ઘસવા લાગ્યો. નીમુએ ચકળવકળ આંખે ઈન્સ્પ્ોકટર વેલણકર સામે જોયું.
ઈન્સ્પ્ોકટર વેલણકરે પોતાની નજર મુખ્ય દરવાજા તરફ ફેંકી અન્ો પછી ત્યાંથી નજર જમણી તરફ ફેંકી. જમણી તરફ બરાબર દરવાજાની બાજુમાં, નીચે બ્ાૂટ-ચંપલ મૂકવાનું ખાનું હતું. ઈન્સ્પ્ોકટર વેલણકર એ ખાના પાસ્ો ગયા. નીચે બ્ોસીન્ો એમણે ખાનામાંથી બધાં બ્ાૂટ-ચંપલ કાઢયાં. ખાનામાં કોઈ હથિયાર નહોતું. એ પાછા ઊભા થયા, ત્યાં જ એમની નજર ખૂણામાં પડેલા ટેબલ પર પડેલી ફૂલદાની પર પડી. ઈન્સ્પ્ોકટર વેલણકર એ ટેબલ તરફ આગળ વધ્યા. ફૂલદાની તરફ ઈન્સ્પ્ોકટર વેલણકરન્ો આગળ વધતા જોઈન્ો રાજનનું હૃદય ભયથી ધડકવા લાગ્યું. રાજન્ો મનોમન ભગવાનન્ો અન્ો જિન્નાતભાઈન્ો યાદ કર્યા, ‘હે ભગવાન, હે જિન્નાતભાઈ! મન્ો બચાવજો.’ જ્યારે નીમુન્ો ખબર નહોતી કે ફૂલદાનીની અંદર, રાજન્ો જે ચપ્પુથી ભૂષણનું ખૂન કર્યું હતું એ ચપ્પુ છે. એટલે એ કોરી નજરે ઈન્સ્પ્ોકટર વેલણકર તરફ જોઈ રહી હતી.
ઈન્સ્પ્ોકટર વેલણકર એ ફૂલદાની પાસ્ો જઈન્ો ઊભા રહૃાા અન્ો ટેબલ પર પડેલી ફૂલદાની જોવા લાગ્યા. રાજનનું હૃદય ધક….ધક….થવા લાગ્યું.
ઈન્સ્પ્ોકટર વેલણકરે એ ફૂલદાની ઉઠાવી અન્ો રાજન સામે જોયું.
રાજનન્ો થયું કે હવે પોત્ો પકડાઈ ગયો છે…!
‘મિસ્ટર રાજન…!’ ઈન્સ્પ્ોકટર વેલણકરે રાજન સામે જોતાં કહૃાું, ‘આ ફૂલદાની તો ખૂબ જ સરસ છે.’
‘તો….તમન્ો ગમતી હોય તો લઈ જાવન્ો સાહેબ…!’ રાજન્ો આ શબ્દો પોતાના મોઢાની બહાર કાઢવામાં વાર લગાડી નહીં.
‘ના….’ ઈન્સ્પ્ોકટર વેલણકરે નીમુ સામે જોતાં કહૃાું, ‘આ તો મન્ો ફૂલદાની પસંદ પડી એટલે મેં તમન્ો કહૃાું, બાકી મારાથી આ રીત્ો કોઈની વસ્તુ લેવાય નહીં. કહેતાં ઈન્સ્પ્ોકટર વેલણકરે એ ફૂલદાની પાછી ટેબલ પર મૂકી.
રાજન્ો ધીમેથી હાશનો શ્ર્વાસ છોડયો.
રસોડામાંથી પોલીસ બહાર આવ્યો, ‘સાહેબ!’ અંદરથી કોઈ હથિયાર મળ્યું નથી.
વેલણકર જાણે કંઈ વિચારમાં પડયા. ત્યાં જ રાજનના કમરામાંથી બીજો પોલીસ બહાર આવ્યો. એણે ઈન્સ્પ્ોકટર વેલણકર સામે કંઈક મૂંઝવણભરી નજરે જોયું.
પછી….પછી શું થયું…? ઈન્સ્પ્ોકટર વેલણકરન્ો કોઈ પુરાવા મળ્યા…? ભૂષણનું ખૂન કર્યા પછી રાજનનું શું થયું…? જિન્નાતભાઈના બદલાયેલા રૂપનું રહસ્ય શું હતું…? રાજનની પત્ની નીમુનું શું થયું…? હીના અન્ો પરિમલનું શું થયું…? એ બધું જ જાણવા માટે આપ્ો રસ, રહસ્ય અન્ો રોમાંચથી ભરપ્ાૂર આવતો અંક વાંચવો જ પડશે.
———————
‘તમે… તમે… એ કયા હિસાબે કહો છો કે મેં એ આદમીનું ખૂન કર્યું છે?’ રાજને ધ્રૂજતા અવાજે
કહૃાું, ‘મેં એ આદમીને જોયો પણ નથી
અને તમે કહી રહ્યા છો કે મેં એનું ખૂન કર્યું છે?’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.