જિન્નાત પ્રકરણ : ૨૩

ઇન્ટરવલ

એચ. એન. ગોલીબારની નવલકથા

‘જિન્નાતભાઈ ક્યાંથી મદદ કરશે? જિન્નાતભાઈને તો ખબર જ નથી કે આજે રાત્રે બાર વાગ્યે પોતે ભૂષણ સામે બાથ ભીડવાના છે?’ પોતાના આ વિચાર પર જ રાજનનું મન હસ્યું, ‘અરે! જિન્નાતભાઈને તો બધી જ ખબર પડી જાય… તો શું એમનેે આ વાતની ખબર ન પડે...’
—————-
ઝુબ્ોરની વાત સાંભળીન્ો રાજન બોલ્યો, ‘તોય હું એમની સાથે લડી લઈશ. બીજા કોઈન્ો નહીં તો હું ખતમ થતાં પહેલાં એક ભૂષણન્ો તો ખતમ કરી જ નાખીશ, જેથી હીના તો સુખેથી રહી શકે.’
‘રાજન…!’ આજે રાત્રે અમે પણ તારી સાથે આવીશું. પરિમલે કહૃાું, ‘આપણે ત્રણેય મળીન્ો ભૂષણન્ો એની માનું દૂધ યાદ દેવડાવી દઈશું.’
‘હા…!’ ઝુબ્ોરે કહૃાું, ‘આપણે ત્રણેય સાથે જઈન્ો ભૂષણ અન્ો એના ગુંડાઓની એવી ધોલાઈ કરીશું, કે ફરી વાર એ જિંદગીમાં કયારેય હીનાનું નામ પણ નહીં લે.’
‘ના…ઝુબ્ોર…!’ રાજન્ો કહૃાું, ‘હું ભૂષણ પાસ્ો એકલો જ જઈશ.’
‘શું જિન્નાતભાઈએ તન્ો ત્યાં મદદ કરવાની વાત કરી છે? ઝુબ્ોરે પ્ાૂછયું.
રાજન્ો ઝુબ્ોર સામે જોયું. જિન્નાતભાઈએ ભૂષણના ખૂન અંગ્ો ઝુબ્ોરન્ો અન્ો પરિમલન્ો કોઈપણ જાતની વાત કરવાની ના પાડી છે. પરંતુ અત્યારે તો પોત્ો જિન્નાતભાઈ સાથે એ વાત કરી શકયો નથી કે આજે ભૂષણ એન્ો મળવાનો છે. તો શું પોત્ો ઝુબ્ોર અન્ો પરિમલન્ો જિન્નાતભાઈ સાથે થયેલી બધી વાત કહી દેવી જોઈએ? રાજનના મનમાં ગડમથલ ઊભી થઈ.
‘રાજન…!’ ઝુબ્ોરે રાજનના મનની ગડમથલ સમજી ગયો હોય એમ કહૃાું, ‘તન્ો જો જિન્નાતભાઈએ અમન્ો વાત કહેવાની ના કહી હોય તો કંઈ વાંધો નહીં, એમાં તું મૂંઝા નહીં, તન્ો જિન્નાતભાઈએ જેમ કહૃાું હોય એમ કર.’
રાજન્ો હસવાની કોશિશ કરી, ‘હું પણ એવું ઈચ્છું છું કે તમે બન્ન્ો મારી સાથે ચાલો, પરંતુ હું મજબ્ાૂર છું. મારે એકલાએ જ ભૂષણનો સામનો કરવા માટે જવું પડશે.’
‘કંઈ વાંધો નહિ, રાજન…!’ પરિમલે કહૃાું, ‘જિન્નાતભાઈ તન્ો સાથ આપશે તો તું હેમખેમ અહીં પાછો આવીશ. અમે અહીં જ તારી વાટ જોતાં બ્ોસીશું.’
‘હા, રાજન… તું ભગવાનનું નામ લઈન્ો જજે. વળી તન્ો જિન્નાતભાઈનો પણ સાથ છે એટલે તન્ો કોઈ જ આંચ નહીં આવે.’ ઝુબ્ોરે કહૃાું.
‘જિન્નાતભાઈ કયાંથી મદદ કરશે? જિન્નાતભાઈન્ો તો ખબર જ નથી કે આજે રાત્રે બાર વાગ્યે પોત્ો ભૂષણ સામે બાથ ભીડવાના છે?’ પોતાના આ વિચાર પર જ રાજનનું મન હસ્યું, ‘અરે! જિન્નાતભાઈન્ો તો બધી જ ખબર પડી જાય…તો શું એમન્ો આ વાતની ખબર ન પડે…કદાચ એવું પણ બન્ો કે પોત્ો અહીંથી નીકળે એ પહેલાં જિન્નાતભાઈનો ફોન પણ આવે અન્ો એ પોતાની સાથે…!’
‘શું વિચારમાં પડી ગયો, રાજન…?’ રાજનન્ો ખભેથી હલબલાવતાં ઝુબ્ોરે પ્ાૂછયું.
‘કંઈ નહીં-કંઈ નહીં…!’ ઝબકતાં રાજન્ો કહૃાું.
‘રાજન…!’ પરિમલે ઘડિયાળમાં જોયું, ‘પોણા આઠ વાગ્યા છે, તું નિરાંત્ો જમી લે…પછી તારે અહીંથી લગભગ સાડા અગિયાર વાગ્યે તો નીકળવું જ પડશે.’
‘હા…, ચાલો, જમી લઈએ.’ કહેતાં રાજન્ો નીમુન્ો બ્ાૂમ મારી, ‘નીમુ…!’
‘આવી. કહેતાં નીમુ કમરામાં આવી. પાછળ હીના પણ આવી.
‘જમવાનું કાઢ…!’ રાજન્ો કહૃાું.
રાજન, ઝુબ્ોર અન્ો પરિમલ જમીન્ો ઊભા થયા ત્યારે પોણા નવ વાગ્યા હતા.
નીમુ અન્ો હીના જમી-પરવારી ત્યારે દસ વાગ્યા હતા. બન્ન્ો આવીન્ો વાતો કરી રહેલા રાજન, ઝુબ્ોર અન્ો પરિમલ સામે બ્ોઠી. બન્ન્ોએ અત્યારે જમવા ખાતર જ જમ્યું હતું, બાકી અત્યારે થોડીકવાર પછી જ રાજન ભૂષણ જેવા ગુંડા સાથે બાથ ભીડવા જવાનો હતો એનો બન્ન્ોના દિલમાં ડર અન્ો ગભરાટ હતો.
જ્યારે રાજન, ઝુબ્ોર અન્ો પરિમલ બિન્ધાસ્તપણે વાતો કરી રહૃાા હતા.
ટ્રીન…ટ્રીન…
ટ્રીન…ટ્રીન…
ફોનની ઘંટડી વાગી એટલે રાજન ઝડપથી ઊભો થયો. ‘કદાચ જિન્નાતભાઈનો ફોન હશે. એવી ખુશી સાથે રાજન્ો ફોન પાસ્ો પહોંચીન્ો ફોન ઉઠાવ્યો,’ ‘હેલ્લો…!’
‘હેલ્લો…કોણ બોલો છો? સામેથી કોઈએ સવાલ પ્ાૂછયો.
‘હું રાજન બોલું છું.’ રાજન્ો ઉતાવળથી કહૃાું.
‘શું તમે દેસાઈસાહેબના ઘરેથી બોલો છો?’ સામેથી પ્ોલાએ સવાલ પ્ાૂછયો.
‘ના! અહીં તો કોઈ દેસાઈસાહેબ રહેતા નથી. રોંગ નંબર છે. કહેતાં રાજન્ો ફોન મૂકયો.’ રાજનના મનમાં મગજમાં જિન્નાતભાઈના ફોનની આશા જન્મી હતી, પરંતુ એ આશા અત્યારે ઠગારી નીવડી હતી, એટલે જાણે અત્યારે એના મન અન્ો મગજ પર વધુ નિરાશા ચઢી બ્ોઠી. નિરાશાન્ો ખંખેરવા માટે એણે ચહેરા પર હાસ્ય લાવવાની કોશિશ કરતાં ઘડિયાળમાં જોયું. સાડા અગિયાર વાગ્યા હતા.
પાછળ ઝુબ્ોર અન્ો પરિમલ પણ આગળ વધ્યા. લિફટમાં ત્રણેય નીચે આવ્યા. રાજન્ો પોતાના સ્કૂટરમાં ચાવી લગાવી.
રાજન્ો સ્કૂટરની કીક મારી, સ્કૂટર ચાલુ થયું. એણે ઝુબ્ોર અન્ો પરિમલ સામે જોતાં કહૃાું, ‘તમે બ્ોફિકર રહો. હું બ્ો કલાકમાં જ પાછો આવું છું.’ કહેતાં રાજન સ્કૂટર પર બ્ોઠો.
‘ભલે…. અમે તારી વાટ જોઈન્ો બ્ોઠા છીએ.’ ઝુબ્ોરે કહૃાું.
રાજન્ો ઘડિયાળમાં જોયું. પોણાબાર વાગ્યા હતા. ‘હું નીકળું છું.’ કહેતાં રાજન્ો સ્કૂટર ગિયરમાં નાખ્યું અન્ો સ્કૂટરન્ો રસ્તા પર દોડાવી મૂકયું.
ઝુબ્ોરે અન્ો પરિમલે એકબીજા સામે જોયું. ‘ચાલ…! આપણે ઉપર જઈન્ો બ્ોસીએ.’ કહેતાં ઝુબ્ોર લિફટ તરફ આગળ વધ્યો. સાથે પરિમલ પણ ચાલ્યો. બન્ન્ો લિફટમાં ઘૂસ્યા. ઝુબ્ોરે દસમા માળનું બટન દબાવ્યું. દરવાજો બંધ થયો અન્ો લિફટ ઉપરની તરફ દોડી.
‘ઝુબ્ોર!’ પરિમલે ગળગળા અવાજે કહૃાું, ‘આ…આ…સાવ ભોળા રાજન ઉપર જ ભગવાન આટલી બધી આફતો કેમ મોકલે છે?’
‘પરિમલ…!’ ઝુબ્ોરે કહૃાું, ‘ભગવાનના ભેદ તો ભગવાન જ જાણે છે. આમાં પણ ભગવાનના ભેદ હશે. ઝુબ્ોરે વાકય પ્ાૂરું કર્યું ત્યાં લિફટ ઊભી રહી. બન્ન્ો બહાર આવ્યા અન્ો રાજનના ફલેટનો દરવાજો ખોલીન્ો અંદર આવ્યા.’
ઓબ્ોરોય હૉટલ સામેના દરિયાકિનારા પાસ્ો પહોંચી ચૂકેલા રાજન્ો સ્કૂટર બંધ કર્યું અન્ો ચાવી કાઢીન્ો ડાબા ખિસ્સામાં મૂકી. જમણો હાથ એણે જમણા ખિસ્સામાં નાખ્યો. ખિસ્સામાં પડેલા ભૂષણના ચપ્પુનો હાથો એણે બરાબર પકડયો. ડાબો હાથ બરાબર અદ્ધર કરીન્ો એણે ઘડિયાળમાં જોયું. બાર વાગ્યા ન્ો પાંચ મિનિટ થઈ હતી. અત્યારે અહીં સન્નાટો હતો. રડી-ખડી કાર-ટૅકસીઓ અહીંથી પસાર થતી હતી. રાજન્ો પોતાનો ડાબો હાથ ડાબા ખિસ્સામાં નાખ્યો અન્ો દરિયાકિનારા તરફ આગળ વધ્યો.
ત્યાં દરિયાકિનારા તરફ મોઢું રાખીન્ો ભૂષણ ઊભો હતો. એણે ઘડિયાળમાં જોયું. બાર વાગ્યાન્ો છ મિનિટ થઈ હતી. રાજન્ો પોતાન્ો અહીં બાર વાગ્યે આવવાનું કહૃાું હતું, પરંતુ અત્યારે બાર વાગ્યાન્ો ઉપર છ મિનિટ થઈ હતી, છતાંય હજુ એ આવ્યો નહોતો. એ આવશે તો ખરોન્ો? એ નહીં આવે તો પોત્ો રાજનના ઘરે જઈન્ો રાજનન્ો ખતમ કરીન્ો હીનાન્ો ઉઠાવી જશે. આખરે પોત્ો કેટલું જોખમ ખેડીન્ો આવ્યો છે. પોતાન્ો ડાકુ ભલ્લાસિંહ પાસ્ોથી રાજનના ઘરનું સરનામું મેળવવામાં પણ નાકે દમ આવી ગયો હતો. જો જીવાએ વાતવાતમાં ભલ્લાસિંહ પાસ્ોથી રાજનનું સરનામું જાણીન્ો પોતાન્ો ન જણાવ્યું હતો, તો પોત્ો કદાચ જિંદગીભર ફરી રાજન કે હીનાન્ો જોઈ પણ શકત નહીં. આજે પોતાન્ો ડાકુ ભલ્લાસિંહ પાસ્ોથી નીકળ્યે ત્રીજો દિવસ થઈ ગયો છે. એક દિવસ તો ગ્વાલિયરમાં, બલરાજ અન્ો હરદેવન્ો મળવા, એમન્ો રાજનનું સરનામું આપવા પોત્ો એકલો હીનાન્ો લેવા માટે જાય છે માટે રાજી કરવામાં નીકળી ગયો હતો. પોત્ો ભલ્લાસિંહ પાસ્ો નહીં પહોંચે તો ભલ્લાસિંહ એના માણસો પોતાની પાછળ દોડાવશે, અન્ો એટલે એ પહેલાં પોત્ો હીનાન્ો લઈન્ો અહીંથી દૂર…દૂર નીકળી જવું પડશે. વળી, હીના હાથમાં આવતાં જ પોત્ો હીનાન્ો પોતાના ખાસ દોસ્ત શાકાની હૉટેલમાં બ્ોહોશ રાખીન્ો બલરાજ અન્ો હરદેવન્ો પણ અહીં બોલાવવા પડશે અન્ો પછી અહીંથી ભાગી જવું પડશે. પરંતુ આ બધું ભલ્લાસિંહ એના માણસો પોતાની પાછળ દોડાવે અન્ો એ માણસો
પોતાના સુધી પહોંચે એ પહેલાં કરવું પડશે અન્ો એટલે સહું પહેલાં તો રાજનન્ો ખતમ કરવો પડશે. પરંતુ…પરંતુ અત્યારે જો રાજન નહીં આવે તો…!
‘ભૂષણ!’ ભૂષણની પાછળ દસ્ોક પગલાં દૂર આવીન્ો ઊભેલા રાજન્ો બ્ો-એક મિનિટ સુધી ભૂષણની પીઠ જોયા પછી-એ ભૂષણ જ છે એવી ખાતરી થતાં કહૃાું, ‘હું આવી ગયો છું, ભૂષણ!
ચાલાક-ચાલબાજ અન્ો ચપળ ભૂષણ માટે આટલું પ્ાૂરતું હતું. ચિત્તાની ઝડપ્ો એણે ખિસ્સામાંથી ચપ્પુ કાઢયું અન્ો ઝાટકા સાથે એણે રાજનના અવાજ તરફ ફેંકયું. બરાબર એ જ સ્ોક્ધડે રાજન્ો ડાબી તરફ છલાંગ લગાવી દીધી.
સ્ાૂઉઉઉઉઉ કરતાં ભૂષણે ફેંકેલું ચપ્પુ પસાર થઈન્ો દૂર અંધારામાં કયાંક ગાયબ થઈ ગયું. ભૂષણન્ો પોતાની જાત પર ફિટકાર અન રાજનની ચપળતાન્ો સલામ કરવાનું મન થઈ ગયું.
રાજન ઊભો થયો.
ભૂષણે પોતાની જાતન્ો એક ગાળ આપી. પોત્ો પોતાની જાત પર, પોતાના નિશાન પર વધુ પડતો ભરોસો રાખીન્ો અહીં એક જ ચપ્પુ લઈન્ો આવ્યો હતો.
રાજન્ો જમણા ખિસ્સામાં હાથ નાખીન્ો ચપ્પુ બહાર કાઢયું. ‘ભૂષણ…!’ ત્ોં એકવાર કરી લીધો, હવે વાર કરવાનો મારો વારો છે. તારો વાર ખાલી હતો, મારા વારમાં મોત હશે-તારું મોત…!’ કહેતાં રાજન ચપ્પુ ભૂષણ તરફ ધરેલું રાખીન્ો ભૂષણ તરફ એક પગલું આગળ વધ્યો. ભૂષણ એક પગલું પાછળ ખસ્યો. આ જોઈ રાજન હસ્યો. ‘ભૂષણ…! કેમ આ ચપ્પુન્ો જોઈન્ો પાછળ ખસ્યો…? આ ચપ્પુ તો તારું જ છે…જો…!’ કહેતાં રાજન બ્ો પગલાં ભૂષણ તરફ વધુ આગળ વધ્યો.
ભૂષણે રાજનના હાથમાંના ચપ્પુ તરફ ધ્યાનથી જોયું. પ્ાૂરા ચાંદના અજવાળામાં ચમકી રહેલા પોતાના ચપ્પુન્ો ઓળખતાં ભૂષણન્ો વાર લાગી નહીં. ‘આ…આ…ચપ્પુ….તારી પાસ્ો કયાંથી આવ્યું? ભૂષણે થોથવાતી જીભે રાજનન્ો પ્ાૂછયું. ‘આ…આ…ચપ્પુ તો મેં પગારા ડૅમમાં તું હીનાન્ો હોડીમાં લઈ જઈ રહૃાો હતો ત્યારે તારી પીઠનું નિશાન લઈન્ો તારી તરફ ફેંકયું હતું. પણ…પણ…એ તારી પાસ્ો કયાંથી આવ્યું…?!?’
‘આ ચપ્પુ મારી પાસ્ો કયાંથી આવ્યું?’ એ વિશે તો હું તન્ો કહી શકું છું કે આ ચપ્પુ મારી પાસ્ો શા માટે આવ્યું! કહેતાં રાજન ભૂષણ તરફ બ્ો પગલાં વધુ આગળ વધ્યો. ભૂષણ તો પોતાનું ચપ્પુ રાજન પાસ્ો આવેલું જોઈન્ો જાણે આભો જ બની ગયો હતો. હવે રાજન અન્ો ભૂષણ વચ્ચે ફકત છ પગલાંનું અંતર હતું, ‘આ ચપ્પુ મારી પાસ્ો એટલા માટે આવ્યું ભૂષણ કે આ ચપ્પુથી મારે હવે તારું મોત થાય એવું લખાયેલું છે. આટલું બોલતાં જ રાજન પોતાની જગ્યા પરથી બ્ો છલાંગમાં જ ભૂષણ પાસ્ો પહોંચ્યો અન્ો ભૂષણ કંઈ સમજે, બચાવ કરે એ પહેલાં જ એણે ખપ્પ કરતાં ભૂષણના પ્ોટમાં ચપ્પુ ઘૂસ્ોડી દીધું.’ ભૂષણે ચીસ પાડી. ભૂષણના પ્ોટમાંથી લોહીની પિચકારી નીકળી અન્ો રાજનના શર્ટ પર પડી. રાજનનું શર્ટ લાલ થઈ ગયું. ભૂષણ પ્ોટ પકડતાં ઘૂંટણે બ્ોઠો, એનો હાથ ખસ્ોડીન્ો, રાજન્ો ભૂષણના પ્ોટમાંથી ચપ્પુ ખેંચી કાઢયું અન્ો ફરીથી ખપ્પ કરતાં ચપ્પુ ભૂષણના પ્ોટમાં ઘૂસ્ોડયું. અત્યારે…રાજન પોત્ો જાણે રાજન રહૃાો નહોતો. જાણે…જાણે…એની અંદર શયતાન પ્રવેશી ગયો હતો. ચપ્પુ કાઢીન્ો, રાજન્ો જમીન પર ચત્તા તરફડી રહેલા ભૂષણના પ્ોટમાં ફરીથી ખપ્પ કરતાં ચપ્પુ ઘૂસ્ોડયું. તરફડી રહેલો ભૂષણ એકદમ શાંત થઈ ગયો-એ ખતમ થઈ ગયો.
અન્ો…અન્ો….ત્યારે જ જાણે…રાજનન્ો ભાન આવ્યું. એણે મરેલા ભૂષણ તરફ જોયું અન્ો જાણે એન્ો આંચકો લાગ્યો. ‘પોત્ો…પોત્ો…આ શું કરી નાખ્યું?’ પોત્ો ભૂષણનું ખૂન કરી નાખ્યું? એન્ો ખતમ કરી નાખ્યો? પોત્ો આટલો બધો ઝન્ાૂની નહોતો કે કોઈનું ખૂન કરી શકે…પરંતુ પોત્ો ખૂન કર્યું હતું એ સાચી વાત હતી, અન્ો ખૂન કરતી વખત્ો જાણે પોતાની અંદર શયતાન પ્રવેશ્યો હોય એવું પણ એન્ો લાગતું હતું. પરંતુ આ બધી વાતો હવે નકામી હતી.
હવે…હવે ભૂષણનું ખૂન તો થઈ ગયું હતું. હવે અહીં વધુ ઊભા રહેવામાં જોખમ હતું. રાજન ઊભો થયો. ત્યાં જ એન્ો ખ્યાલ આવ્યો કે પોતાનું આખુંય શર્ટ લોહીવાળું થઈ ચૂકયું છે. એણે પોતાની ચારે તરફ જોયું. દૂર…દૂર સુધી અંધારા સિવાય કાંઈ જ નહોતું. એણે ઝડપથી શર્ટ ઉતાર્યું અન્ો દોડીન્ો દરિયાના પાણી પાસ્ો પહોંચ્યો. શર્ટન્ો એણે એ પાણીમાં બરાબર ધોયું અન્ો એન્ો નિચોવીન્ો ઝડપથી પહેરી લીધું. એ ઝડપી ચાલે સ્કૂટર તરફ આગળ વધ્યો. ભૂષણની લાશ ત્યાં જ એમની એમ પડી હતી. રાજન્ો એક નજર લાશ પર નાખી. ભૂષણની લાશ જાણે લોહીથી નાહી ચૂકી હતી. રાજનની નજર ભૂષણના પ્ોટ પર ખૂંપ્ોલા ચપ્પુ પર પડી. ‘ચપ્પુ પર તો પોતાની આંગળીઓનાં નિશાન હતાં. સારું થયું એની પર પોતાની નજર પડી. રાજન ઝડપથી લાશ પાસ્ો પહોંચ્યો અન્ો ભૂષણના પ્ોટમાંથી ચપ્પુ ખેંચી કાઢયું. ચપ્પુન્ો ભૂષણની પ્ોન્ટથી સાફ કરીન્ો, રાજન્ો ઝડપથી એન્ો પોતાના ખિસ્સામાં મૂકયું અન્ો દોડતી ચાલે સ્કૂટર પાસ્ો પહોંચ્યો. સ્કૂટર ચાલુ કરીન્ો, સ્કૂટર પર બ્ોસીન્ો એણે પ્ાૂરઝડપ્ો સ્કૂટરન્ો પોતાના ફલેટ તરફ દોડાવી મૂકયું.’
ફલેટ નીચે લાવીન્ો એણે સ્કૂટર મૂકયું, ત્યારે એ જાણે સ્કૂટર પર નહીં, પરંતુ દોડીન્ો આવ્યો હોય એમ હાંફી રહૃાો હતો. ઝડપી ચાલે એ લિફટમાં આવ્યો, અન્ો બટન દબાવ્યું. દરવાજો બંધ થયો અન્ો લિફટ ઉપરની તરફ દોડી. એણે ખિસ્સામાંથી રૂમાલ કાઢયો અન્ો પોતાના ચહેરા પરનો પરસ્ોવો લૂછયો. લિફટ ઊભી રહી, દરવાજો ખૂલ્યો. રાજન બહાર આવ્યો. રાજન બહાર નીકળીન્ો પોતાના ફલેટ પાસ્ો આવ્યો. અન્ો ઘંટડીની સ્વિચ દબાવી. ડિંગ…ડોંગ…
સોફા પર બ્ોઠેલો પરિમલ ઊભો થઈ ગયો. કમરામાં આંટા મારી રહેલો ઝુબ્ોર દરવાજા તરફ આગળ વધ્યો. ઉચ્ચક જીવે, સોફા પર બ્ોઠેલી નીમુ અન્ો હીનાએ નજર દરવાજા તરફ ચોંટાડી.
ઝુબ્ોરે કાચમાંથી જોયું. રાજનન્ો જોતાં જ એણે દરવાજો ખોલી નાખ્યો. રાજન હવાની જેમ અંદર ધસી આવ્યો. ઝુબ્ોરે ફરીથી દરવાજો બંધ કર્યો અન્ો સ્ટોપર બંધ કરી.
‘શું થયું, રાજન…?’ પરિમલના મોઢામાંથી સવાલ સરી પડયો.
રાજન કંઈ બોલ્યો નહીં. એ સોફા પર આવીન્ો બ્ોઠો. એણે ભીનું શર્ટ પહેરી લીધું હતું, એની ઠંડી હવે જાણે એના પર સવાર થઈ રહી હતી. નીમુ રસોડામાં જઈન્ો રાજન માટે પાણી લઈ આવી. રાજન્ો બ્ો ઘૂંટડા પાણી પીધું. હીના રાજન પાસ્ો આવી, ‘શું થયું, ભાઈ?’
રાજન્ો હીના અન્ો પછી નીમુ સામે જોયું, ‘કંઈ નહિ, તમારે બન્ન્ોએ હવે ભૂષણથી ડરવાની કોઈ જરૂર નથી.’ જાવ સ્ાૂઈ જાવ..!
‘પણ…!’ હીના આગળ પ્ાૂછવા જ જતી હતી ત્યાં જ પરિમલે એન્ો અટકાવી, ‘હીના…!’ રાજન દોડાદોડી કરીન્ો આવ્યો છે. તમે બન્ન્ો એન્ો વધુ સવાલો પ્ાૂછવાન્ો બદલે અંદર જાવ.
‘ચાલ, હીના…! કહેતાં નીમુ હીનાન્ો લઈન્ો પોતાના કમરામાં ગઈ. ઝુબ્ોર જઈન્ો એ કમરાનો દરવાજો આડો કરી આવ્યો, અન્ો રાજનની ડાબી બાજુ બ્ોઠો. પરિમલ રાજનની જમણી બાજુ બ્ોઠો.
‘શું થયું, રાજન…?’ ઝુબ્ોરે જિજ્ઞાસાથી પ્ાૂછયું.
‘ઝુબ્ોર…મેં ભૂષણનું ખૂન કરી નાખ્યું…’
‘હેં…!??’ કહેતાં ઝુબ્ોર અન્ો પરિમલ પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા.
પછી….પછી શું થયું…? ભૂષણનું ખૂન કર્યા પછી રાજનનું શું થયું…? જિન્નાતભાઈના બદલાયેલા રૂપનું રહસ્ય શું હતું…? રાજનની પત્ની નીમુનું શું થયું…? હીના અન્ો પરિમલનું શું થયું…? એ બધું જ જાણવા માટે આપ્ો રસ, રહસ્ય અન્ો રોમાંચથી ભરપ્ાૂર આવતો અંક વાંચવો જ પડશે.
——————
રાજન પોતાની જગ્યા પરથી બેે છલાંગમાં જ ભૂષણ પાસેે પહોંચ્યો અનેે ભૂષણ કંઈ સમજે, બચાવ કરે એ પહેલાં જ એણે ખપ્પ
કરતાં ભૂષણના પેટમાં ચપ્પુ ઘૂસેેડી
દીધું. ભૂષણે ચીસ પાડી

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.