જિન્નાત પ્રકરણ: ૨૦

વીક એન્ડ

એચ. એન. ગોલીબારની નવલકથા

‘અત્યારે…!’ રાજનના મોઢામાંથી નીકળી ગયું. ‘અત્યારે એટલે તું પ્ાૂછવા શું માગ્ો છે?’ જિન્નાતભાઈનો ગુસ્સાભર્યો અવાજ સંભળાયો, ‘હું કહું ત્યારે તારે હાજર થઈ જવું જોઈએ’
———
રાજને જિન્નાતભાઈ સામે જોયું, ‘જિન્નાતભાઈ! હું અહીંથી નીકળ્યો ત્યારે ભલે તમે દુનિયાના જિન્નાતોની સભામાં હતા અને મારી સાથે નહોતા. તેમ છતાં મને એવો અનુભવ થતો હતો કે તમે મારી સાથે જ છો, અને મને મદદ કરી રહ્યા છો’
———
રાજન્ો હાથ લંબાવીન્ો જિન્નાતભાઈના હાથમાંથી ત્ો ચપ્પુ લીધું. એ ચપ્પુની અણી અન્ો ધાર જોતાં રાજનની પીઠ પર જાણે પીડાનું એક લખલખું પસાર થઈ ગયું. રાજનન્ો થયું કે આ ચપ્પુની ધાર એટલી ધારદાર હતી અન્ો એટલી અણીદાર હતી કે એક જ વારે પોતાન્ો ખતમ કરવા માટે પ્ાૂરતી હતી. ચપ્પુ ઉપરથી નજર ખસ્ોડીન્ો રાજન્ો જિન્નાતભાઈ સામે જોયું, ‘જિન્નાતભાઈ ! હું અહીંથી નીકળ્યો ત્યારે ભલે તમે દુનિયાના જિન્નાતોની સભામાં હતા અન્ો મારી સાથે નહોતા. ત્ોમ છતાં મન્ો એવો અનુભવ થતો હતો કે તમે મારી સાથે જ છો, અન્ો મન્ો મદદ કરી રહૃાા છો.’
‘રાજન! મન્ો ખબર હતી કે ડાકુ ભલ્લાસિંહ પાસ્ો તું પહોંચીશ ત્યાં સુધી તન્ો ખાસ મુશ્કેલી નડશે નહીં, અન્ો એટલે જ તન્ો એકલો એકલો મોકલ્યો હતો અન્ો વળી મન્ો પણ ખબર હતી કે તારી ઉપર મુશ્કેલી આવશે એ પહેલાં જ હું સભા પતાવીન્ો તારી પાસ્ો પહોંચી શકીશ.’
‘ખરેખર, જિન્નાતભાઈ, તમે જો ન હોત તો હું હીનાન્ો મેળવી જ ન શકયો હોત. હીનાન્ો ફરી વાર જોઈ પણ ન શકયો હોત. હું આપનો….! રાજન આગળ બોલે એ પહેલાં જ ત્ોન્ો અટકાવતાં જિન્નાતભાઈએ કહૃાું, ‘રાજન! મેં તન્ો કેટલી વાર કહૃાું કે હું તારો મોટો ભાઈ છું અન્ો તારે મારો વારેઘડીએ આભાર માનવાનો નથી. બોલ, હીના તો તારી પાસ્ો આવી ગઈ છે. બોલ, હવે તન્ો બીજું કંઈ જોઈએ છે?’
‘ના, મન્ો હીના મળી ગઈ છે. અન્ો હીના માટે પરિમલ જેવો પતિ પણ મળી ગયો છે, એટલે બસ એ બન્ન્ોનાં લગ્ન થઈ જાય એટલું જ હું ઈચ્છું છું.’
‘તો એમાં કયાં કંઈ વાંધો છે! આ અઠવાડિયામાં જ તું હીના અન્ો પરિમલનાં લગ્ન નક્કી કરાવડાવી દે. આજથી દસ-બાર દિવસમાં મારે અહીંથી કલકત્તા જવા માટે નીકળવાનું છે. ત્યાં મેં એક સ્ત્રીન્ો મારી બહેન બનાવી છે. એની દીકરીના લગ્ન લગભગ આજથી એક મહિના પછી છે. એટલે મારે ત્યાં પંદર દિવસ અગાઉથી જવું જરૂરી છે. અન્ો એટલે જ હું તન્ો કહું છું, કે તારે જે કંઈ પણ કામ હોય એ મન્ો કહે.’
‘બસ, તમે હીનાના લગ્નમાં હાજર રહો એવી મારી ઈચ્છા છે. અન્ો એટલે હું આઠ દિવસમાં જ હીનાનાં લગ્ન થાય એવી વ્યવસ્થા કરું છું. હીનાનાં લગ્ન પછી તમે જરૂરથી કલકત્તા જજો. રાજન્ો જિન્નાતભાઈન્ો વિનંતી કરતો હોય એ રીત્ો કહૃાું.
‘ભલે, રાજન!’ તું કહે છે એમ હું હીનાનાં લગ્ન પતી જશે પછી જ જઈશ. જિન્નાતભાઈએ વહાલથી કહૃાું, ‘હીનાના લગ્ન અંગ્ોનું અન્ો એ સિવાયનું પણ કંઈ કામકાજ હોય તો મન્ો કહેજે, હું તારાં બધાં કામકાજ પતાવીન્ો જ અહીંથી જઈશ.
રાજન્ો જમણો હાથ આગળ વધારીન્ો જિન્નાતભાઈનો જમણો હાથ પોતાના હાથમાં લીધો અન્ો ચૂમ્યો. જિન્નાતભાઈએ વહાલથી રાજનના માથે હાથ ફેરવ્યો અન્ો કહૃાું, ‘રાજન! ઘણું મોડું થઈ ગયું છે. તું ઘરે જા, અન્ો આ ચપ્પુ તું તારી પાસ્ો જ રાખજે.’
‘ભલે! ત્યારે હું નીકળું છું. કહેતાં રાજન્ો ચપ્પુ ખિસ્સામાં મૂકયું, અન્ો ફર્યો, અન્ો સડક તરફ આગળ વધ્યો. સડક પાસ્ો પહોંચીન્ો એણે પાછળ ફરીન્ો-દરિયાકિનારા તરફ જોયું. દરિયાકિનારા તરફ હવે દૂર…દૂર સુધી અંધારું દેખાતું હતું. હવે ત્યાં અત્યારે જિન્નાતભાઈ નહોતા.’
રાજન્ો પાછળ ફરીન્ો ટૅકસી માટે નજર દોડાવી. દૂરથી આવી રહેલી ટૅકસી રોકીન્ો, એમાં બ્ોઠો. ફલેટ પાસ્ો ટૅકસી આવીન્ો રોકાઈ ત્યારે રાતના બ્ો વાગ્યા હતા. ટૅકસીમાંથી ઊતરીન્ો રાજન ફલેટની લિફટ પાસ્ો આવ્યો. ત્યાં જ એન્ો યાદ આવ્યું કે જિન્નાતભાઈએ વિજયની કાર ફલેટ નીચે જ પડી હશે એવું કહૃાું હતું. રાજન બહાર આવ્યો અન્ો પાર્કિંગમાં પડેલાં વાહનો પર એણે નજર દોડાવી. પરંતુ ત્યાં વિજયની કાર નહોતી.
‘હશે….! પોતાન્ો જિન્નાતભાઈએ કહૃાું છે એમ પોત્ો સવારે વિજયન્ો કહી દેશે કે એની કાર નીચે પડી છે પછી જોયું જશે. એવું વિચારતાં રાજન લિફટમાં ઉપર આવ્યો. પોતાના ફલેટની ઘંટડી દબાવી, તો નીમુએ તુરત જ દરવાજો ખોલ્યો. રાજન અંદર આવ્યો. હીના, ઝુબ્ોર, સલમા, પરિમલ અન્ો પરિમલનાં બા, બધાં જ રાજનની વાટ જોતાં જ બ્ોઠાં હતાં. રાજનન્ો આવેલો જોતાં જ બધાંએ હાશનો શ્ર્વાસ લીધો.
‘નીમુભાભી, તમે ફટાફટ બધાં માટે ચા લઈ આવો. ચા પીધા પછી આપણે બધાં સ્ાૂઈએ.’
‘ભલે ! કહેતાં નીમુ રસોડા તરફ આગળ વધી. હીના પણ રસોડામાં ગઈ.’
રાજન્ો ઝુબ્ોર અન્ો પરિમલન્ો જિન્નાતભાઈએ કહેલી વાત ટૂંકમાં કહી અન્ો જિન્નાતભાઈએ આપ્ોલું ભૂષણનું ચપ્પુ પણ બતાવ્યું.
‘ખરેખર, રાજન ! ઝુબ્ોરે કહૃાું, ‘તું નસીબદાર છે!’ તન્ો આવા જિન્નાતભાઈ મળી ગયા છે. એ તન્ો દરેક રીત્ો યાદ પણ કરે છે અન્ો તારા જીવનું પણ રક્ષણ કરે છે.
‘હા…હું જિન્નાતભાઈનો ખૂબ જ આભારી છું.’ રાજન્ો કહૃાું.
‘રાજન!’ પરિમલે પ્ાૂછયું, ‘અત્યારે ત્ોં કહૃાું કે, અત્યારે વિજયની કાર નીચે નથી. તો શું તું જિન્નાતભાઈએ કહૃાા મુજબ સવારે વિજયન્ો કહીશ કે એની કાર નીચે પડી છે?’
‘હા… હા.. રાજન્ો કહૃાું.
‘તો એન્ો નીચેથી કાર મળશે ખરી?’ પરિમલે પ્ાૂછયું.
‘હા….!’ રાજન જવાબ આપ્ો એ પહેલાં જ ઝુબ્ોરે કહૃાું, ‘મારું માનવું છે ત્યાં સુધી સો ટકા સવારે વિજયન્ો નીચેથી એની કાર મળી જશે.’
‘જોઈએ હવે સવારે શું થાય છે!’ પરિમલે કહૃાું.
આ પછી થોડીક વાતો કરીન્ો બધાં સ્ાૂઈ ગયાં.
સવારે ઊઠી નાસ્તો પતાવી રાજન ઊભો થયો, ‘હું જરા વિજય પાસ્ો જઈન્ો આવું.’
‘ચાલ, અમે પણ તારી સાથે આવીએ છીએ. કહેતાં ઝુબ્ોર રાજન સાથે આગળ વધ્યો. પરિમલ પણ ચાલ્યો.’
વિજયે દરવાજો ખોલ્યો. સામે રાજન, ઝુબ્ોર અન્ો પરિમલન્ો જોઈન્ો એમન્ો આવકારતાં કહૃાું, ‘આવો-આવો.’
રાજન્ો સીધી જ વાત કરી, ‘વિજય, ગઈ કાલે મેં જિન્નાતભાઈ સાથે વાત કરી હતી. એમણે કહેલું કે આજે સવારે તારી કાર અહીં નીચે જ પડી હશે. ચાલ જોઈ આવીએ.’
‘ચાલો. કહેતાં ચહેરા પર આશ્ર્ચર્યના ભાવ સાથે વિજય ઊઠયો. ચારેય સાથે લિફટમાં નીચે આવ્યા. પાર્કિંગ પાસ્ો આવ્યા તો સહુની નવાઈ વચ્ચે સામે જ વિજયની કાર ઊભી હતી.’
રાજનના ચહેરા પર સ્મિત ફરી વળ્યું. એના ચહેરા ઉપર જિન્નાતભાઈન્ો માન આપવાના ભાવ આવ્યા. જ્યારે ઝુબ્ોરના ચહેરા પર જિન્નાતભાઈ કંઈ પણ કરી શકે છે, એવા ભાવ આવ્યા. જ્યારે પરિમલના ચહેરા ઉપર નવાઈના ભાવ આવ્યા. જ્યારે વિજયના ચહેરા પર નવાઈ સાથે એ પાગલ થઈ ગયો હોય એવા ભાવ આવ્યા. એ આગળ વધીન્ો રાજનન્ો ભેટી પડયો. ‘રાજન, તારા જિન્નાતભાઈન્ો લાખ લાખ પ્રણામ. મેં તારા જિન્નાતભાઈન્ો તો જોયા નથી, પરંતુ હું એમન્ો કયારેય નહીં ભૂલું. હવે કોઈ જિન્નાતભાઈ વિશે ખરાબ વાત કરતો હશે તો એન્ો ખરાબ વાત નહીં કહેવા દઉં.’ રાજનથી છૂટા થતાં આવેશમાં વિજયે કહૃાું, ‘અન્ો ઝુબ્ોર ત્ોમજ પરિમલ, હું તમારા બન્ન્ોનો પણ ખૂબ જ આભારી છું. હું તમન્ો બન્ન્ોન્ો પણ નહીં ભૂલું. હું પંદર દિવસમાં જ પાછો લંડન જવાનો છું. તમે લંડનનો પ્રોગ્રામ બનાવો. મારે ત્યાં જ રહેજો. ખૂબ જ મજા આવશે.’
‘જરૂર. રાજન, ઝુબ્ોર અન્ો પરિમલ ત્રણેએ એકસાથે કહૃાું.
ચારેય જણાં લિફટમાં ઉપર આવ્યા. ફરી એક વાર રાજનનો આભાર માનીન્ો વિજય પોતાના ફલેટમાં ઘૂસ્યો. ઝુબ્ોર અન્ો પરિમલ પણ રાજન સાથે ફલેટમાં આવ્યા, અન્ો સોફા ઉપર બ્ોઠા. પરિમલના બા સામે જ બ્ોઠાં હતાં. નીમુ, હીના અન્ો સલમા ત્રણેય રસોડામાં હતાં. રાજન્ો પરિમલનાં બા સામે જોયું, ‘બા, આપણે પરિમલનાં અન્ો હીનાનાં લગ્ન કયારે લઈશું?
ઝુબ્ોરન્ો લાગ્યું કે રાજન વાત કરતાં કંઈક અચકાય અન્ો ખચકાય છે. એટલે રાજનન્ો સાથ આપવા ઝુબ્ોરે વાત પોતાના હાથમાં લઈ લીધી. ‘રાજન,’ ત્ોં ગઈ કાલે રાત્રે આપણાં બધાં વચ્ચે વાત કરી કે જિન્નાતભાઈએ કહૃાું કે આઠ-દસ દિવસમાં જ હીના અન્ો પરિમલનાં લગ્ન કરી નાખજો, એટલે આપણે હવે શું કામ મોડું કરવું જોઈએ ? કહેતાં ઝુબ્ોરે બા સામે જોતાં કહૃાું, ‘કેમ બા, બરાબર છે ન્ો?’
‘હા, હું પણ એવું ઈચ્છું છું કે હીના મારા ઘરે આવી જાય. પરિમલનાં બાએ હસતાં હસતાં કહૃાું.’
‘દહેજમાં તમન્ો…!’ રાજન આગળ બોલે એ પહેલાં જ અત્યાર સુધી ચૂપ બ્ોઠેલો પરિમલ બોલ્યો, ‘રાજન, તું કેવી વાત કરે છે!’ આપણે દોસ્ત છીએ ન્ો વળી નવા જમાનાના છીએ. દહેજ-બહેજ લેવામાં હું માનતો નથી. તું સાત વરસથી હીનાન્ો મેળવવા માટે રખડી રહૃાો હતો, રઝળી રહૃાો હતો. એન્ો જોવા માટે તલસી રહૃાો હતો, તડપી રહૃાો હતો એ જ બહેનન્ો તું મન્ો આપવા માટે ત્ૌયાર થયો છે એ જ મારા માટે પ્ાૂરતું છે.
‘સરસ. પરિમલ, મન્ો તારી આ વાત ગમી.’ ઝુબ્ોરે કહૃાું, ‘બોલો, હવે કયારે લગ્ન કરવાં છે?’
‘આવતો રવિવાર ઠીક રહેશે.’ પરિમલનાં બાએ કહૃાું, ‘આપણે બહુ લોકોન્ો ભેગાં કરવાં નથી. નજીક-નજીકના સગાંઓન્ો બોલાવી આપણે આ લગ્ન પતાવી દઈશું.’
‘બરાબર છે. કહેતાં ઝુબ્ોરે રાજન સામે જોયું, ‘રાજન, આવતો રવિવાર ફાવશે, પરંતુ લગ્નની ત્ૌયારીઓમાં ઝુબ્ોર તારે અન્ો પરિમલ, તારે પણ સાથ આપવો પડશે.’ રાજન્ો કહૃાું.
‘ચોક્કસ. પરિમલે કહૃાું અન્ો એ સાથે જ ત્રણેય હસી પડયા.’
સ્ોક્ધડ, મિનિટ, કલાક અન્ો દિવસન્ો વીતતાં કયાં વર લાગ્ો છે ? લગ્નનો દિવસ એટલે કે રવિવાર પણ આવી ગયો. પરિમલ અન્ો હીનાનાં લગ્ન થઈ ગયાં. હીનાન્ો વિદાય આપતી વખત્ો રાજન ધ્રુસકે-ધ્રુસકે રડયો. એન્ો રડતો જોઈન્ો ત્યાં ઊભેલા બધાની આંખમાં આંસુ ચમકી ઊઠયાં. પરિમલે પણ પોતાના જિગરજાન દોસ્ત રાજનન્ો આ રીત્ો રડતો જોઈન્ો બધાની નજર બચાવીન્ો આંસુઓ સારી લીધાં. ઝુબ્ોર રાજનન્ો ચૂપ રાખી રહૃાો હતો. એણે રાજનન્ો સમજાવ્યો અન્ો રાજન્ો હીનાન્ો વિદાય આપી. હીના રાજનન્ો વળગીન્ો ધ્રુસકે-ધ્રુસકે રડી, પછી નીમુભાભીન્ો વળગીન્ો ધ્રુસકે-ધ્રુસકે રડી. એન્ો ભાઈ મળ્યો હતો, એ સાથે જ પતિ પણ મળી ગયો હતો અન્ો અત્યારે હીના ફૂલોથી શણગારેલા પલંગ ઉપર બ્ોઠી હતી.
પરિમલ દરવાજો બંધ કરીન્ો, હીના પાસ્ો આવીન્ો બ્ોઠો. હીનાનો ઘૂંઘટ ખોલીન્ો એણે હીનાનો ચાંદ જેવો ચહેરો જોયો અન્ો પછી એ ચાંદનીમાં ડૂબી જવા, પલળી જવા એણે બત્તી બુઝાવી દીધી.
બીજા દિવસની રાત્રે જમીન્ો રાજન વિચારોમાં બ્ોઠો હતો. હીના અન્ો પરિમલનાં લગ્ન શાંતિથી પતી ગયાં હતાં. જિન્નાતભાઈએ જ આ લગ્ન ખૂબ જ શાંતિથી પતાવી આપ્યાં હતાં. લગ્ન નક્કી થયા એ રાત્રે જ જિન્નાતભાઈનો ફોન આવ્યો હતો અન્ો રાજન એમન્ો મળવા માટે ગયો હતો. રાજન્ો જિન્નાતભાઈન્ો પોતાના એ જ રૂપમાં લગ્નમાં આવવા માટે કહૃાું હતું, પરંતુ જિન્નાતભાઈએ એન્ો સમજાવ્યો હતો કે હું જરૂર હાજર થઈશ. હીનાના લગ્નમાં તો હું કોઈન્ો દેખાઉં નહીં એ રીત્ો હાજર રહીશ.
અન્ો આ રીત્ો જિન્નાતભાઈએ હાજર રહીન્ો હીનાના લગ્ન પતાવી આપ્યાં હતાં.
ટ્રીન…ટ્રીન…
ટ્રીન…ટ્રીન…
ટેલિફોનની ઘંટી વાગતાં જિન્નાતભાઈના વિચારોમાં બ્ોઠેલો રાજન ઝબકયો. અત્યારે એ બ્ોઠકરૂમમાં એકલો જ હતો. પાયલ અન્ો પમ્મી સ્ાૂઈ ગયાં હતાં અન્ો નીમુ રસોડામાં વાસણ ઊટકી રહી હતી.
રાજન્ો ફોનનું રિસિવર ઉઠાવીન્ો કાન પર ધર્યું, ‘હેલ્લો!’
‘હેલ્લો, રાજન! હું જિન્નાતભાઈ બોલું છું. સામેથી જિન્નાતભાઈનો અવાજ આવ્યો.’
‘હા, બોલો-બોલો જિન્નાતભાઈ. જાણે સામે જ જિન્નાતભાઈ ઊભા હોય એ રીત્ો બરાબર બ્ોસતાં રાજન્ો કહૃાું.’
‘હું હવે અત્યારે જ કલકત્તા જવા માટે નીકળું છું.’ સામેથી જિન્નાતભાઈનો અવાજ આવ્યો, ‘એટલે મેં તન્ો જતાં-જતાં ફોન કર્યો. હવે હું બરાબર એક મહિના પછી આવીશ. બોલ, તારે મારું કંઈ કામ હોય તો કહે, હું જતાં પહેલાં કરતો જોઉં.’
‘ના જિન્નાતભાઈ! રાજન્ો કહૃાું, ‘હીના મળી ગઈ અન્ો એનાં લગ્ન પણ થઈ ગયાં, હવે મારે બીજું કંઈ જ જોઈતું-કરતું નથી તમ-તમારે આરામથી મહિનો કલકત્તા જઈ આવો. પણ….! રાજન અટકયો.’
‘પણ શું, રાજન…?’ સામેથી જિન્નાતભાઈએ આતુર અવાજે કહૃાું.
‘પણ જિન્નાતભાઈ! તમે સંભાળીન્ો જજો.’ રાજન્ો ગળગળા અવાજે કહૃાું.
જિન્નાતભાઈ હસી પડયા. ‘અરે પાગલ! મન્ો શું થવાનું છે, તું તારે બ્ોફિકર રહેજે.’
‘ભલે, જિન્નાતભાઈ! પણ હું તમારા આવવાની વાટ જોઈશ. રાજન્ો જાણે પોતાના સગા મોટાભાઈ બહારગામ જઈ રહૃાા હોય એમ કહૃાું. જોકે, જિન્નાતભાઈએ સગા મોટા ભાઈ કરતાં પણ રાજનન્ો વધુ મદદ કરી હતી.’
‘ભલે રાજન! હું જેમ બન્ો એમ જલદી આવી જઈશ, બસ! ફોન મૂકું?’
‘હા…!’ રાજન્ો કહૃાું એટલે ‘સારું કહેતાં સામેથી જિન્નાતભાઈએ ફોન મૂકયો.’
રાજન્ો પણ ફોન મૂકયો અન્ો જિન્નાતભાઈના વિચારે ચઢયો. જિન્નાતભાઈ એન્ો પોતાન્ો ન મળ્યા હોત તો પોત્ો આજે આટલો સુખી ન હોત…
બીજા દિવસ્ો સવારે પરિમલ હીનાન્ો લઈન્ો આવ્યો. એ સાથે જ પાયલ અન્ો પમ્મી ‘હીનાફોઈ આવ્યાં, હીનાફોઈ આવ્યાં કહેતાં કૂદકા મારવા લાગ્યાં.’
રાજન અન્ો પરિમલ સાથે જ ઑફિસ્ો ગયા. પરિમલે ચાર દિવસ પછી હીના સાથે મહાબલેશ્ર્વર-માથેરાન જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો.
સાંજે રાજન અન્ો પરિમલ સાથે જ ઘરે આવ્યા. જમીન્ો હીનાન્ો લઈન્ો પરિમલ ઘરે ગયો. રાજન ખૂબ જ થાકી ગયો હતો એટલે વહેલો સ્ાૂઈ ગયો.
ટ્રીન..ટ્રીન…ટ્રીન..ટ્રીન…
રાત્રે ટેલિફોનની ઘંટડી ધણધણી ઊઠવાથી રાજનની આંખો ખૂલી ગઈ. એણે જોયું તો કમરામાં ડીમલાઈટનું ઝાંખું અજવાળું ફેલાયેલું હતું અન્ો બાજુમાં નીમુ ઘસઘસાટ ઊંઘી રહી હતી. એણે ઘડિયાળમાં જોયું. સાડા બાર વાગ્યા હતા. એ ઊઠીન્ો બ્ોઠકરૂમમાં આવ્યો અન્ો ફોન ઉઠાવ્યો, કાન પર ધર્યો, ‘હેલ્લો…!’
‘હેલ્લો, કોણ રાજન…!’ સામેથી અવાજ આવ્યો, ‘હું જિન્નાતભાઈ બોલું છું.’
‘જિન્નાતભાઈ, તમે?!?’ રાજન્ો નવાઈથી પ્ાૂછયું, ‘તમે….તમે તો કલકત્તા ગયા હતા ન્ો ? તમે અત્યારે કયાંથી બોલો છો?’
‘રાજન! હું કલકત્તા જઈ આવ્યો.’ ત્યાં બ્ો મહિના પછી લગ્ન નક્કી થયાં છે એટલે હું પાછો અહીં તારી પાસ્ો આવી ગયો. સામેથી જિન્નાતભાઈનો અવાજ આવ્યો, ‘મારે તારું એક કામ છે, તું અહીં દરિયાકિનારે મન્ો અત્યારે મળવા આવ.’
‘અત્યારે…! રાજનના મોઢામાંથી નીકળી ગયું.’
‘અત્યારે એટલે તું પ્ાૂછવા શું માગ્ો છે? સામેથી જિન્નાતભાઈનો ગુસ્સાભર્યો અવાજ સંભળાયો, ‘હું કહું ત્યારે તારે કોઈ પણ સવાલ કર્યા વિના હાજર થઈ જવું જોઈએ.’
‘મારો મતલબ આપન્ો ના કહીન્ો ગુસ્સો કરવાનો નહોતો. રાજન્ો થોથવાતી જીભે કહૃાું, ‘હું…હું હમણાં જ આવું છું, જિન્નાતભાઈ!
પછી….પછી શું થયું…? જિન્નાતભાઈએ રાજનન્ો અચાનક અડધી રાત્રે કેમ બોલાવ્યો હતો..? રાજનની પત્ની નીમુનું શું થયું…? હીના અન્ો પરિમલનું શું થયું…? રાજનના દોસ્ત ઝુબ્ોરનું શું થયું…? એ બધું જ જાણવા માટે આપ્ો રસ, રહસ્ય અન્ો રોમાંચથી ભરપ્ાૂર આવતો અંક વાંચવો જ પડશે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.